________________
૧૧૭
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
દાદાશ્રી : વિચાર કોણ કરે છે ? પ્રશ્નકર્તા : મન. દાદાશ્રી : તો તમે કોણ છો ? પ્રશ્નકર્તા : દૈહિક રીતે હું શરીર છું. દાદાશ્રી : બીજી રીતે શું છો ? પ્રશ્નકર્તા : બીજી રીતે આત્મા છું. દાદાશ્રી : અત્યારે આત્મા છો કે શરીર છો ? પ્રશ્નકર્તા : અત્યારે તો શરીર જ છું.
દાદાશ્રી : શરીર એ તમે હોય, શરીર તો તમારું છે આ. તમે તો અહંકાર છો. ત્યાં એક બાજુ આત્મા એ તમારો છે. મનેય અહંકારનું છે, એ મનને તમારે શું લેવાદેવા ? મન પાર્ટનરશિપમાં છે. તમારી જોડે? આપણી જોડે રહેતો હોય, પણ આપણે લેવાદેવા શું ? લેવાદેવા ના હોય તો પછી એ જતું રહે.
પ્રશ્નકર્તા : વિચારોનું શમન કેવી રીતે કરવું ?
દાદાશ્રી : વિચારો આપણે જોયા કરવા કે શું વિચારો આવે છે. આ સિનેમામાં ગયા હોય તો ફિલ્મ જોવાની હોય કે એની જોડે ચર્ચા કરવાની હોય ?
પ્રશ્નકર્તા : પણ મનમાં ઊલટા-સુલટા વિચાર આવે છે.
દાદાશ્રી : એ તો મનનો સ્વભાવ વિચાર કરવાનો છે. આપણે ના કહીએ તોય વિચાર કરે. આપણે કહીએ, ‘આવાં વિચાર કેમ કરે છે ?” ત્યારે કહે, “ના, મારે આવાં વિચાર કરવા છે.” જેમ સાસુ ખરાબ મળી હોય, તે સાસુની અથડામણમાં ના આવવું હોય તો છેટા રહેવું હોય તો રહીએ. એવું મન જોડે છેટા રહેવું. એને કહીએ, ‘તું તારી મેળે બૂમો પાડ્યા કર.”
૧૧૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : અંદરથી વિચાર આવવો અને ઇચ્છા થવી, એ બેમાં શું ફેર ?
દાદાશ્રી : એ વિચાર આવે તેને મંજૂર કરીએ તો ઇચ્છા થઈ ગઈ. મંજૂર ના કરીએ તો કશુંય નહીં. મહીં વિચાર આવે કે ફરવા જઈએ, તો આપણે મંજૂર કર્યું કે, ‘ભઈ, જઈએ.’ પછી કોઈ વાંધો ઊઠાવે તો પાછો ઊકળાટ, ઊકળાટ થઈ જાય અને મંજૂર જ ના કરીએ તો કશુંય નહીં !
મતમાં ભળે આત્મભાવાસ્તિ ! ‘પ્રકૃતિક યંત્રવત્ મનમાં ભળે છે આત્મભાવાસ્તિ; બુદ્ધિ તેજે સહી કરતાં અહમૂને વિષે આસક્તિ.”
પ્રકૃતિક એટલે પ્રકૃતિને કહેવા માંગે છે. પ્રકૃતિક યંત્રવત્ મનમાં, એટલે પ્રકૃતિને લીધે યંત્રવત્ મન છે. આખી પ્રકૃતિ જ યંત્રવત્ છે. ‘મનમાં આત્મા ભળે' એવો શબ્દ લખ્યો છે આ. ‘પ્રકૃતિ યંત્રવત્’ એટલે મશીનરી માફક જ મહીં વિચારો આવ્યા કરે છે. મનમાં ‘ભળે છે આત્મભાવાસ્તિ.' આત્મભાવ એટલે હું પોતે છું આ ને મને વિચાર આવે છે. તેમાં ભળે ત્યારે શું થાય ? ‘બુદ્ધિ તેજે સહી કરતાં’ પછી બદ્ધિથી સહી કરે કે આ વિચાર મને આવો સરસ આવ્યો. ‘અહમૂને વિશ્વ આસક્તિ.' એટલે પછી આખા જગતની આસક્તિ એને ચોંટી પડે. તમને સમજાય છે ને ? તમને ચોંટી નથી પડી ને ? આનું આ જ કરો છો. તમે એકલા નહીં પણ બધું જગત જ આવું કરે છે. આ બંધ થઈ ગયું એટલે થઈ રહ્યું, કામ થઈ ગયું !
એટલે મન કંઈ પજવતું નથી. આપણે મનમાં એકાકાર થઈએ તો હેરાન થઈએ.