________________
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
૧૦૩
૧૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
ઇન્ફોર્મ (જાણી કરે છે. આ સારું છે, આ ભયવાળું છે, આ આમ છે, તેમ છે, એવું એ એનો ધર્મ બજાવે છે. નહીં તો એ ભયની જગ્યાએ ના ઇન્ફોર્મ કરે તો એને માટે ગુનેગાર ગણાય. એમાં જેટલું તમારે ગ્રહણ કરવા જેવું લાગે એટલું ગ્રહણ કરવું ને બીજું છોડી દેવાનું. મન તો ધર્મ બજાવે છે.
આ અમે સાંતાક્રુઝથી અહીં આગળ ટેક્ષીમાં આવતા હોય, ને કોઈ જગ્યાએ કોઈ ગાડીઓની અથડામણ થયેલી હોય ને, તો અમારું મનેય કહે કે “આગળ એક્સિડન્ટ થાય એવું છે.' ત્યારે મેં કહ્યું, ‘ભઈ, અમે નોંધ લીધી. તારી વાત બરોબર છે. અમારે જાગૃત રહેવું જોઈએ.’ પછી બીજો વિચાર આવે કે “એવું કશું નથી કે જે તમને એક્સિડન્ટ કરાવે.” ત્યારે આપણે એમ કહેવું કે “એ અમે નોંધ કરી.” પછી આગળ બીજી વાત કરે. એને એવું કશું નથી કે તમને મારવા જ છે. મનનો એવો સ્વભાવ નથી કે એક જ વાત ઉપર બેસી રહે. તમે મનની તપાસ કરેલી એવી કે એ એક જ વાત પર બેસી રહે છે ?
પ્રશ્નકર્તા : ફર્યા જ કરે.
દાદાશ્રી : આપણે જો એક વાત પર બેસી રહીએ ને, તો એ બેસી રહે. નહીં તો આપણે કહીએ કે તારી વાતની નોંધ કરી લીધી. તો એ આગળની બીજી વાત કરે. અને આપણે કહીએ કે ‘ના, તારું કહેવું ખરું છે. હવે શું થશે ?” તો પછી કલાકો સુધી ચાલ્યા કરે.
શાના શાના વિચાર આવે છે, એ ખબર પડે આપણને. મહીં મન બગડે કે “આજે તમારા સાસુ મરી જાય તો શું થાય ?” ત્યારે કહીએ, ‘સમજી ગયા અમે.’ પછી કહે, ‘તમારું મોત થાય તો શું થાય ?” ત્યારે કહે, “એય સમજી ગયા. અને હવે ત્રીજી વાત કરી આગળ.” પાછું એવું હઉ બતાડે કે “કાલે મરી જઈએ તો આ બધાનું શું થાય ?” ત્યારે આપણે કહીએ, ‘એ અમે નોંધ્યું.” ' અરે, આટલી મોટી ઉંમરેય શાદી કરવાની વાત કરે, એવું આ મનનું, ક્યારે કેવું કહે એ કહેવાય નહીં. પણ તે આપણે આમાં
સાંભળીને કંઈ ગુસ્સે થવાની જરૂર શું ? રાંડવાનું હી કહે, ‘રંડાપો આવશે તો શું કરીશું ?” ત્યારે કહીએ, ‘ભાઈ, રાંડ્યા ચાલને. હવે આગળની બીજી વાત કર ને !' મનને છે તે કચ કચ કરવાની ટેવ પડેલી છે. આપણે ગણતરીમાં જ નહીં લેવાનું એને. એક ગાંડો માણસ પાછળ રહીને જતો હોય, એ આપણું શું કરવાનો હતો ? એના જેવું સમજી લેવાનું.
| વિચાર તો એની મેળે જ આવે છે, શું શું આવે છે, એને જોયા કરવાના, બસ. બીજું કશું નહીં. મનને એવું કશું નથી કે આમ જ બોલવું છે. તમે વાંકા થાવ તો એ વાંકું છે. એટલે નોટેડ ઇટ્સ કન્ટેન્ટસ્ (વિગતોની નોંધ કરી) એવું કહેવાનું. હા, નહીં તો કહેશે, મારું માન નથી રાખતા.” તારું માન પહેલું રાખવાનું, તો મન કંઈ દુઃખ દે ? નહીં.
પ્રશ્નકર્તા : પણ એ જે તમને ઇન્ફોર્મ કર્યું જેણે, કે એક્સિડન્ટ થાય એવું છે, એ મન બોલે છે ? એ મન બોલ્યું ?
દાદાશ્રી : એ મન બોલ્યું અને પછી આપણે એક્સેપ્ટ કરીએ કે ભઈ, તારું કહેવું બરોબર છે. એટલે પછી આગળની વાત કરે. આગળ પછી સત્સંગની વાત કરે. એને એવું નથી કે આ તમને ગમતું નથી. એ તો એને જેવું દેખાય એવું બોલી જાય. એટલે આ બધું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (સંયોગી પૂરાવા) છે. એટલે એની આપણે નોંધ લેવી જોઈએ. એ ભડકાવે ને આપણે ભડકીએ તો પછી ખલાસ થઈ ગયું ને ! એ તમને ભડકાવવા નથી કરતું. એ તો તમે ચેતો. બીવેર (ચેતો), એમ કહે છે. અમે એવું બીએ નહીં. અજ્ઞાનીને બિવડાવી મારે. ‘એક્સિડન્ટ થશે તો,’ તેટલો વખત તન્મયાકાર થઈ જાય.
‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન ઉત્પન્ન થયા પછી મન બાંધ્યું રહે, નહીં તો મન કોઈ દહાડો બંધાય નહીં. હવે મન જે કૂદાકૂદ કરતું હોય ને, તે તો આપણે જોવાનું ને જાણવાનું. પછી એમાં ડખો રહ્યો