________________
ઉત્ક્રાંતિ અંતઃકરણની
૪૪
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનુષ્ય એકલાને જ કર્મ બંધાય છે, જાનવરોને કર્મ બંધાતા નથી. જાનવરનેય અંતઃકરણ હોય છે પણ લિમિટેડ હોય છે એમનું બધું. મન લિમિટેડ હોય છે, બુદ્ધિ લિમિટેડ હોય છે, ચિત્ત લિમિટેડ હોય છે અને અહંકારેય લિમિટેડ હોય છે. એ લિમિટથી આગળ જાય ત્યારે કર્મ બંધાય. આપણું મનુષ્યોનું અંતઃકરણ અનલિમિટેડ એટલે કર્મ બંધાય છે. ‘હું ચંદુલાલ છું” એ બોલી અને સૂઈ ગયા એટલે આખી રાત કર્મ બંધાય.
આ અનલિમિટેડ આપણી પાસે છે. તેનો આ દુરુપયોગ કર્યો. પછી કહે છે, મારું માઈન્ડ કાઢી નાખો, ઑપરેશન કરો. તે એબ્સટ માઈન્ડેડ (શૂન્ય મનસ્ક) થઈ જાય પછી. પેલાને કહ્યું, ત્યારે કહે છે, મારે ઓપરેશન નહીં કરાવવું. એબ્લેટ માઈન્ડેડ થઈ જાય એટલે યુઝલેસ (નકામું) થઈ ગયું.
પ્રશ્નકર્તા : જાનવર જેવું થઈ જાય.
દાદાશ્રી : નહીં. જાનવરને માઈન્ડ હોય, જો જો એવું બોલતા ! મનુષ્યોનાં કરતાં સારામાં સારું માઈન્ડ જાનવરોમાં છે. અત્યારે. મનુષ્યોનું માઈન્ડ છે તે અસીમ છે અને એમનું સીમાવાળું છે. પણ આ અસીમવાળાએ દુરુપયોગ કરી અને સીમાય બગાડી નાખી છે.
જાનવર તો બહુ સારી રીતે રહે, એ તો એની બેબીને ઓળખેકરે. ત્યાં આગળ પાછી દેખીને ઊભી રહે. પેલી આવતી ના હોય તો ઊભી રહે. પાછી જઈને તેડી લાવે, બધું કરે. એ મને કામ કરે છે ને ! એમને બુદ્ધિની લિમિટ હોય. બુદ્ધિયે ખરી પણ બધું લિમિટેડ.
બાળકનું અંતઃકરણ ! પ્રશ્નકર્તા : નાના બાળકને અંતઃકરણ કેવી રીતે કામ કરે ?
દાદાશ્રી : એવું છે ને, છોકરાનું મન વિકાસ પામેલું ના હોય. પણ એને ચિત્ત હોય, એ જો રમકડાં ના આપીએ તો રડે..
પ્રશ્નકર્તા : બુદ્ધિ થોડી ડેવલપ (વિકસિત) હોય બાળકોની ?
દાદાશ્રી : ના, ચિત્ત જ ડેવલપ હોય. અહંકાર ખરો, પણ ડેવલપ નહીં થયેલો. ચિત્ત એકલું ડેવલપ થયેલું. તે જે જુએ ત્યાં આગળ ફરે અને ના હોય તો પછી રડે. એવી કંઈ વસ્તુ આપી રાખવી પડે કે એનું ચિત્ત એમાં રહ્યા કરે. પણ તેવી વસ્તુ કઈ હોય ? એક વસ્તુ સંખ્યાત રૂપ બતાડતી હોય તોય એનું ચિત્ત એમાં ઠેકાણે રહે. પણ એક વસ્તુ એક જ રૂપ બતાડે પછી શું થાય ? એક જુએ પછી કંટાળો આવે. થોડીવાર પછી એના એ રમકડાં ફરી રમે, પણ તે વખતે તો છોડી દે.
નાના બાળકને આ બૉડીનું પ્રમાણ નાનું છે, એટલે અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર કામ પૂરું કરી શકે નહીં. એટલે શી રીતે ચાલે ? જ્યારે ફૂલ (પૂર્ણ) અંતઃકરણમાં ચાલે ત્યારે એ બાહ્યકરણ પોતે કરી શકે. આ તો અંતઃકરણ હજુ ચાલુ નથી થયું ત્યાં શું થાય છે ? એટલે બાબાને દોરવણી આપવી પડે. પછી જેમ મોટો થાય તેમ આ બીજી બધી બાબતોમાં, સંસારની બાબતમાં અંતઃકરણ ચાલુ થયું. પણ પછી હવે અધ્યાત્મમાં ના ચાલુ થયું, તે પાછું ત્યાં ને ત્યાં રહ્યું.
આ દુનિયામાં જેમ જેમ જેનું ડેવલપમેન્ટ થતું જાય, અનુભવો થતા જાય છે, તેમ તેમ એને આવરણ ખુલતા જાય છે. એટલે કેવા ખુલતા જાય છે ? એક ઇન્દ્રિય જીવોને એક કાણું પડે. એટલે એટલું એને અજવાળું મળ્યા કરે. ઝાડ એ બધાં એક ઇન્દ્રિય જીવો, તેને એટલું અજવાળું મળે ને એટલો આનંદ મળે, વધારે મળે નહીં. પછી બે ઇન્દ્રિયનાં તે બે કાણાં મળે. એવું પછી આપણે તો પાંચ ઇન્દ્રિય અને મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર ટોચ ઉપર આવીને બેઠાં. પાંચથી વધારે કાણાં પડે નહીં. હવે આવરણ ઉતારવાની જરૂર. એટલે બુદ્ધિ સુધી આપણે પહોંચ્યા. એટલે આપણે એના આવરણ કાઢી શકીએ, પણ આવરણ મુક્ત પુરુષ હોવા જોઈએ. પોતે આવરણ મુક્ત હોય. તે આપણને આવરણ કાઢી આપે, નહીં તો કેવી રીતે કાઢી આપે ? કારણ કે બીજો કોઈ જાણતો જ નથી, એ આપણું શું કરે ?