________________
મન, શાંતિની વાટે...
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
જાય. અત્યારે છે કશી ભાંજગડ મનની ? જુઓ પછી બૂમ ના રહે. નહીં તો અનંત અવતારથી મન વશ ના થાય. આ દુનિયામાં બધી ચીજો વશ થાય, આખી દુનિયાનું સામ્રાજ્ય ભેગું કરી શકે પણ મન વશ ના થાય.
પ્રશ્નકર્તા : એક મિનિટ સ્થિર રાખવા ગયા એમાં તો મન ક્યાંય કૂદી પડે, ક્યાંય ચાલ્યું જાય. પાછું એને ખેંચીને લાવીએ ત્યાં પાછું થોડુંક સ્થિર થાય.
દાદાશ્રી : હા, તે ક્યાંનું ક્યાંય જતું રહે. ધક્કો મારીને તેલ કાઢી નાખે. ઘડીવાર જંપવા ના દે. એ મન અમે જોયેલું ને ! અમે એય જોયેલું અને પછી આ સ્થાન પર આવેલા, પણ એ વશ થઈ ગયું. એટલે પછી ગયું, આખા બ્રહ્માંડનું સામ્રાજ્ય મળી ગયું. અમને ૨૬ વર્ષથી ટેન્શન ઊભું થતું નથી. ૨૭મું વર્ષ બેસે છે. આ ટેન્શન ઊભું થયું નથી. કારણ કે મન વશ થઈ ગયેલું. એટલે આ બધાનું અમારા પ્રતાપ થકી, અમારી કૃપા થકી એટલે અમારી એટલે મહીં ભગવાનની હોં, મારી નહીં. મહીં દાદા ભગવાનની કૃપા થકી, આ બધાનું કલ્યાણ થઈ ગયું. એવાં ૬૦ હજાર માણસનું કલ્યાણ થયું છે.
મનને બાંધવાનું એમાં શું ? તે દવા આપીએ. પણ તેમાં ફાયદો ના થાય કશું. મિથ્યાત્વ જાય નહીં. મિથ્યાત્વ જાય તો મોક્ષે જાય. મન તમારી પાસેથી લઈ લઈએ ને શાંતિ આપીએ, તો વધારે મિથ્યાત્વ બાંધે ઊલટું. શાંતિ રહે ને એટલે વધારે ચકરાવે ચઢવાનું. પહેલી મનની શાંતિ કરીએ. પછી કાયમનું સુખ. કાયમનું સુખ જોઈએ છે ને પાછું ?
પ્રશ્નકર્તા : મનની શાંતિ પછી કઈ જાતનું રહે છે, એ સંજોગો ઉપર આધાર રહે.
દાદાશ્રી : પહેલાં મનની શાંતિનાં બે પડીકાં આપીએ. પછી તમને જે જોઇએ તે આપીએ.
પ્રશ્નકર્તા : એવી શાંતિ નહીં, કંઈ આત્માનું કલ્યાણ થાય એ
રીતની શાંતિ. દાદાશ્રી : હા, એ ખરું.
શાંતિ ખપે કે પરમાનંદ ? પ્રશ્નકર્તા : જેઓ પાસે જ્ઞાન નથી, એ માણસોએ શાંતિ માટે શું પ્રયાસો કરવા ?
દાદાશ્રી : શાંતિ એ તો ગરીબો માગે, ભીખ માગે. એ તો ગરીબ લોકોની માંગણી. તમે મનની શાંતિ કેમ માંગી ? મનની અશાંતિ તો આ શ્રીમંતો ખોળે, કે જો અશાંતિ થાય તો આ દુનિયામાં રાગ છૂટે. નહીં તો રાગ છૂટે કેમ કરીને ? રાગ છોડવાનું ઉત્તમ સાધન છે આ મનની અશાંતિ. મનની શાંતિમાં વધારે રાગ બેસને. અશાંતિનો કાયદો એવો છે કે એની મુદત પૂરી થાય એટલે જતી રહે અને અશાંતિ ઉત્પન્ન ના થાય. અગર તો એવું જ્ઞાન, સભર જ્ઞાન આપણી પાસે હોય ને તો અશાંતિ ઉત્પન્ન ના થાય.
આ અણસમજણથી જ આ બધી અશાંતિ છે. દુનિયામાં દુઃખ હોય જ નહીં. આ દુ:ખ તો પોતાની અણસમજણના છે. ગેરસમજણના ઇન્વાઇટેડ (આમંત્રેલાં) દુઃખ છે, ઇન્વાઇટ કરેલાં છે.
એ તો હું આ આપું છું ને એટલું કર જોઈએ, શાંતિ તારી થઈ જશે. એમાં જ્ઞાન ના હોય, તેને મનની શાંતિ થાય. અને જ્ઞાન આપું ને પાંચ આજ્ઞા આપું, એ પાળે ત્યારે એને પરમાનંદ હોય. મનની શાંતિ એ તો એક જાતનું મન અશાંત નથી થયું એવું લક્ષણ. પણ જ્ઞાન, પરમાનંદની વાત તો જુદીને ! પરમાનંદી ભગવાન થઈ ગયો.
મન કાયમને માટે વશ થઈ જાય એવી ઇચ્છા ખરી ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : બાકી મનની શાંતિ તો થાય અને પછી વળી પાછું ચઢી બેસે મન, એ શું કામનું ? ટેમ્પરરી એડજસ્ટમેન્ટ (વિનાશી)