________________
૪૭
૪૮
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અંતઃકરણ તેવું બાહ્યકરણ
દાદાશ્રી : ભવિષ્યનું જ્ઞાન તમે કોને કહો છો, એ મને કહો ને, તમારી ભાષા મને સમજાવો.
પ્રશ્નકર્તા : કૃપાળુદેવને કચ્છમાંથી બે ભાઈ મળવા આવેલા, ત્યારે એ સામે લેવા ગયા ને ‘આવો ધારશીભાઈ” એમ કહ્યું, ત્યાં એ પહેલેથી જાણી ગયા.
દાદાશ્રી : એ તો બને. એવું છે ને, એ આમ એકાગ્રતાથી થાય. એ તો મહીં દર્શન પડે છે કેટલાક માણસોને. તે શું બનશે એનો ભાસ
પ્રશ્નકર્તા : અંતઃકરણ શુદ્ધ હોય ને એમાં ખ્યાલ આવે એટલે એના વર્તનમાં ફેર પડી જાય ને ?
દાદાશ્રી : હા. એવું છે, એ દર્શનમાં બધું સમજી જાય કે અહીં ખૂન થવાનું છે. એના અંતઃકરણમાં આમ ને આમ ફોટો પડે ને, તે અહીં આગળ આવું બનવાનું છે. માટે ત્યાંથી ખસી જાય. એટલે આ હેલ્ડિંગ બહુ છે. જોડે જોડે એ પણ સાયન્સ છે કે ‘વ્યવસ્થિત'ને ફેરવી શકે નહીં. અંત:કરણનો જાણકાર હશે તોય વ્યવસ્થિતને ફેરવી શકે નહીં. એનું મહીં બેલેન્સ શીટ છે ને, એને એ ફેરવી શકે.
આપણા અંતઃકરણ ઉપરથી આપણને ઓળખાય કે આ માણસ ભારે ઉપાધિ લાવ્યા લાગે છે. આપણે એકાંતમાં બેઠાં હતાં. કશું કોઈ જાતની અસર નહોતી અને આ ભાઈ આવ્યા. તે કશું બોલતાં નથી. અહીં ફૂલો લાવીને મૂક્યા છે. બાહ્યાચાર બધું સારું છે પણ આપણને અંતઃકરણમાં આ શેનો લોડ (ભાર) આવ્યો ? આ ભાઈનો લોડ આવ્યો છે. તે આપણે સમજી જઈએ કે આ ભાઈ ઉપાધિવાળા છે. એટલે આપણે એડજસ્ટમેન્ટ લઈ શકીએ. એટલે ઔપચારિક નવું ફેરફાર થઈ શકે. એ એનું નિમિત્ત કારણ છે. આમ બદલી શકાય નહીં. પણ એ દેખાવું એ નિમિત્ત કારણ છે.
પ્રશ્નકર્તા : એ અંતઃકરણની નિર્મળતા ઉપર આધાર રાખે છે ને?
દાદાશ્રી : હા, અંતઃકરણની નિર્મળતા હોય તો જ ભાસ પડે. એ આ જ્ઞાનીઓને જ પડે એવું નહીં, એ સંતોનેય ભાસ પડે.
પ્રશ્નકર્તા : અત્યારે યોગબળથી કે ગુરુકૃપાથી માણસને અંતઃકરણની આગાહી થાય તો એ આગાહીથી એને ઘણી જ સરળતા રહે ને ?
દાદાશ્રી : હા, રહે જ ને, એવું છે ને અંતઃકરણની આગાહીઓ જ્ઞાનને અવલંબનથી નથી, એ શુદ્ધિકરણને અવલંબે છે. આ જ્ઞાન આપણું હોય કે ના હોય, એને આ જ્ઞાનનું અવલંબન નથી. આ જ્ઞાન તો સાચી જ વસ્તુ છે. આમાં થયું એ તો વાત જુદી જ છે, પણ આ ન હોય તો પણ થઈ શકે એમ છે. અંતઃકરણનું શુદ્ધિકરણ હોય એટલે એ બધું જોઈ શકે છે ને એઝેક્ટ કહી શકે છે.
પ્રશ્નકર્તા : પછી એ જોષી જેવુંય થાય.
દાદાશ્રી : એ વેપારી વૃત્તિ થઈ એટલે ખલાસ થઈ ગયું. પછી એ ધૂળધાણી થઈ જાય. વેપારી વૃત્તિ ના હોવી જોઈએ. એ તો દર્શનમાં આવી જાય ને એમ કહે કે આમ છે. પણ એમાં કંઈ પણ મારાપણું ના હોવું જોઈએ.