________________
મન, શાંતિની વાટે...
તેમાં કાબૂ રહે છે કે નથી રહેતો ?
પ્રશ્નકર્તા : મન ચંચળ છે એટલા માટે આ કહ્યું.
૮૭
દાદાશ્રી : ચંચળ કર્યું નથી આમાં ? એ મને કહે. તું બોલ બોલ કરું છું તેય ચંચળ. મન એકલું ચંચળ નહીં, આમાં કયો ભાગ ચંચળ નથી ? તું જે આત્મા માનું છું તે આત્મા સચર છે. સચર એટલે ચંચળ છે અને જે દરઅસલ આત્મા છે, એ અચળ છે. એટલે સચરાચર જગત છે. સચરાચર શબ્દ સાંભળેલોને આપે ?
તે અત્યારે આ ભ્રાંતિમાં જ રહે છે, તમે જે આત્મામાં મુકામ કર્યો છે, જેને આત્મા માનો છો, તે સચર આત્મા છે. અને ભ્રાંતિ જાય ત્યારે અચળ પ્રાપ્ત થાય પછી થઈ રહ્યું. એટલે આ બધું ચંચળ જ છે. એટલે મનને કશું કાબૂમાં રાખી શકેલા જ નહીં. એ અહંકાર કરે એટલું જ છે. એ શું કરે ? અહંકાર. ‘હું મનને કાબુમાં રાખું છું.’ કાબૂમાં રહેવું, ના રહેવું એ તો કુદરતી છે.
પ્રશ્નકર્તા : મનને કાબૂમાં રાખવા શું કરવું પડે ?
દાદાશ્રી : શી રીતે કાબૂમાં રાખો તમે તો ? એક સંડાસ જવું હોય તો કાબૂમાં ના રહે, તો આ શી રીતે કાબૂમાં રહે તે ? આ લોકો ખોટા ઈગોઈઝમ (અહંકાર) કરે છે. કાબૂમાં રાખીને શું ઉપયોગ કરશો ?
પ્રશ્નકર્તા : કાબૂમાં રાખવાથી એના ઘણા ઉપયોગ થઈ શકે ને ? દાદાશ્રી : અત્યારે ઘણુંય મનને અમેરિકા જવું છે પણ જવાય છે ? એવું છે ને, આપણે પોલાં તો મન ચંચળ છે. આપણે પોલાં ના હોય તો એ ચંચળ છે જ નહીં. મન એ તો મોક્ષે લઈ જનારું નાવડું છે. મન સ્વભાવથી જ ચંચળ છે. અને ચંચળ ના હોય તો ખાવાપીવાનું યાદેય ના આવે. તો હવે શું કરવું છે એ કહોને ?
મત તિષ્ક્રિય તો બાપજી તડબૂચાં !
પ્રશ્નકર્તા : માઈન્ડનો વ્યાપાર ચાલ્યા જ કરતો હોય છે. એ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
તદ્દન બંધ કરી અને તદ્દન નિષ્ક્રિય બનાવવા પ્રયત્ન કરે કોઈ માણસ, તો એ શક્યતા ખરી ?
८८
દાદાશ્રી : એ નિષ્ક્રિય થયેલાં છે, એ તડબૂચાં જેવાં દેખાય છે. આમ તડબૂચાં મૂક્યાં હોયને એવાં દેખાય પછી !
મનને નિષ્ક્રિય તો કરાય નહીં કોઈ દહાડો. મનને નિષ્ક્રિય કરવું એ જોખમ છે. નિર્વિકલ્પી થવાની જરૂર છે. કેટલાક સાધુઓ ને એ બધા આમાં પડેલાં હોય છે. એ નિષ્ક્રિય કરવા ગયેલા. એમાં તો મનને લોકોએ ભાંગી નાખ્યું. મનને ભાંગી નાખવાથી શું થાય ? એક ફાયદો થાય કે એ બાપજીની પાસે હજારો માણસ બેઠાં હોય તેમને શાંતિ વર્તે. શાથી કે બાપજીનું મન શાંત થયેલું હોય, એટલું જ નહીં ઘણાં ભાગનું ઊડી ગયેલું હોય. લગભગ વિલય જેવું થયેલું હોય, વિલયની નજીકમાં જ. એટલે લોકોનાં મન ટાઢાં પડી જાય. મહીં વિચાર નહીં એટલે સ્પંદન ના થાય. મારું મન જેવું હોય ને એવા જ પ્રત્યાઘાત તમારી પર પડે, તમને પ્રભાવ પડે.
એટલે લોકો જે બેઠાં હોયને, તેને એમની જોડેથી વાત, શબ્દ સાંભળવાનાં સુખ કરતાં એમને જોવામાં બહુ સુખ આવે. એટલે ત્યાં મોટી સભા ભરાવાની. ત્યાં એમના દર્શન બહુ લોકો કરે. કારણ કે સુખ આવેને ! પણ બાપજીમાં કશોય સામાન ના હોય. સામાન-બામાન ખાલી ! કારણ કે પેલાં નિષ્ક્રિય થઈ ગયા છે. મહીં ચપળતા નથી. એટલે લોકોને એમની જોડે બેસવાથી શાંતિ થાય પણ પેલાનું અકલ્યાણ થાય. મહીં ગોટાળો છે, મહીં કશું નથી, અંદર અંધારું ઘોર. પણ બાપજીની પાસે જ્ઞાન શું ? અક્ષરેય નહીં, તડબૂચું ! મોઢા પર તો એવું દેખાય કે ખૂબ આનંદી હોય. પણ આનંદી એટલે શાંતિ, આનંદ નહીં ! ભગવાને તો એને તડબૂચું કહ્યું. અને જ્ઞાન વગર આગળ કેવી રીતે હેંડીશ તે ? ફરી મનની તો જરૂર પડશે. મોક્ષે જવું હોય તો મન ઊભું કરવું પડશે.
આવી રીતે ઘણા લોકો મન ભાંગી નાખે છે, શૂન્ય કરે છે.