________________
મન, શાંતિની વાટે.
મારું મન બહુ નબળું થઈ ગયું છે.' ત્યારે મૂઆ નબળું ના થાય તો શું કરવું તે ? અને કહેશે, ‘ભગવાનની ભક્તિ કરું છું તોય એકાગ્ર થતું નથી. તે ઘડીએ કંઈ આઘુંપાછું થઈ જાય છે. તમારે એકાગ્ર થાય છે કે નહીં થતું ?
પ્રશ્નકર્તા : થાય છે. દાદાશ્રી : કેટલો વખત ? પ્રશ્નકર્તા : લગભગ કલાક.
દાદાશ્રી : તે ઘડીએ કો'ક આવીને કહે કે બહાર પોલીસવાળો આવ્યો છે, એટલે એકાગ્રતા થાય પછી ? મન એકાગ્ર તો કોનું નામ કહેવાય કે, પોલીસવાળો આવે કે વાઘ બૂમો પાડતો હોય તોય એકાગ્રતા ના તૂટે. એનું નામ એકાગ્ર કહેવાય. આને એકાગ્ર કેમ કહેવાય તે ? આ તો કહેશે, “પોલીસવાળો આવ્યો છે તે તમારું નામ લે છે.” એટલે મહીં ફટાકા મારે. મન ક્યાંય જતું રહ્યું હોય ! કેમ પોલીસવાળો કંઈ વાઘ છે ? અને વાઘ હોય તોય શું ?
લોકો કહે છે, મારું મન એકાગ્ર નથી રહેતું. ત્યારે મેં કહ્યું, ‘મન લપટું થઈ ગયું છે ?” ત્યારે કહે, ‘હા, મન લપટું થઈ ગયું છે.” અલ્યા, મન લપટું નથી થયું. તું લપટો થઈ ગયેલો છે. મન તો કેવું સરસ ડિઝાઈનવાળું છે ! મન તો વાપરતાં નથી આવડતું.
તોટો ગણતી વખતે ! પ્રશ્નકર્તા: મારો પ્રશ્ન એ હતો કે સતત જપ કરીએ, માળા ફેરવીએ તોય એકાગ્રતા કેમ નથી થતી ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) દાદાશ્રી : કોણ હરત કરે છે એમાં ?
પ્રશ્નકર્તા : મન. મનની એકાગ્રતા નથી રહેતી. ખૂબ ચિંતન કરીએ પણ પાછું ફરી જાય. - દાદાશ્રી : હા. પણ મન તો હવે પૈડું થઈ ગયું હશે ને કે જવાન છે હજુ ?
પ્રશ્નકર્તા: જે છે એવું છે.
દાદાશ્રી : નહીં, પૈડું થઈ ગયેલાને શું જોવાનું ? છો ને બૂમાબૂમ કરે. આપણે જુદા, મન જુદું. તમે ને મન, બે જુદાં નહીં ?
પ્રશ્નકર્તા: મન જુદું ન હોવું જોઈએ.
દાદાશ્રી : તો એક જ હોય ? ભગવાનની ભક્તિ કરતી વખતે મન ઠેકાણે રહે છે ? મન આઘુંપાછું થાય છે ?
પ્રશ્નકર્તા : આઘુંપાછું થાય છે હવે. એવી કંઈક ચાવી બતાવો કે જેથી હંમેશા મન સ્થિર થાય. - દાદાશ્રી : એ મનનો દોષ નથી, દોષ આપણો છે. મન એવું નથી. મન તો બહુ સારું છે બિચારું. જે મન આઘુંપાછું થાય છે, જેપવા દેતું નથી, એ આપણો દોષ છે. તમે બેંકમાં જાવ, દસ હજાર રૂપિયા લેવાના હોય, તે ઘડીએ મન સારું રહે કે ના રહે ? મન એકાગ્ર રહે ?
પ્રશ્નકર્તા : હા, રહે.
દાદાશ્રી : ત્યારે બળ્યું, પૈસો વહાલો છે અને ભગવાન વહાલો નથી. ભગવાન જો એટલો વહાલો હોય તો મન એમાં રહે જ, પૈસાની ઉપર વહાલ વધારે છે ત્યારે એની પર રહે જ. તો મનને ભટકવાની ટેવ નથી. તમે વાંકા છો. મન તો બહુ ડાહ્યું છે. જો પૈસા હોય તો આમ પઈ એ પઈ ગણે. સામો છોકરો આવે તોય એની સામે જુએ નહીં. નહીં તો ગણવામાં ભૂલ થાય, એટલા હારુ. એટલે મન તો તમારું બહુ સરસ છે. આ ભૂલ જ તમારી છે કે તમને પૈસા ઉપર
દાદાશ્રી : પણ વ્યગ્રતા તો થાય છે ? એકાગ્રતા કરતાં વ્યગ્રતા મોટી, તે મોટી સારી કે નાની સારી ? બે થવાનું, કાં તો એકાગ્રતા થવાની કાં તો વ્યગ્રતા થવાની.
પ્રશ્નકર્તા : એકાગ્રતા સારી ને ?