________________
(૬)
અંતઃકરણ તેવું બાહ્યકરણ
પહેલું અંતઃકરણમાં પછી બાહ્યકરણમાં !
આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ અંતઃકરણ અને આ બાહ્યકરણ છે. આ બે ભાગ પાડી દીધાં. પહેલું અંતઃકરણમાં થાય, ત્યાર પછી બાહ્યકરણમાં આવે. એટલે અંતઃકરણ જેને જોતાં આવડ્યું એ આમ સમજી શકે કે હમણે થોડીવાર પછી શું થશે ? અને અંતઃકરણના ચાર જ ભાગ છે, પાંચમો ભાગ છે નહીં.
અંતઃકરણ એટલે શું ? એ આંતરિક છે. પહેલું અંતઃકરણમાં સૂક્ષ્મરૂપે અંદર થાય છે અને એના ફોટારૂપે પછી આ સ્થૂળ થાય છે. અંતઃકરણ જોતાં કોઈને આવડે તો એ કહી શકે, કે બહાર આવું થશે હવે.
આ અંતઃકરણનો ફોટો અમે જોઈ શકીએ કે અત્યારે શું કામ ચાલી રહ્યું છે ! એટલે અમે જાણીએ કે હવે પછી આ થશે બાહ્યકરણમાં. જેને ‘નેગેટિવ’જોતાં આવડી, તે ‘પોઝિટિવ’ બતાવી શકે. એટલે અંતઃકરણમાં પહેલું ને તેના આધારે બાહ્યકરણ ચાલે છે. ઇન્દ્રિયો બધી પણ એને આધીન છે.
આ લોકો અનુભવના હિસાબથી તારણ કાઢે છે અને દર્શનનો વિષય જુદો છે. અનુભવ ખોટોય પડે, એ કોઈક ફેરો ખરુંય પડે ને નાય ખરું પડે. એટલે એ અદબદ વસ્તુ કહેવાય. પણ જે દર્શન છે
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અંતઃકરણનું, તે તો એક્ઝેક્ટલી નીકળી જાય. નેગેટિવ જોઈ લીધું પછી પોઝિટિવનું બધું જ દેખાય. નેગેટિવ પડ્યા વગર રહેતી નથી. અંતઃકરણમાં નેગેટિવ પડ્યે જ જાય છે.
૪૬
મહીં ઊલટી થવાની થાય છે, તે અંતઃકરણમાં પહેલી ખબર પડી જાય છે. પણ ત્યાં તરત ચેતી જાય છે. એ બાથરૂમ પાસે દોડે છે. અંતઃકરણમાં પહેલું થઈ જાય પણ ખબર ના પડે તેનું શું કારણ ? ઊલટી પેલી ગૂંચવાળી ખરીને, એટલે ત્યાં ઇફેક્ટ થાય એટલે જલદી ત્યાં ચિત્ત જાય અને બીજી કેટલીક ઇફેક્ટો એવી હોય છે કે ચિત્ત બહાર ગયું હોય તો આવે નહીં, તે ખબર ના પડે. પછી ગૂંચાઈ જાય બધું. થૈડીયા લોકો કહેતા હતા ને કે હવે મારે જવાનો ટાઈમ થયો છે, એમેય ખબર પડતી'તી. હવે આજ મારો દિવસ નીકળશે નહીં. માટે તૈયારી કરી રાખો. કારણ કે અંતઃકરણમાં થઈ જાય પછી બાહ્યકરણમાં થાય. પહેલું અંતઃકરણમાં થયા વગર બાહ્યકરણમાં થાય નહીં. અંતઃકરણનો ગોળો જોતાં આવડે તો આ જ્યોતિષીઓનાં ગોળામાં જોવા જવું ના પડે. આ તો જ્યોતિષીઓને કહે છે, ‘ગોળામાં મારું જોઈ આપો જોઈએ.’ ‘અલ્યા ! તું તારું મહીં જ જોને !' ભલેને અજ્ઞાની હોય પણ કંઈ ગોળો જતો રહ્યો ? ઊલટી થાય છે એ ખબર પડે છે કે નથી ખબર પડતી ? એટલું તો ફોરકાસ્ટ (આગળનું દેખાય) એમ આ લોકને હોય છે, પણ ઈન્ડિયન ફેલો (લોકો) ને ! બહારના લોકો (ફોરેનર્સ)ને આ બધી ગૂંચો ના ખબર પડે.
ભાવિતો ભાસ !
પ્રશ્નકર્તા ઃ અંતઃકરણ અશુદ્ધ હોય ત્યાં સુધી આત્મામાં જે ત્રિકાળ જ્ઞાનનો સ્વભાવ ગુણ છે એ નથી મળતો. પણ મન, ચિત્ત શુદ્ધ થાય, સ્થિર થાય તો ત્રિકાળ જ્ઞાન ઉત્પન્ન થાય કે કેમ ? દાદાશ્રી : કયું જ્ઞાન ?
પ્રશ્નકર્તા : ત્રિકાળ જ્ઞાન. ભૂત, ભવિષ્ય ને વર્તમાનનું જ્ઞાન.