________________
અંતઃકરણ સામે જાગૃતિ
૬૫
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
એવું નથી. એટલે હવે આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારની ગોઠવણી એવી કરો કે આ જિંદગી કંઈક લેખે લાગે. આપણું પોતાનું કલ્યાણ થઈ ગયું પણ આ લેખે ક્યારે લાગે કે બીજાનું કલ્યાણ થાય તો. મહાવીર ભગવાનેય પારકાના કલ્યાણ માટે જ જીવ્યા હતા આખી જિંદગી. કારણ કે એમનું તો કલ્યાણ થઈ ગયું હતું. એટલે આવું કંઈક કરો હવે ધમધોકાર !
આપણું મન આટલું સારું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે ? એમને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર હી હોય પણ સુંદર હોય. આવાં ગાંડાં ના હોય. સુંદર એટલે એ અહંકારેય આપણને મનોહર લાગે. મનોહર એટલે મનનું હરણ કરનારો લાગે. હવે જેટલી શક્તિ એક મનુષ્યમાં છે એટલી બીજામાં શક્તિ ખરી કે નહીં ? ઇન્ડિયામાં બર્થ (જન્મ) છે, અહીંનો જન્મેલો છે, તો શક્તિ બધામાં ખરી જ ને એને ડેવલપ કરવાની જરૂર.
જ્ઞાનીનું અંતઃકરણ કેવી રીતે કાર્ય કરતું હોય ? ‘પોતે’ જો ખસી જાય તો ‘અંતઃકરણથી ‘આત્મા’ જુદો જ છે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્ય અંતઃકરણથી ચાલ્યા કરે. છૂટું પાડ્યા પછી જ્ઞાનીનું અંતઃકરણ પોતે જ સ્વભાવિક કામ કર્યા કરે. કારણ કે ડખોડખેલ બંધ થઈ ગઈ ને, એટલે અંતઃકરણનું કાર્ય સારામાં સારું ને જ્યાં જરૂર હોય ત્યાં જ થાય ને લોકોને ઉપયોગી થઈ પડે. આત્મા જુદો થઈ જાય તો સાંસારિક કાર્યો અંત:કરણથી ચાલ્યા કરે. એનું નામ જ સહજ !
મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર હાજર ને હાજર રહે, તેનાથી સંપૂર્ણ જાગૃતિ રહે. વીતરાગ જ રહે.
હવે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધું હોય, અને પોતે એમાં જાગૃત જ હોય કે ‘આ’ એ અને ‘આ’ અમે, ‘આ’ એ અને ‘આ’ અમે. અને સંપૂર્ણ વીતરાગભાવે રહીએ. જ્ઞાનીને અંતઃકરણ શુદ્ધાત્મા જેવું જ થઈ જાય. એટલે બીજાને એમ જ લાગે કે આ તો ભગવાન જેવા માણસ છે ! બાકી જેને ડખોડખલ હોય, તેને ભગવાન તરીકે લોક ના સ્વીકારે. અને અંતઃકરણ ગયું એ ભગવાન થઈ જાય, અહીં જ ભગવાન ! અમને ચાર ડિગ્રીનું હજુ થોડુંક કાચું છે, તેની આ ભાંજગડ છે બળી ! તો તમારી જોડે બેઠા, નહીં તો બેસત કંઈ ?
લેખે લગાડો જિંદગાની ! હરેક ચીજ આપણી પાસે છે. કોઈ ચીજ આપણી પાસે નથી