________________
અંતઃકરણ સામે જાગૃતિ
દાદાશ્રી : અહંકાર એક્સેપ્ટ (સ્વીકાર) કરે છે અને આત્મા તો વિષયને ભોગવતો નથી, ખાલી જાણ્યા જ કરે છે.
૫
પ્રશ્નકર્તા : વિષયમાં ઇફેક્ટ ઇન્દ્રિયોમાં જ ઊભી થાય છે ને ! જેમ પેલું આંખ જુએ છે, જીભ સ્વાદ લે છે, એવી ઇફેક્ટ બધી ઇન્દ્રિયોમાં જ હોય છે ને ?
દાદાશ્રી : હુંઅ.
પ્રશ્નકર્તા : સ્પર્શેન્દ્રિયને ઇફેક્ટ હોય છે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તો સ્પર્શેન્દ્રિય ભોગવે છે એવું કહી શકાય ?
દાદાશ્રી : એ બધી સ્થૂળ વસ્તુઓ છે. સ્થૂળ સ્થૂળને ભોગવે છે. વધારે ગરમ પાણી પડ્યું હોય પગ ઉપર તો ફોલ્લા પડે, મનને ના થાય. એટલે પગ ભોગવે. શરીરને થાક લાગ્યો હોય ને ત્યારે ‘હું થાક્યો' એમ કહે છે. કોણ ભોગવે છે ?
પ્રશ્નકર્તા : ખરેખર શરીર ભોગવે છે.
દાદાશ્રી : થાકને શરીર ભોગવે છે, ત્યારે કહે છે કે ‘હું થાકી
ગયો.’
પ્રશ્નકર્તા ઃ મનનું આપે કહ્યું કે મન બધું પૃથક્કરણ કરીને બતાડે છે, તો ચિત્તનું ફંક્શન શું આવ્યું ?
દાદાશ્રી : ચિત્તને લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : કેમ ? આ ખાધું તો ચિત્તને લેવાદેવા નથી ?
દાદાશ્રી : ચિત્તને એટલી લેવાદેવા, સ્વાદમાં એ પકડી લે કે સારો કે ખોટો ? એ સારા ઉપર હોય તો ચિત્ત ત્યાં ચોંટી જાય. નજર લાગી જાય ચિત્તની. મનની નજર ના લાગે.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ખાતી વખતે ચિત્તને હાજર રહેવું જોઈએ, તો ખાતી વખતે ચિત્તનું શું ફંક્શન રહ્યું ?
૬૦
દાદાશ્રી : શું શું છે મહીં સ્વાદ ? કયું સ્વાદિષ્ટ છે ? પ્રશ્નકર્તા : આ સ્વાદનું જાણવું એ બુદ્ધિનું કામ છે ને ?
દાદાશ્રી : બધું ભેગું કામ છે, સહિયારું છે. જે ચોંટે એને. સારો સ્વાદ હોય તો ચોંટી પડે. પછી સ્વપ્નમાં હઉ લાવે.
પ્રશ્નકર્તા : આ ચિત્ત ચોંટી ગયું હોય તો સ્વપ્ન આવે એવું કહ્યું ને ? તો અત્યારે દાદાના સ્વપ્ના આવતા હોય તે ચિત્ત ચોંટી ગયું હોય તો જ આવે ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : એવું તરત ને તરત ઇફેક્ટ આપે એવું છે ?
દાદાશ્રી : એવું નહીં. બીજા સંજોગો ભેગા થાય એટલે. એક જ સંજોગ ઓછો છે ?
પ્રશ્નકર્તા : એટલે આ જ ભવમાં ઇફેક્ટ આવે ? બેઉ ? દાદાશ્રી : હા.
જ્ઞેય-જ્ઞાયક જુદા સદા !
પ્રશ્નકર્તા (મહાત્મા) : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું અવલંબન લઈને ચાલીએ છીએ તોય કશો ફાયદો નથી, છતાંય વારંવાર લઈ લેવાય છે.
દાદાશ્રી : તેય તમે લેતાં નથી પાછું. આ તો તમને લાગે છે એવું અને લાગે છે એ પ્રમાણે તમે જે બાજુ ઢળો, તે બાજુ સહીઓ થાય, સહી-સિક્કા થાય.