________________
મનની ઉપયોગિતા, મોક્ષમાર્ગે
જ નહીં ને !
પછી ?
૧૦૫
હવે તમને બંધાયેલું લાગે છે ને મન, એ સ્વવશ થઈ જાય
માંદા પડ્યા હોય ને, તો મહીં એમ ચેતવેય ખરું કે ‘મરી જવાશે તો ?” ત્યારે આપણે કહીએ કે ભાઈ, હા. અમેય હવે બરોબર રેગ્યુલર (નિયમિત) રહીશું એ બાબતમાં. હવે બીજી વાત કરો.' પછી મન બીજી વાત કરે. પણ આ અજ્ઞાની મનુષ્યોનો સ્વભાવ કેવો ? મનને
જે વિચાર આવ્યો તેની મહીં તન્મયાકાર થઈ જાય. એટલે પછી
આગળની વાત કહેવાની રહી ગઈ, પણ બધું એમાં ડૂબી મરે. અજ્ઞાનતા શું ના કરે ? તન્મયાકાર થઈ જાય. એ કહેતાં પહેલાં જ તન્મયાકાર થઈ જાય.
એટલે આ મનનું સાયન્સ (વિજ્ઞાન) તો સમજવું જોઈએ. આ બધી ઇન્દ્રિયોના જેવું એ પણ કામ કરી રહ્યું છે. એનો પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. આપણને ના ગમતું હોય તોય કાન સાંભળ્યા વગર રહે જ નહીં ને ? તે સાંભળવું પણ, પછી આપણે એ ફોન ના લેવો હોય તો ના લઈએ, એ આપણું કામ છે.
હું પોતે આવી રીતે મનને કહું છું, તે જ તમને કહું છું કે ભઈ, આ પ્રમાણે નોટેડ (નોંધ લીધી) કહેજો. તે પછી કશું નહી. પછી બીજી સારી વાત કરશે. કારણ કે આ શરીરમાં એક જ ચીજ એવી છે જે સંપૂર્ણ વિરોધાભાસી છે. દરેક રીતે વિરોધાભાસી હોય તો મન છે અને એટલે જ મજા આવે છે. કારણ કે જો એક જ તરફી હોય ને, તો મજા ના આવે ને ! ઘડી પછી પાછું જુદી જ જાતનું કહેશે. અરે, એક પાંસઠ વર્ષનાં માણસને મન એનું શું કહ્યા કરતું હતું ? ‘પૈણ્યા હોય તો ?” તે પછી એણે મને કહ્યું. મેં કહ્યું “મૂઆ, કઈ જાતનું આ તારું મન છે ! વિરોધાભાસી !' આ તો અમે જે અમારી પ્રક્રિયા છે એ તમને કહી દઈએ. અમે કેવી રીતે સ્વતંત્ર થયા છીએ. ભગવાનથી પણ સ્વતંત્ર થયા છીએ. એ તમને કહી દઈએ. એવું તમારી પ્રક્રિયામાં
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
આવી જાય, પછી તમને વાંધો નથી. જોયેલો માર્ગ છે, અનુભવેલો માર્ગ છે, જાણેલો માર્ગ છે. તમે તમારી મેળે એડજસ્ટ કરો તો થઈ શકે એમ છે. ના થતું હોય તો મને કહો, અમુક જગ્યાએ મારે થતું નથી. તો હું તમને બતાવી શકું છું. બાકી મનને મારીને કોઈ મોક્ષે
નહીં ગયેલો.
૧૦૬
શુદ્ધાત્મા મળ્યો એટલે ‘આ વ્યવસ્થિત છે’ અને તે કોઈનાથી આઘુંપાછું થઈ શકે એમ નથી. મનમાં જે ભાવો છે તે ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. કારણ કે કાન સાંભળ્યા વગર રહે નહીં, એવું મન છે એ બોલ્યા વગર રહે નહીં. એ બોલે તો આપણે કામનું હોય તો સાંભળવું. ના કામનું હોય તો ‘તમારી વાત ખરી છે, હવે અમે ચેતવણી લઈશું', કહીએ. એટલે પછી આગળની વાત કરે. અને જે દેખાય છે ને, અવસ્થા-પર્યાયો તે તમને ખબર આપે છે. ‘આમ થશે તો, આમ થશે તો.' એમાં આપણને શું વાંધો છે ? વ્યવસ્થિત છે તે આપણે જાણીએ છીએ. પછી એ કહે, પછી આગળની વાત કરે. એને એવું નથી કે એની એ જ વાતો કર્યા કરે. ફક્ત અજ્ઞાન હતું ત્યાં સુધી મનમાં તન્મયાકાર થઈ જતા હતા. ત્યારે પોતે દુ:ખને પામતા હતા.
મનને ખસેડવાની જરૂર નથી, મારવાનીયે જરૂર નથી. કોઈને મારશો અને તમે મોક્ષે જશો એ ક્યારેય નહીં બને. મનને કહીએ, ‘તું તારી મેળે જીવ.’ અમે અમારી જગ્યાએ અમારા સ્થાનમાં છીએ, તું તારા સ્થાનમાં છે.
વર્તે મત જ્યમ રડાર...
મન એનો ધર્મ બજાવ્યા કરે છે. મન કેવું છે ? રડારની પેઠે કામ કરી રહ્યું છે. આ પ્લેનમાં જેમ રડાર હોય છે ને, તે રડારમાંથી દેખાય કે આ બાજુથી ત્રણ એરોપ્લેન લડવા માટે આવી રહ્યાં છે. તે ઘડીએ એ જોનારો ભડકે નહીં. તે ભડકવા માટે રડારમાં નથી દેખાતું. તે વખતે જોનારો દિશા બદલી નાખે કે આ દિશામાંથી આવે છે, માટે આપણે આ બીજી દિશામાં ચાલો. એવો સદુપયોગ કરવાનો છે. આ