________________
મન, શાંતિની વાટે...
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા: તો એને શું કહેવાય ?
દાદાશ્રી : મનની શાંતિ એ તો એનું નામ જ મનની શાંતિ છે. અને સેલ્ફ રિયલાઈઝ તો પરમાનંદ હોય. એટલે ઉપાધિમાંય આનંદ હોય. ગમે તેટલી આધિ, વ્યાધિ, ઉપાધિ હોય પણ સમાધિ રહે, એનું નામ સેલ્ફ રિયલાઈઝેશન કહેવાય.
મનની શાંતિથી આગળ નથી જોઈતું ? મોક્ષે જવું છે કે નથી જવું?
પ્રશ્નકર્તા : જવું છે.
દાદાશ્રી : મનની શાંતિ તો સહેજમાં હોય. બાકી અહીં તો મોક્ષ જવાની ચીઠ્ઠી ફડાવી લેજો. આ બધાએ મોક્ષે જવાની ચીઠ્ઠી ફડાવી લીધી. તમે જાણતા નથી, અહીં મોક્ષની ચીઠ્ઠી ફાડી આપે છે એવું ?
એવું છે ને, મનનો જન્મ ના થાય એ ઉત્તમ. જેનું મન વશ થઈ ગયેલું હોય તેની પાસે જઈએ તો મનની શાંતિ થાય. એટલે તમારે મનની શાંતિ કરવી હોય તો અહીં આવજો. તમારે જે જોઈતું હોય, આ દુનિયામાં તમે જે માગો એ આપવા તૈયાર છું.
કોણ ચંચળ, કોણ અચળ ? પ્રશ્નકર્તા: મનુષ્યનું મન ચંચળ કેમ હોય ?
દાદાશ્રી : એનો સ્વભાવ જ ચંચળ છે. એ અચળ થાય એવું છે જ નહીં. મન મનોધર્મમાં રહેવું જ જોઈએ. નહીં તો સ્થિર થયું કે એ તો બ્લેટ (બુટ્ટ) થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ મન ચંચળ છે, એ સ્થિર થોડો વખત જ રહી શકે
મન ચંચળ છે, તો આત્મા અચળ છે. નહીં તો મનને અચળ કરશો તો આત્મા ચંચળ થશે. એવું છે, આ તો બધું બેલેન્સ (સમતોલન) છે. કાઉન્ટર વેઈટ છે બધાં. જો પાંચ શેરી આમ નાખશો તો આ બાજુ ત્રાજવું કંઈનું કંઈ ઊંચું જતું રહે.
પ્રશ્નકર્તા : મન આમ આંટા માર્યા કરે છે એટલે મારે ચંચળતા ઓછી કરવી છે.
દાદાશ્રી : પારકી પીડા શું કરવા કર્યા કરો છો ? જુઓને, આવું જ જ્ઞાન વર્તે છે કે આ ચંચળ છે, તે અચળ કરો કહે છે હવે. આ તો મિકેનિકલ છે, શી રીતે અચળ થાય ? અચળ કરવા જઈએ, પણ તે નાક બંધ કરીએ, દબાવી દઈએ તો અચળ થાય. પણ તે પછી શું કામનું ? મરી જાય તો અચળ થાય. નાક દબાવી દઈએ ને કે ચૂપ ! કાયમનો ચૂપ થઈ જાય. પણ એ તો કામનું નહીંને ! લોકોને એ પસંદ ના પડે, કહેશે. એ તો મરી ગયા ઊલટાં !
પ્રશ્નકર્તા : માણસના મનમાં ચાલતા વિચારો પર કાબૂ લાવવા માટે શું કરવું ?
દાદાશ્રી : શું કામ છે, કાબૂ લાવીને ? પણ ફાયદો શો છે એમાં ? ચાલતા વિચારો તો એવું છે ને, વિચાર જે આવે છે ને, એ વિચાર જુદા છે અને તમે જુદા છો. જે વિચાર તમને ગમે છે, તેમાં તમે તન્મયાકાર થાવ છો. અને ના ગમે તેમાં તમે તન્મયાકાર થાવ છો ? કેમ નથી થતા?
પ્રશ્નકર્તા : રસ નથી પડતો એટલે.
દાદાશ્રી : તો પછી ગમતા વિચારોમાં તમે શું કરવા ભેગા થાવ છો તે ?
પ્રશ્નકર્તા : પણ બધા જ મહાપુરુષો વિચારો ઉપર કાબૂ મેળવવા માટે કહે છે.
દાદાશ્રી : પણ મારું કહેવાનું કે તમને વિચાર ના ગમતા હોય
દાદાશ્રી : પણ મનની ચંચળતાને અચળતા કરવી એ ગુનો છે.