________________
મન, શાંતિની વાટે..
(૨)
મત, મમતા ધર્મમાં...
ચૂક્યો “પોતે' તિજધર્મ !
કરવાનો. તમારે નિર્વિકલ્પી થવાનું એટલે શું કે ચંદુભાઈના મનમાં જે કંઈ દેખાય એ તમારે જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : જ્ઞાની થવું એટલે શું ? મનનો લય થાય એને જ્ઞાની કહેવાય ?
દાદાશ્રી : મનનો લય થઈ જાય પછી પાડા જેવો થઈ ગયો કહેવાય. મનનો લય થઈ જાય એટલે પાડો જ જાણે જોઈ લો ને ! મન ચાલુ રહે અને સંકલ્પ-વિકલ્પ ના કરે, એનું નામ જ્ઞાની.
મનનો લય તો એક જાતનો ધંધો કરતા કરતા આ બાજુ જ્યારે વિચાર થાય ત્યારે બંધ કરી દે, બારણા બંધ કરી દે. એમ કરતાં કરતાં મન પછી બિલકુલ ખલાસ થઈ જાય. પછી એ વધે નહીં આગળ. પ્રગતિ ના થાય. આમ મોટું તોબરા જેવું દેખાય. સારું દેખાય, એને અશાંતિ ના દેખાય. ભક્તો એની પાછળ ફર્યા કરતા હોય પણ એ વધે નહીં. રસ્તો એ કામનો નહીં. મન તો ચાલુ જ હોવું જોઈએ. મનની હાજરીમાં સંકલ્પ વિકલ્પ ના થાય, એનું નામ જ્ઞાની.
પ્રશ્નકર્તા : એ મનનો તો ધંધો જ છે ને, સંકલ્પ-વિકલ્પ કરવાનું, નહીં તો મન જ ક્યાં રહ્યું ?
દાદાશ્રી : ના, ના. એનો ધંધો એવો નથી. એ તો લોક સંકલ્પવિકલ્પ કરે છે. પોતાનું ભાન નથી, એટલે સંકલ્પ-વિકલ્પ કર્યા કરે છે. અને પછી ભાન થાય એટલે ત્યાર પછી ના થાય. ભાન આવ્યા પછી જોયા કરે. જ્ઞાની મનને, મન શું કરે છે એને જોયા કરે અને અજ્ઞાની સંકલ્પ કર્યા કરે.
પ્રશ્નકર્તા : મન એવું સમજે છે કે આ ખરું છે, આ ખોટું છે છતાં એ પાપ કરવા પ્રેરાય છે તો મનને કાબૂમાં રાખવા માટે શું ઉપાય ?
દાદાશ્રી : અરે, મન તો કાબૂમાં જ છે બિચારું. મન તો બિલકુલ કાબૂમાં જ હોય છે. તમને તો આરોપ આપવાની ટેવને ! આ મારાં કાન એવાં છે, મારે નથી સાંભળવું તોય સાંભળી જાય છે, એવું નથી કહેતાં આપણા લોક ? તમને શું લાગે છે ? તો મનનો દોષ હશે કે ગુનેગારનો દોષ હશે ?
મનને બિચારાને શું કરવા કાબૂમાં રાખો છો ? મન તો મન જ છે. મન હેરાન નથી કરતું. તમે પોતે જ હેરાન કરી રહ્યા છો. આ કાન છે, તે આપણે કહીએ કે તું ના સાંભળીશ એ બે ગાળો ભાંડે છે એટલે. તો તમારે પોતાને સમજવાનું કે કાન તો સાંભળ્યા વગર રહેશે નહીં. એનો સ્વભાવ જ છે. કાનનો સ્વભાવ ખરો કે નહીં ? એનો ધર્મ ખરો કે નહીં ?
પ્રશ્નકર્તા : પણ મારું એવું માનવું છે કે સાંભળે છે એ કાન નહીં, પણ મન જ સાંભળે છે.
દાદાશ્રી : વાત સાંભળો, હું તમને એ વાત સ્ટેપમાં ને સ્ટેપમાં