________________
૧૦૨.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
૧૦૧ ત્યારે કહે, મોક્ષદાતા પુરુષ મળે, મોક્ષનું દાન આપે એવા મોક્ષદાતા પુરુષને તમે ખોળો તો આ નાવડું એ બાજુ ચાલ્યા કરે. ત્યાં સુધી ચાલે નહીં. કારણ કે એને હોકાયંત્ર નથી મૂકેલું. એટલે દિશામૂઢ થયેલું છે. તેથી કિનારો બિલકુલ જડે નહીં.
એટલે મનને કાઢવા ના ફરીશ. તારે નક્કી કરવું જોઈએ કે ક્યાં જવું છે અને હોકાયંત્ર લાવીને મૂકવું જોઈએ. હા, નોર્થ બતાવે એવું એક હોકાયંત્ર મૂકવું જોઈએ. તે એક બાજુ આકાશમાં તારો જોવાનો અને હોકાયંત્ર જોવાનું, તો પછી પહોંચાશે. હોકાયંત્ર મૂક્યું છે નાવડામાં?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી આવું હોકાયંત્ર વગર નાવડા ચલાવો છો, સંસારસમુદ્રમાં ? હોકાયંત્ર ના મૂકવું પડે ? આ મન નથી પજવતું. અમથાં શું કરવા હેરાન થાવ છો ? આ ખોટું મનને શું કરવા દંડ કરો છો ? બધાં લોકો મનને હેરાન હેરાન કર કર કર્યા કરે છે. મન એવું નથી. જુઓ, તમારું મન કેવું હતું ? વાંધાવાળું હતું ને ?
પ્રશ્નકર્તા (મહાત્મા) : હા. દાદાશ્રી : તો છે અત્યારે વાંધાવાળું ? કેટલું બધું તોફાની મન
દાદાશ્રી : હા, બસ. તે મનની જરૂર છે. મનને યોગ દ્વારા જેણે જેણે ફેર કર્યું, તે કોઈ દહાડો મોક્ષે જઈ શકે નહીં. મન એ તો મોક્ષનું સાધન છે. મનને તો ખીલવા દેવું જોઈએ. યોગમાર્ગે બધા ફ્રેક્ટર (ભાંગી) કરી નાખેને, એ બહુ યુઝલેસ (નકામું) છે.
એટલે મનને તો ઠેઠ સુધી રહેવા દેવાનું. ગમે એવું હેરાન કરતું હોય તોય મન જોડે રહેવાનું. આ દૃષ્ટિફેર કરી આપ્યા પછી તમારે હવે મનની જરૂર ના રહી.
પ્રશ્નકર્તા (મહાત્મા) : અમારે કિનારો તો ક્યારે આવે ? કિનારો તો છેલ્લે આવે, તો એ મન તો છેવટ સુધી હોય ને ?
દાદાશ્રી : હા, પણ તમારે આ જ્ઞાન લીધા પછી કિનારો આવી ગયો ને ! એટલે તમારે જોયા કરવાનું કે આ નાવડું શું શું કરી રહ્યું છે તે ! આપણે તો કિનારો આવી ગયો. કિનારા પર ચઢ્યા હલે. હવે નાવડાને ભાંગીને શું કામ છે ? આમાં ને આમાં અથડાયા કરતું હોય, આમ ફર્યા કરતું હોય, તે છો ને ફર્યા કરે. એવું છે ને, આ જ્ઞાન થયા પછી મને હેરાન કરતું નથી. એ તો જીવતું મન બહુ હેરાન કરી રહ્યું છે. આ તો મડદાલ મન છે, ડિસ્ચાર્જ મન છે. નિર્જીવ થઈ ગયેલું છે. પેલું જીવંત હતું તે બહુ દુ:ખ દે એટલે આ ઇફેક્ટિવ જ્ઞાન છે એવું તમને આજ હંડ્રેડ પરસન્ટ (સો ટકા) માલૂમ પડ્યું ને ?
મનને લોકો ફ્રેક્ટર કર કર કરે છે. શું કામ માર માર કરે છે વગર કામના ? વાંક કોનો છે ? પાડાનો, ને પખાલીને શું કામ ડામ દે દે કરે છે બિચારાને ? કેટલી બધી જોખમદારી આવે છે ! આ બધી ભૂલો કરે છે ને, તેની જોખમદારી આવે છે.
મતનું વિરોધાભાસી વલણ ! પ્રશ્નકર્તા : મનમાં વિચારો તો ઘણી જાતના આવે છે. મન તદન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે છે.
દાદાશ્રી : વિચાર તો, એ તો એવું છે ને, આ મન છે તે તમને
હતું ?
મન તો જરૂરિયાતની વસ્તુ છે. મનની શક્તિને વાળવાની જરૂર છે. આ શક્તિ જે ઊંધે રસ્તે ચાલી રહી છે એ મનને આ બાજુ વાળો તો એટલી જ સ્પીડથી જશે પાછી. અમે તમારા મનને વાળી આપીએ. તમારો ધ્રુવકાંટો કેવો હોય ? લોકસંજ્ઞા હોય. જેમ આ સ્ટીમરમાં હોય છે, તે ઉત્તર તરફનો ધૃવકાંટો હોય છે ને ? એવો તમારો ધ્રુવકાંટો લોકસંજ્ઞા હોય. લોકો જેમાં સુખ માને છે એમાં તમેય સુખ માનતા હોય. અને જ્ઞાનીની સંજ્ઞાએ જો પૃવકાંટો ફર્યો કે થઈ ગયું, ખલાસ થઈ ગયું. એટલે અમે તમને દૃષ્ટિફેર કરી આપીએ.
પ્રશ્નકર્તા : ધ્યેય આપણું નક્કી થવું જોઈએ.