________________
ઉત્ક્રાંતિ અંતઃકરણની
કરવું હોય તેટલું થાય. એટલે મનુષ્યમાં મન સીમા વગરનું છે. પણ જેટલું ખીલ્યું એટલે એનું ! અસીમ સુધી પહોંચી શકે એવું મન છે. આ જાનવરોને સીમિત મન છે. સીમિત મન એટલે સંજ્ઞાથી સમજી જાય. અને તમે તો સંજ્ઞા વગરેય બીજી વાતેય સમજી જાવ.
પ્રશ્નકર્તા : એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં અહંકાર ક્યારે ઊભો થઈ જાય છે ?
દાદાશ્રી : એમ તો જ્યારે લિમિટેડ મન ના હોય, લિમિટેડ બુદ્ધિ ના હોય, લિમિટેડ ચિત્ત અને અંતઃકરણ પણ ના હોય, એ અનલિમિટેડ થયું. ત્યાં આગળ અહંકાર ઊભો થાય. એક આ મનુષ્યો એકલાને જ અને તે પણ હિન્દુસ્તાનના મનુષ્યોને જ ! બહારનાંને તો અહંકાર છે. જ નહીં બિચારાને ! એમને તો આ સાધારણ, બહુ જૂજ અહંકાર છે.
પ્રશ્નકર્તા : થોડો-ઘણો અહંકાર તો હોય જ ને ?
દાદાશ્રી : ના, એ બહુ જુજ, તેય સાહજિક અહંકાર અને આપણે તો અહંકારનો પાર જ નહીં ને ! આપણે તો સાત પેઢીનો અહંકાર, મારા છોકરાનો છોકરો ખાય ને તેનો છોકરોય ખાય, તેના માટે ભેગું કરવાનું.
મતનો વિકાસક્રમ ! એકેન્દ્રિય જીવ જે છે ને, તેમાં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર વસ્તુ છે નહીં. હવે બે ઇન્દ્રિયોથી માંડીને ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એ જીવોને ઇન્દ્રિયો પૂરતું જ ભાન છે. એમાંય મન કે કશું નથી. ફક્ત ઇન્દ્રિયો પૂરતું જ, બે હોય તો એનું ભાન, ત્રણ હોય તો ત્રણનું ભાન છે. પછી ચાર ઇન્દ્રિયોથી ઉપર પાંચ ઇન્દ્રિયોના જીવો છે તે સંજ્ઞાવાળા છે. તેમને સંજ્ઞા પૂરતું ભાન છે. આહાર, ભય, મૈથુન અને નિંદ્રા – આ ચાર સંજ્ઞાવાળા પાંચ ઇન્દ્રિયોના જીવો. અને બીજા પાંચ ઇન્દ્રિયવાળા છે તે મનુષ્યો. મનુષ્યો તો મન સાથે છે.
હવે મનુષ્યમાંય ચૌદ લાખ થર છે, બળ્યા ! તે આ આફ્રિકાનો
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) હોય ને, તેમને મન ખરું પણ ડેવલપ નહીં નામેય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ખરું જ, પણ અંડરડેવલપ સ્થિતિમાં. હજી વૈદું (કુંપળ જેટલું)ય નથી થયું. વૈઢા જેટલું ડેવલપ થયેલું હોત ને તો આપણે એને કહેત કે ભઈ, આ આમાંથી વૈદું થયું છે. હવે એમાંથી ડેવલપમેન્ટ શરૂ થતું થતું થતું આપણે અહીં આગળ હિન્દુસ્તાનમાં આવે છે, ત્યારે એનામાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું ફૂલ્લી ડેવલપ (પૂર્ણ વિકસિત) થયેલું હોય છે. અને બીજે બધે તો, હિન્દુસ્તાન સિવાય બહાર તો ચિત્ત છે ખરું પણ ચિત્ત જેવી વસ્તુને એ લોકો સમજી શકતા નથી. ત્યાં એનું નામ પણ અપાયું નથી. ચિત્ત અનુભવમાં આવે છે પણ એ લોકો એને મન કહે છે. મનમાં બધું સમાવેશ કરે છે. આપણે બેને જુદા ભાગ પાડ્યા. કારણ કે આપણે અહીં તો સાયન્ટિસ્ટ લોકોને !
કર્મબંધ, કઈ યોનિમાં ? પ્રશ્નકર્તા : જીવાત્મા છે તે ઊંચી યોનિમાંથી નીચી યોનિમાં જાય છે, મનુષ્યમાંથી ગધેડામાં જાય. હવે આ બધું જે થાય છે, એ કેવી રીતે સમજી શકાય ?
- દાદાશ્રી : અંદર મન કઈ બાજુ જઈ રહ્યું છે તે ઉપરથી જવાનું થાય. મન ગધેડા જેવું છે કે બળદ જેવું છે કે દેવ જેવું છે એ આપણને ખબર પડે નહીં ?
પ્રશ્નકર્તા : હા, એ વાત સાચી. પણ એ ત્યાં ગયા એનું આપણને પ્રૂફ (સાબિતી) શું મળી શકે ?
દાદાશ્રી : એનું પ્રૂફ આ જ કે મન કેવું છે તે પ્રમાણે એનું રૂપ ઘડાઈ રહ્યું છે અંદર. આત્માની હાજરીમાં મન જે જે વિચાર કરે, અને વિચાર ક્યારે કહેવાય કે એની મહીં અહંકાર ને બુદ્ધિ ભળે ત્યારે વિચાર થાય, કે આનો વિચાર થયો, એટલે પ્રકૃતિ બંધાય. ગધેડાના વિચાર આવે તો ગધેડાનું. બળદના વિચાર આવે તો તેવું, દેવના વિચાર આવે તો દેવનું, સજ્જનતાના વિચાર આવે તો સજ્જન, પોતે જ પોતાનો ઘડનાર. અને પછી ત્યાં જઈ ડેબિટ (ઉધાર) ભોગવાઈ ગયું, એટલે પછી નિકાલ. પાછાં ઘેર જાઓ નિરાંતે.