________________
અંતઃકરણ સામે જાગૃતિ બેઠો છે, એ ઊંડી ઊંડી અપેક્ષાએ શેય ઉપર પોતાનાથી જુદો રાખે છે.
દાદાશ્રી : એ જ પછડાટ કહેવાય ને ! એનું નામ જાગૃતિ મંદ કહેવાય. સંપૂર્ણ જાગૃતિ કોનું નામ કહેવાય ? જાગૃતિ દેખાય છે ખરી પણ છતાંય જ્ઞાયક જોય રૂપે થઈ જાય છે ને ! હવે ખરેખર જ્ઞાતા જોય થતો જ નથી પણ થઈ ગયો એ માને છે, એ જ ભ્રાંતિ
કોઈ મને પૂછે કે “ય-જ્ઞાતા એક થઈ ગયું હતું ?” ત્યારે હું ના કહું, ‘તમે એક થયા નહોતા, પણ તમે ઊંધું માની લીધું હતું.”
જપતારો, વિચારતારો તે જોતારો ! પ્રશ્નકર્તા : જ્યારે જપ કરીએ છીએ ત્યારે વિચાર પણ ચાલતા હોય છે અને એને પણ જોનારો હોય છે કે આ વિચાર ચાલે છે અને જપ પણ ચાલે છે. તો આ ત્રણ કોણ છે ? જપ કરનારો કોણ છે ? વિચાર કરનારો કોણ છે ? અને એને જોનારો કોણ છે ?
દાદાશ્રી : વિચાર કરનારું મન છે. જપ કરનારી વાણી છે અને જોનારો આંધળો અહંકાર બુદ્ધિ સહિત છે. અહંકાર આંધળો છે તે બુદ્ધિ સહિત જુએ છે. આમાં આત્મા વપરાતો નથી. આ જગતમાં જીવો ફરે. એમાં કિંચિંત્માત્ર એક વાળ પૂરતો આત્મા વપરાતો નથી. એ બધો અહંકાર જ છે.
એનો એ જ બધો ડખો છે. આમથી આમ એ બોલે છે અને આમથી આમ બોલે છે. અહીં તો બહુ ચીજો છે. એક બાજુ આત્માય છે ને એક બાજુ આખું ટોળું છે, વિકલ્પોનું ટોળું.
પ્રશ્નકર્તા : “” મટી જાય તો જ ટેપરેકર્ડ થાય ને ?
દાદાશ્રી : એ તો ત્યાં સુધી પહોંચે તો. આ તો બધા બુદ્ધિનાં વાક્યો. એટલે બુદ્ધ બનાવે. બુદ્ધિનું વાક્ય સાંભળતાં સાંભળતાં માણસ બુદ્ધ થઈ જાય.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) આ જ્ઞાન પછી ચંદુભાઈ શું કરી રહ્યા છે તે તમારે જોયા કરવાનું. ચંદુભાઈ એ જોય છે અને ‘તમે' જ્ઞાતા છો. ચંદુભાઈ એકલા નહીં, ચંદુભાઈનાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાં શું કરી રહ્યાં છે એ જોયા કરવાનું. મનની જોડે તન્મયાકાર ‘આપણે’ હવે હોઈએ નહીં. આપણે તન્મયાકાર હતા તે જુદા થઈ ગયા.
‘એ' ત જુએ જ્ઞાતી ! પ્રશ્નકર્તા: આપને આ બધા મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર દેખાય ?
દાદાશ્રી : હું શું કરવા જોઉં તે ? મારે શું કામેય એનું? આપણે કંઈ એનું પોસ્ટમોર્ટમ કરવું છે ? મારે શું કામ છે ? પોસ્ટમોર્ટમવાળા શીખે બધું. આપણે જરા જોઈ લીધું ને જાણી લીધું કે માલ આ છે. આપણે આમ છીએ, આને આમ છે, પછી બીજી લેવાદેવા શું ? અને આ દેહમાં હમણે થોડુંક નાખી દો એટલે આનો ક્લેઈમ પતી ગયો. રાત્રે બૂમ ના પડે. નહીં તો રાતે આપણને હલ ઉઠાડે, ‘ઉઠો, ભુખ લાગી છે' કહેશે. ‘અલ્યા, મને સૂઈ જવા દેને !” ત્યારે કહે, “ના, ભૂખ લાગી છે. ના ચાલે.” કારણ કે સાટું સહિયારું છે ને ? જયાં સુધી ભાગીદારી છૂટી નથી, તે ટાઈટલ ઊડી ગયું પણ ભાગીદારી તો રહી ને ?
જ્ઞાતીનું અંતઃકરણ !
પ્રશ્નકર્તા : અમારામાં જે મન છે, એવું દાદા પાસે મન છે. અમારે બુદ્ધિ છે, વિચારો છે એય દાદા પાસે છે.
દાદાશ્રી : આત્મા એકલો જ સરખો બધાને, બીજું બધું ફેરફાર છે બધો. બીજું બેઠક તમારી ને મારી ફેરફાર, એટલે હિસાબ બધો ફેરફાર. બીજો બધો માલ તો જુદો જુદો હોય, આત્મા બધો સરખો.
અત્યારે તો મન સરસ છે ને ? જ્ઞાની પુરુષની હાજરીમાં મન બહુ સારું રહે. એનું શું કારણ છે કે એમની હાજરીમાં જો