________________
૧૧૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
૧૧૫ પ્રશ્નકર્તા : મનથી મુક્તિ હોય એવી સ્થિતિ, એ પણ એક મનની માનેલી એવી કલ્પિત સ્થિતિ થઈને ? દાદાશ્રી : ના. કલ્પિત આમાં ના હોય.
મતનો નાશ કે મતથી જુદાઈ ? પ્રશ્નકર્તા : મનનો નાશ નહિ, પણ મનના વિકારોનો નાશ જરૂરી છે ?
દાદાશ્રી : કોણ કરશે વિકારોનો નાશ ? કરનારો કોણ ? પ્રશ્નકર્તા : પોતે.
દાદાશ્રી : પોતે એટલે કોણ ? વિકારોનો નાશ કરનારો જોઈએ ને ? કોણ કરનારો ?
પ્રશ્નકર્તા : જે સાચું જ્ઞાન આપી શકે એ.
દાદાશ્રી : એમ નહીં, મનના વિકારોનો નાશ કોણ કરે ? અહંકાર કરે. અહંકાર કરવાની વાત કરો છો ? એમ માનો કે મનનો નાશ કરવાની જરૂર છે એમ કહીએ તો તમે શેનાથી કરો ? અહંકારથી કરો ?
પ્રશ્નકર્તા : હું એ જ પૂછવા માગું છું કે શેનાથી કરવાનો ?
દાદાશ્રી : મનનો નાશ કરવાની જરૂર નથી, વિકારોનો નાશ કરવાની જરૂર નથી, તમે જુદા રહો તો નાશ થાય. આ જ્ઞાન ના હોય ને, છતાં તમે મનથી જુદા રહો તોય મનના વિકારનો નાશ થાય. નહીં તો વિકારનો કેવી રીતે નાશ થાય ? હવે કોઈ કહેશે કે મનથી, વિકારથી આ જ્ઞાન મળ્યા સિવાય શી રીતે જુદા રહી શકીએ ? ત્યારે એનો પુરાવો હું આપું છું કે ના ગમતા વિચાર આવે છે ત્યારે તું જુદો રહે છે કે નહીં ? ત્યારે કહે કે ‘હા, તે ઘડીએ જુદો રહું છું.’ તો ગમતી વખતે જુદો રહે. જે ના ગમતામાં જુદો રહી શકે છે, એ ગમતામાં જુદો રહી શકે છે, પુરુષાર્થ કરે તો. રહે કે ના રહે ? તમને કેવું લાગે છે ? એટલે મનના વિકારો જાય, પોતે જુદો રહે તો. મનમાં તન્મયાકાર
ના થાય તો મનના વિકારો નાશ થાય.
પ્રશ્નકર્તા : વિકારો કોને કહેવા ?
દાદાશ્રી : એવું છે ને, અધર્મને લોકો વિકાર કહે છે, ધર્મને નિર્વિકાર કહે છે. ખરેખર ધર્મ ને અધર્મ બેઉ વિકારો છે. અહંકારથી જે જે કરવામાં આવે એ બધું વિકારી છે. પણ આને જુઓ, જેમ પોતાને ખરાબ વિચારો આવે છે, તે નથી જોતો ? જેવું એને જુએ છે, તેવી રીતે સારા વિચારને જુએ. એ એટલું બધું બળ લાવી નાખે. કેટલાક એક-બે ઉપવાસ કરીને કે બીજી રીતે એકાગ્ર થઈનેય કરે તો બધું છૂટો થઈ શકે. જેમ ખોટાને માટે છૂટો રહી શકે છે એમ સારાને માટેય છૂટો રહી શકે છે, બધું બની શકે. તને વિચાર આવે છે. તેની તને ખબર પડે છે ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે પછી તું તેનાથી જુદો રહે છે ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પોતાના મનમાં વિચાર આવે, તેનાથી જે જુદો રહે, તે પરમાત્મા થાય.
પ્રશ્નકર્તા : મન અને આત્મા એકાકાર થાય તો સંસાર અને મન અને આત્મા બન્ને જુદા રહે તો સંસાર ખલાસ થઈ ગયો ?
દાદાશ્રી : હા, એ જ મોક્ષ. એનો સંસાર ખલાસ થઈ ગયો, બસ ! જગત આખાનો આત્મા મનમાં તન્મયાકાર થયા વગર રહે જ નહીં. આપણે જ્ઞાન આપીએ તો છુટું રહે. એટલે પછી આ મન છે. તે એનાં ફેરફારને જ ભજ્યા કરે છે ને પોતે નાશ થતું જાય છે. ફેરફાર થઈ અને નાશ થતું જાય.
| વિચારોનું શમત શી રીતે ? પ્રશ્નકર્તા : મનમાં ચાલતા વિચારોનું શમન કેવી રીતે કરવું ?