________________
મન, શાંતિની વાટે..
અલ્યા, પણ ન હોય શૂન્ય કરવાનો રસ્તો ! એ તો દરિયાની અંદર નાવડું ભાંગી નાખે એવાય મેં અહીં જોયા, ડબ્બા ! તે વિચારો કેટલાય અવતારોથી તોડતો તોડતો આવ્યો હોય. એટલે મન શૂન્ય કરી દે એટલે એને ટેન્શન ના હોય, ત્યાં આગળ બધા લોકોને સુખ પડે. પણ હું ઓળખી ગયેલો એવા સંતોને, પણ લોકોને કહેલું કે સુખ પડશે પણ બેસવામાં ફાયદો નથી. એનાં કરતાં કોઈ દુ:ખિયા મોઢાવાળાની પાસે બેસ, દુઃખ થશે પણ ત્યાં વાત સારી સાંભળવાની મળશે. આપણે મોક્ષે જવું છે ને ? આપણે અહીં લહેર કરવા નથી આવ્યા. મોક્ષે જવું હોય તો મન ફરી ઊભું કરવું પડશે. મન મારેલું ચાલે નહીં. મન જીવતું ઘોડા જેવું કરવું જોઈએ.
આ લોકોએ ઊંધી શોધખોળ કરી કે મનને શૂન્ય કરો. અલ્યા, મન શૂન્ય થાય તો રહ્યું શું તારી પાસે ? ડોબો થઈ જશે. મનને શૂન્ય કરવાનું ના હોય.
પ્રશ્નકર્તા : મનનો નાશ, મનોનાશ એવો શબ્દ વપરાય છે.
દાદાશ્રી : મનનો નાશ કરે પછી રહે શું તારી પાસે ? મનના આધારે તો તું જીવે છે.
એટલે આ મનનાં પર્યાય છે એક જાતનાં, અવિચાર દશા એ એક પર્યાય છે. કારણ કે અવિચાર દશા તો તીર્થકરોને નથી હોતી. તીર્થંકરોનું મન કેવું હોય છે કે આ પટેલોમાં ઊભાં ઊભાં આમ કરે છે ને, કસુંબામાં ‘રામ રામ’ કરે છે ને ! તે એક આવ્યો, ‘રામ રામ કરીને ગયો. બીજો આવ્યો, ‘રામ રામ” કરીને ગયો. સ્થિર ના હોય એય વિચાર, એક ક્ષણવારેય સ્થિર ના હોય. વિચાર આવે ને જાય, વિચાર આવે ને જાય પણ એક ક્ષણવાર બંધ ના હોય. આ પેલાં લોકોને વિચાર બંધ થઈ ગયા હોય, એ અવિચાર દશા. મોટું-બોટું મુક્ત લાગે આપણને. કારણ કે વિચારોથી મુક્ત થઈ ગયો એટલે શું થયું ?
તે મને ઘણા લોકો પૂછે છે. મેં કહ્યું, ‘તારે મોક્ષે જવું છે ?” ત્યારે કહે, ‘હા.” ત્યારે કહ્યું, ‘ત્યાં ના જશો.’ આના કરતાં તડબૂચું
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) લઈને બેસ. આ તો સંસારમાં જીવવાની દીવાદાંડીઓ છે.
બાકી જ્ઞાની પુરુષ એકલાનું જ મુક્ત હાસ્ય હોય. મુક્ત વાણી હોય. બીજા કોઈનું મુક્ત હાસ્ય, મુક્ત વાણી ના હોય. ખેંચાયેલી વાણી હોય. તમે ખેંચાયેલી વાણી સમજ્યા ? ટેન્શનવાળી વાણી સમજયા ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ટેન્શન, ટેન્શન ને ટેન્શન, જયાં જુઓ ત્યાં !
મતોલયથી મોક્ષ ? પ્રશ્નકર્તા : મોક્ષની સ્થિતિ અમે જે સમજ્યા છીએ તે એ કે જ્યારે માણસને કોઈ સંકલ્પ-વિકલ્પ ના રહે, દેહનું ભાન ન રહે. એક ફક્ત આત્મસ્વરૂપ જ થઈ જાય, એને કોઈ વિચાર કે કોઈ મન, બુદ્ધિ હોય જ નહીં તો એ સ્થિતિ...
દાદાશ્રી : એ આત્મસ્વરૂપ ના કહેવાય. મન-બુદ્ધિ-ચિત્ત એ ના હોય, તો એને આત્મસ્વરૂપ ના કહેવાય. આત્મસ્વરૂપ તો એની હાજરીમાં જ હોવું જોઈએ. એ તો આવા બનાવટી બધા બહુ છે, કલ્ચર્ડવાળા. એટલા બધા હિન્દુસ્તાનમાં આત્મજ્ઞાનીઓ છે પણ બધું કલ્ચર્ડ (બનાવટી) !
પ્રશ્નકર્તા : મન અટકી ગયા પછીની સ્થિતિ કેવી હશે ? અમારી કલ્પનામાં જ નથી આવતું.
દાદાશ્રી : પણ મનને અટકાવવાનું જ નથી.
પ્રશ્નકર્તા : પણ જે મોક્ષની સ્થિતિની આપે વાત કરી, એ સંકલ્પ-વિકલ્પ આવતાં બંધ થઈ જાય એનું નામ મોક્ષની સ્થિતિ, બરોબર ?
દાદાશ્રી : એવું છે ને, સંકલ્પ-વિકલ્પ બંધ કરવાના નથી. ‘તમારે' નિર્વિકલ્પી થવાનું છે. દેહ તો એની મેળે એક્ઝોસ્ટ થયા જ