________________
૫૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
શુદ્ધિ, અંતઃકરણની
મૂળ માર્ગની આડગલીઓ ! પ્રશ્નકર્તા : એવા લોકો છે કે જે અહીંયાં બેઠા હોય તો અમુક બિલ્ડીંગમાં, અમુક રૂમમાં શું શું છે, તે બધું અહીંયાં બેસીને કહી આપે છે. એટલે ત્યાં એ જોઈ શકે છે, એ કેવી રીતે ?
દાદાશ્રી : એ અંતઃકરણની નિરાવરણતા છે. અંતઃકરણની શુદ્ધિ છે. એ કેટલાક યોગમાર્ગ એવા હોય છે, એ અંતઃકરણની શુદ્ધિ કરી શકે તો એ માણસ જોઈ શકે છે. પછી એનો લાભ ઉઠાવે છે. એવાં માણસ બહુ ઓછા હોય છે. એ જ્ઞાન ખોટું નથી. આરપાર બધું જોઈ શકે, પણ તે ચર્મચક્ષુથી નહીં. એ ચક્ષુ અંતઃકરણની શુદ્ધિને લઈને ઉત્પન્ન થાય છે. એ બધી જાત જાતની ક્રિયાઓ છે. જેમાં મોક્ષ ન મળે, એ બધા ઊંધા રસ્તા, આડફેટા રસ્તા કહેવાય. એમાં પછી ત્યાં આગળ એમને જરાક લોકપૂજ્ય કરે ને ગણે એટલે ત્યાં ને ત્યાં બેસી રહે. રખડી મરવાનાં કામ બધાં. આડગલીઓ કહેવાય.
પ્રશ્નકર્તા : આ બધી એક જાતની લબ્ધિઓ જ છે ?
દાદાશ્રી : હા, લબ્ધિઓ બધી. તે આડગલીઓ હોય. આ સ્ટ્રેઈટ (સીધા) રોડ પર લબ્ધિઓ મળે છે પણ તે જુદી જાતની ને પેલી લબ્ધિઓ જુદી જાતની. પેલી આડી ગલીની લબ્ધિઓ, ફસાયો તે પછી નીકળે નહીં. ઘણું ખરું જગત એમાં જ ફસાયેલું છે. અને લોકોને
પૂજાવાની કામના છે, જાતજાતનાં વિષયોની કામનાઓ છે, એટલે એ બધી કામનામાં ફસાયો છે.
શુદ્ધિતા સાધતો ! પ્રશ્નકર્તા ઃ અંતઃકરણ શુદ્ધ કરવાનું સાધન કયું?
દાદાશ્રી : અહીં ડૉક્ટરો બધા ભેગા કર્યા હોય તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે ? કેટલા બોલે ? એકંય ના બોલે. બુદ્ધિ એવી પેસી ગઈ ને ! શુક્લ અંતઃકરણ ઊડી ગયું.
પ્રશ્નકર્તા : એટલે બૌદ્ધિક પરિગ્રહ વધ્યા, બુદ્ધિ વધી એટલે ?
દાદાશ્રી : હા, એટલે સહજ થવાની જરૂર છે. શું થવાની જરૂર છે? સહજ. તેમાં એવું સહજ હોવું જોઈએ, સાથે સાથે પાછાં પ્રતિક્રમણ કરવા કે ‘મારાથી બોલાતું નથી. કેટલા વખતથી મારે આ બોલવાની ઇચ્છા છે, તો મને આ એનો અંતરાય દૂર કરો.’ એમ કરતાં કરતાં બેસી જશે ને સારી રીતે બોલાશે. તન્મયાકાર થઈને સારી પેઠે બોલાશે. બુદ્ધિ થોડીક વધી કે શુક્લ અંતઃકરણ ઊડી જાય. પોતે જુદો પડ્યો એટલે પોતાની જાત જુદી પાડી, એટલે તે જુદો થઈ ગયો. અને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' ગાવામાં તન્મયાકાર પરિણામ થાય એટલે મનમાં જે વિચારો આવતા હોય તેય ઊડી જાય. અંતઃકરણ ચોખ્ખું થતું જાય. - હવે લોકોને આ શી રીતે ખબર પડે ? કૃપાળુદેવે એટલું કહ્યું કે ‘શુક્લ અંતઃકરણવાળા જ્ઞાનીના નેત્ર જોઈને જ ઓળખી લે.’ પણ શુક્લ અંતઃકરણ કોને કહેવું ? મોક્ષમાર્ગ આખો હાર્ટિલી માર્ગ છે. અમારામાં સેન્ટ બુદ્ધિ નથી ત્યારે તો જોને મોક્ષમાર્ગ આખો ખુલ્લો થયો ને ! તેથી શ્રીમદ્ રાજચંદ્ર કહેલું કે અમારાં વાક્યો લખાશે, એને કોણ દાદ આપશે ? કોઈ શુક્લ અંતઃકરણવાળો હશે તે દાદ આપશે.
આ સત્સંગમાં તો આનંદ માતો ના હોય એવો થાય. કોઈકને આવડો મોટો ધોધ પડતો હોય ને કો'કને આવડી દદૂડી પડતી હોય !