________________
મન, શાંતિની વાટે...
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દરેક જીવને ચક્કર આવે. મનુષ્યને આવે અને દરેકને આવે. પણ બિચારો ફર ફર કરે છે. પછી ઘાંચીય સારો હોય છે તે આવડું મોટું ખોળનું ઢેકું લઈ તેના મોં આગળ ધરે અને પેલો લહેરથી જમેય ખરો !
પ્રશ્નકર્તા : તો ચક્રો ઉપર એકાગ્ર કરવાથી કશું વળે નહીં ?
દાદાશ્રી : ના. મનના વિચારોને જોયા કરો એ વળે. બાકી જોયા કર્યા સિવાય બીજું કોઈ કાર્ય કરવા જશો, એ માથાકૂટ પડશે.
પ્રશ્નકર્તા : પણ એકાગ્રતાથી શૂન્યતા આવે ખરી ?
દાદાશ્રી : આવે ખરી, પણ તે શૂન્યતા રીલેટિવ (સાપેક્ષ) છે. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (વિનાશી ગોઠવણી) છે.
પ્રશ્નકર્તા : તે વખતે આ મન ને બુદ્ધિ શું કરે ?
દાદાશ્રી : સ્થિર થાય થોડીવાર. પણ હતું તેનું તે જ. એમાં કશું વળે નહીં આપણું. આપણો ધારેલો પ્રોગ્રામ પૂરો થાય નહીં. આપણને જરા હેલ્પીંગ (મદદ) રહ્યા કરે. એ આપણને નુકસાનકર્તા એવું નથી. પણ જો કદી એબવ નોર્મલ (વધારે પડતું) થઈ ગયું હોય તો, એ તો મહાન રોગિષ્ટ છે. મારી પાસે યોગવાળા બધા આવે છે. તે યોગવાળા બધા એબવ નોર્મલ (અસહજ) થઈ ગયેલા હોય છે. તે અહીં દર્શન કરવા આવે ને, તે પહેલાં તો એનું આખું શરીર ધ્રૂજે છે, અહીં ઝાલી રાખવા પડે છે. કારણ કે ઇગોઇઝમ (અહંકાર) ભરાયેલો છે મહીં, તે નીકળે છે.
તમે બહુ એકાગ્ર કરીને મનને મારી નાખો. મારી નાખવું નથી ને ?
પ્રશ્નકર્તા : ના, ના. આ તો શાંતિ માટે કરવું છે.
દાદાશ્રી : દરેક મહિનામાં એક દહાડો ચોવીસ કલાકની શાંતિ રહે કે ચાર દહાડાની ? કેવું જોઈએ તમારે ?
પ્રશ્નકર્તા : ખરેખર તો આખો મહિનો શાંતિ જોઈએ.
દાદાશ્રી : એમ ? ત્યારે એ તો જ્ઞાની પુરુષની કૃપાથી થાય.
જરૂર, સારા ભોમિયાની ! કોઈ ધર્મ જ પાળ્યો નથી અત્યાર સુધી ? પ્રશ્નકર્તા : પાળ્યો છે.
દાદાશ્રી : ધર્મ જો પાળ્યો હોય તો મનની શાંતિ થાય જ. મનની શાંતિ સહેલામાં સહેલી વસ્તુ છે, નાનામાં નાની બાબત છે. કોઈ ગમે તે ધર્મ પાળે ને તો પણ શાંતિ થઈ જાય. સંસારના ધર્મોથી મોક્ષ ના થાય પણ શાંતિ તો થાય જ ને ? કોઈ ધર્મ પાળ્યો નથી ? પાળ્યો હોય તો સાચો પળાયો નથી. કયો ધર્મ પાળો છો ?
પ્રશ્નકર્તા : હિન્દુ ધર્મ.
દાદાશ્રી : હિન્દુ ધર્મ તો ખોટો નથી. બહુ સરસ છે. કોઈ રસ્તો દેખાડનાર બરોબર નહીં હોય. હિન્દુ ધર્મનું ડ્રાઈવ (માર્ગ) તો બહુ સુંદર છે. તદન સાચું ડ્રાઈવ છે. પણ ભોમિયો સારો નહીં મળ્યો હોય, ગાઈડ (ભોમિયો) કહે છે ને !
પ્રશ્નકર્તા : રસ્તો બતાવનારા સારા છે અને એમની જોડે બેસીએ પણ છીએ.
દાદાશ્રી : તો શાંતિ ના થાય ? શાંતિ નાનામાં નાની બાબત, છમકલાં કહેવાય. તો જેની પાસે બેસતા હોય, એને શાંતિ નહીં થયેલી હોય એ માણસને. એ તો પૂછવું પડે કે જો તમને શાંતિ થયેલી હોય તો બેસું, નહીં તો નકામું શું કામ બેસું ? બીજી દુકાને જઉં ને !
દરેક દર્દી અશાંતિતો ! પ્રશ્નકર્તા : હવે ખરું તો ગુરુની શોધમાં છીએ.
દાદાશ્રી : ગુરુ તો મળ્યા નહીં ? ક્યાંય નહીં ? સારું છે. જ્ઞાની પુરુષ તો મળ્યા ને ? જ્ઞાની પુરુષ એટલે ભગવાનના પ્રતિનિધિ