________________
મન, શાંતિની વાટે.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : આપણે.
દાદાશ્રી : શાથી આપણે કર્યું ? આપણે જાણી-જોઈને અસ્થિર કર્યું? આપણને હિતાહિતની ખબર નથી, પોતાનું હિત શેમાં અને અહિત શેમાં એની ખબર નહીં હોવાથી મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. પોતાનું હિતનું શેમાં ને અહિતનું શેમાં એવું જો ખબર હોત તો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન તો આઉટ ઓફ કંટ્રોલ (કાબુ બહાર) થઈ ગયું. હવે હિતાહિતની સમજણ આપે એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી સ્થિર થાય. એવા જ્ઞાની પુરુષની કપા લેવી પડે કે પોતે સ્થિર થયેલા હોય, નિરંતર સ્થિરપણે જ રહે. પછી આપણને સ્થિર કરી આપે. તો બધું કામ થાય, નહીં તો થાય નહીં કશુંય.
પછી મન સ્થિર ના રહે તો તમારે મનને કહેવું, ‘દાદા ભગવાને કહ્યું છે. તમે સ્થિર નહીં રહો તો નહીં ચાલે. નહીં તો દાદા ભગવાનને ફરિયાદ કરીશ.' એવું તમે કહેજોને, એક-બે વખત, તોય ના માને તો મારી પાસે આવજો.
ન કહેવાય એને આધ્યાત્મિક ! પ્રશ્નકર્તા : ઘણીવાર આધ્યાત્મિક લાગતા માણસોના મનની એકાગ્રતા કેમ લાગતી નથી ? મનની સ્ટેબિલિટી (સ્થિરતા) મેળવી શકતા નથી.
દાદાશ્રી : મન સ્થિર નથી થયું. માટે એ આધ્યાત્મિક જ નથી. રેલવેના પાટા ઉપર ચઢે, ત્યારે આધ્યાત્મિક કહેવાય. ત્યાં સુધી પાટા ઉપર ચઢ્યું જ નથી. પાટા ઉપર ચઢે એટલે પછી રાજધાની એક્સપ્રેસની માફક ચાલશે. આ તો મનમાં માની બેસે છે, હું આધ્યાત્મિક છું.
પ્રશ્નકર્તા : આધ્યાત્મિકમાં આ જ મોટો પ્રશ્ન છે કે મનની એકાગ્રતા મેળવવી. હું તો સતત જપ કરું છું પણ એકાગ્રતા જોઈએ એવી નથી.
દાદાશ્રી : અને આ લોકોને જ્ઞાન લીધા પછી એમ ને એમ
મન વશ થઈ ગયેલું છે ! ચિંતા બિલકુલ નથી થતી અને મન વશ વર્યા કરે છે. કોઈ ગાળો ભાંડે તોય મન વશ રહે, એ શું હશે ?
શું રણ છે વ્યગ્રતાતો ? પ્રશ્નકર્તા : ધ્યાન કરીએ તોય બરોબર એકાગ્રતા રહેતી નથી.
દાદાશ્રી : પણ શેને માટે કરો છો ધ્યાન ? વ્યગ્રતાનો રોગ થઈ ગયો છે ? વ્યગ્રતાનો રોગ થયો હોય તો એકાગ્રતા કરવાની.
પ્રશ્નકર્તા : રોગ નથી પણ મન અસ્થિર રહે છે.
દાદાશ્રી : અસ્થિર ક્યાં રહે છે ? મન આખો દહાડો કામ કર્યા કરે છે. મન સરસ છે. શું કરવા હેરાન કરો છો બિચારાને ? વ્યગ્રતાનો રોગ થયો હોય તો આખો દહાડો કોચ કોચ કરે, ત્યારે એકાગ્રતા કરવી પડે. આખો દહાડો કોચ કોચ કરે છે ?
પ્રશ્નકર્તા : ધંધો છે, બધું છે પણ કશામાં એકાગ્રતા નથી રહેતી.
દાદાશ્રી : એકાગ્ર થયેલો માણસ જ નહીં મળ્યો હોય. ભોમિયા (ગાઈડ) મળ્યા નહીં હોય ? એને પોતાને એકાગ્રતા વર્તતી હોય તો આપણને એકાગ્રતા થાય જ. ભલે મોક્ષનો માર્ગ ના મળે, પણ સંસાર માર્ગ તો બધો મળે કે ના મળે ?
પ્રશ્નકર્તા : તો ક્યાં જઈએ ?
દાદાશ્રી : આપણે પેપરમાં લખીએ કે ભઈ, કોઈ એકાગ્રતાવાળા મળશે તો એને હું લાખ રૂપિયા આપવા તૈયાર છું. પછી ત્યાં આગળ જઈ દુકાનમાં બેસી જવાનું. એ આપણા જેવો અને આપણે એના જેવા, ત્યાં આગળ બહુ દહાડો વળે નહીં. અને એકાગ્ર થવાની તમારામાં શક્તિ તો છે જ. તમે દુરુપયોગ કરો છો. એકાગ્ર થવાની શક્તિ જતી રહી છે તમારી ?
કકળાટ કરવાથી આપણું મન ફેક્યર થઈ જાય. પછી કહેશે,