________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : મન સ્થિર કરવું હોય તો જપ કરવા પડે, એવું તેવું કંઈ કરે ત્યારે સ્થિર થાય. એમ ને એમ તે એકાગ્રતા કંઈક કરો તો સ્થિર થાય. નહીં તો મન એમ સ્થિર થાય નહીં.
પ્રશ્નકર્તા : પણ એકાગ્ર નથી રહેતું.
ખંડ - ૨ મનું વિજ્ઞાન
(૧) મત, શાંતિની વાટે...
ધાર્મિક પ્રવૃત્તિ સમયે મતતી મોંકાણ ! પ્રશ્નકર્તા: કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરતી વખતે મન ઠેકાણે નથી રહેતું, એ માટે આપણે શું ઉપાય કરવો જોઈએ ?
દાદાશ્રી : તમારું મન ધાર્મિક કાર્ય વખતે ભટકે છે, ઠેકાણે નથી રહેતું ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મુસલમાન લોકો છે તે આમ કાનમાં આંગળી ઘાલીને બાંગ પોકારે. તે ઘડીએ આ મન બિલકુલ બંધ થઈ જાય, ગમે એટલું વિચારતું હોય ને તોયે મન બિલકુલ બંધ થઈ જાય. મુસલમાનો માટે એ બહુ સરસ છે. હિન્દુઓ માટે બરોબર નથી. હિન્દુઓને જેનું મન ઠેકાણે ના રહેતું હોય તેણે હાકોટા પાડીને નવકાર મંત્ર બોલવો અને મન ઠેકાણે રહેતું હોય તો ધીમે રહીને બોલવું.
પ્રશ્નકર્તા : આ પૂજાવિધિ કંઈ કરતા હોય તે વખતે કેવી રીતે મન સ્થિર કરવું ?
દાદાશ્રી : તો પછી ભગવાનને નિવેદન કરવું જોઈએ કે તમને માથે ધર્યા ને ! પછી હવે તો હું તમારી જોડે વેર રાખીશ. ના કહેવાય એવું ?
પ્રશ્નકર્તા : એવું નહીં કહેવું જોઈએ, સત્ પુરુષોને કેમ એવું કહેવાય ?
દાદાશ્રી : પણ એવું કહે નહીં તો કોણ કરી આપે ?
પ્રશ્નકર્તા : કોઈક વખતે પૂજામાં એકાગ્રતા રહે, કોઈ વખત નથી રહેતી. કોઈ મૂર્તિમાં મન કેન્દ્રિત થાય, એવું ક્યારે થાય ?
દાદાશ્રી : શું ફાયદો એમાં ? પ્રશ્નકર્તા : મૂર્તિમાં ઈશ્વરનાં દર્શન થાય.
દાદાશ્રી : હા, સ્થિરતા રહે, શાંતિ રહે પછી આગળ ઉપર ઈશ્વરનાં દર્શન થાય. નહીં તો દર્શન થાય નહીં.
માળા કરતાં મને જોયા કરવું ! પ્રશ્નકર્તા : ભગવાનનું નામ લઈએ છીએ, માળા ફેરવીએ છીએ, ત્યારે મન બીજે ભમતું હોય છે.
દાદાશ્રી : ઓળખાણવાળા ભગવાનનું નામ દેવું જોઈએ. મારું કહેવાનું કે જેને ઓળખતા જ ના હોય, જોયા જ ના હોય, એની જોડે મિત્રાચારી થાય ખરી ?
પ્રશ્નકર્તા : ના.