________________
મન, શાંતિની વાટે...
કહેવાય. ભગવાનની સત્તા બધી, પણ પ્રતિનિધિ. તમારે કશું જોઈતું હોય તો સત્તા અમારી પાસે છે બધી.
પ્રશ્નકર્તા : મનની શાંતિ જોઈએ, બીજું કશું નહીં.
દાદાશ્રી : ઓહો ! એ તો તરત આપી દઈએ, રોકડી, એમાં તો ઉધાર-બુધાર નહીં. એ ખોળવા જાવ તો બધે ઉધારી હોય છે ને ! આ તો રોકડું.
૭૯
પ્રશ્નકર્તા : આજકાલ પેશન્ટો (દર્દીઓ)નો કૉમન (સામાન્ય) સવાલ હોય છે કે માનસિક શાંતિ શામાં મળે ?
દાદાશ્રી : માનસિક શાંતિ શેમાંથીય મળે નહીં. માનસિક શાંતિ મળે જ શી રીતે આ લોકોને ? અશાંતિ જ ખોળે છે. એ શોધમાં છે અશાંતિની ! સહજ ભાવે રહે તો બધી શાંતિ જ રહે. ખાધા પછી ઊંઘ આવતી હોય તો સૂઈ જાય ઘડી વાર. સૂઈ જાય ત્યારે ચાર કલાક સૂઈ જાય, એવું આ પોતે જ અશાંતિ કરી વાતાવરણ બધું બગાડી નાખે છે. અહંકારે કરીને બગાડે છે. જો અહંકાર જરા નૉર્મલ (સામાન્ય) હોય ને તો આ દશા ના થાત.
અશાંતિ તમે જોયેલી ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : શું દવા ચોપડો છો ?
પ્રશ્નકર્તા : કંઈ નહીં.
દાદાશ્રી : દવા ચોપડ્યા વગર શી રીતે જાય ? જાય શી રીતે ? આ અશાંતિ કોણે ઊભી કરી હશે ?
પ્રશ્નકર્તા : આપણા મનમાંથી જ.
દાદાશ્રી : જે અશાંતિ ઊભી કરે, તેની આપણે ફ્રેંડશિપ (મિત્રાચારી) ના કરવી જોઈએ ને ? આ તો એના વગર ગમતું નથી. એને ગળે
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
હાથ નાખીને ફરવા જોઈએ. અને પથારીમાં જોડે સુવાડે, હું કે ! બાર વાગ્યા સુધી પથારીમાં જોડે સુવાડે. એને કહીએ, ‘જા, અહીંથી. મેલ પૂળો !’ અશાંતિ થાય ત્યારથી એ ‘દુશ્મન’ છે એમ નથી સમજાતું ? ઓળખવું તો જોઈએ ને આપણે કે કોણ આપણું ને કોણ પારકું, એમ ના ઓળખવું જોઈએ ?
પ્રશ્નકર્તા : મનની અશાંતિ દૂર કરવા શું કરવું ?
દાદાશ્રી : મનની શાંતિ તો, આ સત્સંગમાં બેસવાથી, સત્સંગનાં બે શબ્દ આરાધન કરવાથી તો શાંતિ થઈ જાય, નહીં તો એમ ને એમ શાંતિ થાય નહીં ને ? મન શાથી અશાંત થયું છે તે તપાસ કરવી પડે આપણે. એની તપાસ કરવી પડે કે ના કરવી પડે કે પૈણ્યા નથી તેથી અશાંત થયું છે કે ભણ્યા નથી તેથી અશાંત થયું છે, એનું કંઈ એ તો ખોળી કાઢવું પડે ને ?
આપણું મત, આપણો જ ફોટો !
પ્રશ્નકર્તા : મન જે કૂદાકૂદ કરતું હોય છે, મન સ્થિર રહેતું નથી અને જે શાંતિ જોઈએ છે, એ શાંતિ મળતી નથી.
દાદાશ્રી : મન કૂદાકૂદ કરતું હોય ત્યાં સુધી શાંતિ શી રીતે
८०
થાય ?
પ્રશ્નકર્તા : એને વશમાં લેવા માટે શું કરવું ?
દાદાશ્રી : એ તમે જે કરવા જશોને, તેથી કૂદાકૂદ વધશે. કંઈક કરવા ગયા કે કૂદવાનું. એ કહે છે કે તમે શાંત થાવ તો હું શાંત થાઉં. એટલે હું તમને રસ્તો કરી આપું ને તો જ તમે શાંત રહેશો. એટલે એની મેળે જ મન શાંત થઈ જાય. પછી માઈન્ડ (મન) દશે જ નહીં.
મન એ તમારો ફોટો છે. અરીસામાં તમે ફોટો દેખો, તમારો ફોટો દેખાય એ જ તમે છો. તમે શાંત થઈ જાવ તો મન શાંત થઈ