________________
મન, શાંતિની વાટે..
૭૫
૭૬
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રિયતા વધારે છે અને ભગવાન ઉપર પ્રિયતા નથી. જ્યાં પ્રિયતા વધારે હોય ત્યાં મન સ્થિર થાય. પૈસા ગણતી વખતે મને ચોક્કસ રહે કે ના રહે ?
પ્રશ્નકર્તા : હા, રહે ને !
દાદાશ્રી : જુઓને, કેવો ડાહ્યો ! એ ઘડીએ એની વાઈફ બોલવવા આવે તો કહે, ‘હમણે નહીં, પછી આવજો.’ તેય ગણતરીમાં ભૂલ ન થાય એટલા હારુ. ત્યાં બહુ પાકો.
પ્રશ્નકર્તા : પૈસામાં તો એકાગ્રતા રહે જ ને ?
દાદાશ્રી : તો બોલો હવે, ત્યાં રહે ને ભગવાનની પૂજામાં નથી રહેતું. શું ભેદ હશે એમાં ? અરે, શાક લેતી વખતે એકાગ્ર રહે અને અહીં નથી રહેતું, એનું શું કારણ ? આ તો ના છૂટકે કરવું પડે છે, પરાણે. ફરજિયાત ! આ નહીં કરીએ તો બગડી જશે એવા ભયથી કરીએ છીએ. જેટલી પૈસા જોડે રુચિ એટલી ભગવાન જોડે રુચિ ના જોઈએ ? તે કેમ રાખતા નથી ?
પ્રશ્નકર્તા : હવે એના માટે રસ્તો શો ?
દાદાશ્રી : ભગવાન પર રુચિ કરવાનો રસ્તો તો, અહીં આવજો. હું તમને બતાડીશ બધો. પણ રુચિ થઈ નથી. લક્ષ્મી ઉપર રુચિ છે. બાકી મન એકાગ્ર તો કરી શકે એવું જ છે. મન બધી શક્તિવાળું છે. મન ફ્રેક્ટર નથી થઈ ગયું. આપણો સ્વભાવ બગડી ગયો છે.
એટલે આ ભૂલ પ્રિયતાની છે, તમે ત્યાં આગળ પ્રિયતામાં લોકસંજ્ઞાથી ચાલ્યા. લોક શું કહે છે કે “પૈસાથી સુખ છે' એવું તમેય માની લીધું. ભગવાનનું કહેવું ના માન્યું. ભગવાને કહ્યું કે ‘લોકસંજ્ઞામાં સુખ નથી, જ્ઞાનીની સંજ્ઞાથી મોક્ષ છે.’ લોકોએ પૈસામાં સુખ માન્યું, વિષયોમાં સુખ માન્યું અને તમે જો પૈસા અને વિષયોમાં સુખ માનો તો ભગવાનનું કહેવું માનતા નથી. ભગવાને શું કહ્યું કે “જ્ઞાનીની સંજ્ઞાથી ચાલજો.” જ્ઞાનીએ જેમાં સુખ કહ્યું તેમાં વર્તો.
પ્રશ્નકર્તા : જ્ઞાનીએ કહ્યું તેમ વર્તવાનું.
દાદાશ્રી : હા, જ્ઞાનીનો પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય અને એ તમને મોક્ષને રસ્તે જ ચઢાવે.
- એકાગ્રતા, ડ્રાઈવિંગ ટાણે ! કોઈ દહાડો અહીંથી મુંબઈ સુધીનું ડ્રાઈવિંગ કરો ને તો બધું એકાગ્ર ! ઘરબાર બધું ભૂલી જવાનું ! જો એકાગ્ર રહે છે કે નહીં ? પછી જોજો એ લોકોને ! એ એકાગ્ર રહે છે, તેથી શેઠિયાઓ ડ્રાયવર થાય છે ને ડાયવરને કહે છે કે, “ભાઈ, તું મહીં (શેઠની જગ્યાએ બેસ !! લોકો કહે છે, આ શેઠિયાઓને આવો શો શોખ હોતો હશે ? ગાડી હાંકવાનો ? પણ એમનું એકાગ્ર થાય છે ને ! પેલું વ્યગ્ર થયું હોય ને, તે ઠીક થઈ જાય છે, તે આનંદ થાય છે. આખો દહાડો વ્યગ્ર, વ્યગ્ર, ભટક, ભટક કર્યા કરતો હોય છે અને ગાડી ચલાવવા બેઠો ને એકાગ્રતા ! અને આમાં એકાગ્ર ના થાય તો અથડાઈ પડે. એટલે કાં તો ભયથી એકાગ્ર થાય કે કાં તો ભગવાનનો તમને ખૂબ ભય લાગતો હોય તો તમે એકાગ્ર થાવ. કાં તો એની ઉપર રુચિ ઉત્પન્ન થતી હોય, રૂપિયા જેવી, લક્ષ્મી જેવી રુચિ ઉત્પન્ન થતી હોય તો થાય. એ રુચિ ઉત્પન્ન કરવા માટે શું કરવું ? તે પ્રયત્ન કરવા જોઈએ, બસ ! ત્યારે લોકો તેને બદલે આમ ચક્કર ઉપર ગોઠવે છે ને આમ ગોઠવે છે ! મૂઆ, આ તો ઊંધો રસ્તો આમ ફર ફર કરીએ, ગોળ ફર ફર કરીએ, કેટલા માઈલ ગયા ? ઘાંચીનો બળદ કેટલા માઈલ ચાલ્યો ?
પ્રશ્નકર્તા : ત્યાંનો ત્યાં જ.
દાદાશ્રી : તે એના જેવો આ યોગનું પેલું કરવા છતાં, ગોળ ફર ફર કર્યા કરવું ને મનમાં માનવું કે દોઢસો એક માઈલ થયા હશે ! તે ઘાંચીના બળદને દાબડા બાંધીને ફેરવે છે? શાથી દાબડા બાંધે છે?
પ્રશ્નકર્તા : એને ચક્કર ના આવે. દાદાશ્રી : એને ચક્કર ના આવે. ગોળ ગોળ ફરે ને, એટલે