________________
અંતઃકરણ સામે જાગૃતિ
૫૩
દાદાશ્રી : એ બુદ્ધિ જાણનાર. પ્રશ્નકર્તા : અજ્ઞાનીને બુદ્ધિ જાણનાર. દાદાશ્રી : જ્ઞાનીને બુદ્ધિ શું જાણે છે, એય પણ એ જાણે.
પ્રશ્નકર્તા : ચિત્ત-મન, એ બધાં કેવી રીતે કામ કરતાં હોય છે ? આ ખોરાક જીભ ઉપર આવે ત્યાર પછી મનનું ફંકશન શું હોય
દાદાશ્રી : મન વિચારે કે એકંદરે સારી છે, મીઠી છે.
પ્રશ્નકર્તા : એની પાસે પાછલાં અભિપ્રાયનો સ્ટોક તો છે જ ને ? આ હિતકારી, આ બરોબર નથી, સારું છે, એ બધું મનનો સ્વભાવ છે ?
દાદાશ્રી : હંઅ, અભિપ્રાય બુદ્ધિ આપે. મન તો કહી આપે.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને બુદ્ધિએ જે જાણ્યું, બુદ્ધિ જે જાણે છે એનો પણ જાણનાર છે ને ?
દાદાશ્રી : બુદ્ધિ જેને જાણે છે, એને એ જાણતો નથી. પ્રશ્નકર્તા : એ તો અજ્ઞાનીને ? દાદાશ્રી : અજ્ઞાની નહીં. એ બુદ્ધિના ધ્રુ (દ્વારા) જ જાણી શકાય.
પ્રશ્નકર્તા : બુદ્ધિ જેટલું જણાવે એટલું પોતે જાણે ? પોતે ડિરેક્ટ (સીધું) જાણી ના શકે ?
દાદાશ્રી : હા. આંખો જે જુએ તે ઇન્દ્રિયજ્ઞાન. જે જુએ, એને એ જાણે કે આંખે આવું જોયું.
પ્રશ્નકર્તા: એટલે પોતે ડિરેક્ટ ના જાણે ? આંખે શું શું જોયું એ જ જાણી શકે ? બુદ્ધિ શ્રુ જ જાણી શકે ?
દાદાશ્રી : બુદ્ધિ શું જાણે છે એ ‘પોતે’ જાણે. ઇન્દ્રિય શું જાણે
૫૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) છે એ પોતે જાણે, ઇન્દ્રિય સ્વાદ શું લીધા એ પોતે જાણે. સ્વાદ બધો જોઈ આપે.
પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિનું કાર્ય પોતે ના કરી શકે ?
દાદાશ્રી : બુદ્ધિને જાણી શકે તેનો અર્થ એ કે બુદ્ધિએ શું જાણ્યું તે જાણનાર. ઇન્દ્રિયને જાણનાર એટલે ઇન્દ્રિયે શું જાણ્યું તે જાણનાર.
પ્રશ્નકર્તા : ઇન્દ્રિયો ના હોય તો પોતે જાણી ના શકે એવું ? દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : હવે ઇન્દ્રિયો જે બતાડે છે, એને પણ બુદ્ધિ પહેલાં જાણે છે ને ? ઇન્દ્રિયોની અસરોને બુદ્ધિ પહેલાં જાણે છે ને ?
દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : અને બુદ્ધિ જે દેખાડે છે, એને પોતે જાણે છે. દાદાશ્રી : બરોબર છે.
પ્રશ્નકર્તા : આમાં જાણનારો કોણ તો પછી ? આ બુદ્ધિએ બતાડ્યું એ જાણનારો કોણ ?
દાદાશ્રી : પ્રજ્ઞા. પ્રશ્નકર્તા : આ જ્ઞાન ના લીધું હોય, તેને જાણનાર કોણ ?
દાદાશ્રી : તેને ? તેને તો પોતે જ, બુદ્ધિ જ જાણનાર. આગળ કનેક્શન (અનુસંધાન) જ નહીં, ત્યાં અહંકાર જ.
પ્રશ્નકર્તા : ત્યાં અહંકાર જાણનારો કહેવાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : બુદ્ધિ જાણે છે બધું, ત્યારે અહંકાર શું કરતો હોય