________________
૩૯
ઉત્ક્રાંતિ, અંતઃકરણની
અંત:કરણની સ્થિતિ, તિર્યચોમાં !
દેહમાં દરેકનાં વિશેષ સ્થાન પ્રતિષ્ઠિત ભાવ કહેવાય છે. ચાર્જ એ નવી પ્રતિષ્ઠા કરી રહ્યો છે.
પ્રશ્નકર્તા : ચિત્ત જે સ્થૂળ સ્વરૂપ છે તે અહીંયાં (પાછળ ચોટલી પાસે) છે અને બહાર સૂક્ષ્મ ભાગ ગયો, તો એનો ફોટો કેવી રીતે પડે ?
દાદાશ્રી : જે એની બેટરી છે ને, ચિત્ત એ બેટરી સ્વરૂપ છે કે જેમાંથી એ ચાર્જ થઈ રહ્યું છે, જે ના હોય તો ચિત્ત ચાર્જ ના થાય. તો એ ચિત્તની બેટરી સ્વરૂપ છે. તે બેટરીમાંથી એવિડન્સ મળે છે, ત્યારે ડિસ્ચાર્જ થાય ને ડિસ્ચાર્જ થાય ત્યારે અહીંથી રામેશ્વર જાય. એવિડન્સ મળ્યા એટલે રામેશ્વર જાય, તેથી કરીને અહીંથી ચિત્ત જતું રહ્યું નથી. જેમ આ લાઈટ છે, પણ તેનું તેજ બહાર જાય છે ને તેવી રીતે આ ચિત્ત બહાર જાય છે અને એ સૂક્ષ્મ છે. પણ વસ્તુસ્થિતિમાં સ્થળમાંથી ઊભું થયેલું છે એ, એટલે એ સુક્ષ્મ ચિત્તનો ફોટો લઈ શકે એવું છે, એ ચિત્ત મગજના આ પાછળના ભાગમાં રહેલું છે, એ ટેકરો કોઈકનો ઊંચો હોય છે, કોઈકનો ટૂંકો હોય છે. એ ચિત્તનો ફોટો હોય છે.
હવે આપણે જે દશમ સ્થાન છે ને, તાળવું જેને કહે છે ને, જ્યાં ઘી લગાડે છે, ત્યાં બુદ્ધિનું સ્થાન છે. બુદ્ધિનો ફોટો લઈ શકાય એવી બુદ્ધિ છે. ક્યાંથી બુદ્ધિ પ્રકાશમાન થાય છે, તે બેટરીનો ફોટો લઈ શકાય છે. ને મન છે તે અહીંથી બે ભ્રમરની વચ્ચે અઢી ઈચ છેટે છે. તે ત્યાં ફોટો પડે એવો છે. અને અહંકાર ક્યાં છે ? એ અહીંયાં પાછળ કેડ નીચે છે. છોકરાંઓને શાબાશ કહીને પાછળ નીચે ધબ્બો મારો છો તે એના અહંકારને તમે એન્કરેજ કરો પોષો) છો.
એટલે ખીલે પછી. અહંકારની જગ્યા ત્યાં હોવાથી એ જ જગ્યાએ ધબ્બો મારવો જોઈએ. શાબાશી આપવી પડે. જે મહાન પુરુષો હાથથી ધબ્બો મારે છે ને, “જાઓ, કામ શરૂ કરો', તે ઘડીએ હાથ ત્યાં પડે છે. એ અહંકારને પહોંચે છે અને એ એક્કેક્ટ (દૂબ) ફોટો પડે એવું છે. કેમેરામાં ફોટો આવી જાય.
પ્રશ્નકર્તા : આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર અને હૃદય - આ પાંચ ચીજથી માણસનું, બધા જીવોનું ચાલે છે ?
દાદાશ્રી : હા, પાંચથી જ બધું ચાલે છે. જાનવરોમાં મન-બુદ્ધિચિત્ત-અહંકાર બધું લિમિટેડ (સીમિત) હોય છે અને મનુષ્યોમાં અનલિમિટેડ (અસીમ) હોય છે.
પ્રશ્નકર્તા : બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિયનાં જીવો છે, એમને મનની ગાંઠો ખરી ? અંતઃકરણ ખરું ?
દાદાશ્રી : એમને મન જ ના હોય. બે-ત્રણ ને ચાર ઇન્દ્રિયો સુધી મન નહીં અને પાંચ ઇન્દ્રિયવાળાને મન ખરું પણ સીમીત મન, લિમિટેડ મન. તે કેટલું જાણે કે આપણે અહીં વાસણમાં કશું ખાવાનું મેલીએ, તો તરત પેલી ગાય સમજી જાય. એ સંજ્ઞા ઉત્પન્ન થાય, એટલું જ જાણે. અગર તો લાકડી આમ સંતાડીને જતા હોય ને, તો ગાય સમજી જાય કે મારશે. એ સંજ્ઞાઓ છે. એ ચાર જ સંજ્ઞા જાણે છે, ફક્ત એટલું જ મન છે એમને. બીજું વચ્ચે વિશેષ મન નથી. છતાં કોઈ માણસ વાંદરાને શીખવાડીને મનને બહેલાવે તો જરા આગળ વધે. પણ તે મનુષ્યનું એકલું જ અનલિમિટેડ મન છે. મનુષ્ય એકલો જ એવો છે કે જેનું અનલિમિટેડ મન છે. જેટલું એને ડેવલપ (વિકાસ)