________________
દેહમાં દરેકનાં વિશેષ સ્થાન
3
દાદાશ્રી : હા, ફોટોગ્રાફી લઈ શકાય.
એટલે આમ ચિત્તનું સ્થાન ક્યાં છે ? તમારી ચોટલી છે ને ત્યાં છે, પાછળ માથામાં ચોટલીનો ભમરો હોય છે ને, ત્યાં હોય છે. ત્યાં ચિત્તનું સ્થાન છે, સ્થૂળ ચિત્ત.
પ્રશ્નકર્તા : સૂક્ષ્મ ચિત્તનું સ્થાન ક્યાં છે ?
દાદાશ્રી : અને સૂક્ષ્મ ચિત્ત એ છે તે બુદ્ધિની જોડે રહે છે. એટલે અરૂપી છે અને મન રૂપી છે. હૃદયની અંદર મનની પાંદડીઓ છે. રૂપી એટલે અમુક જ માણસો જોઈ શકે, બધા ન જોઈ શકે એને. અને બુદ્ધિ એય કંઈ રૂપી નથી, એક જાતનો પ્રકાશ છે. ચિત્તેય એક જાતનો પ્રકાશ છે, પણ એ અશુદ્ધ પ્રકાશ છે. ભ્રાંતિથી જે જ્ઞાન થાય છે એ બધો અશુદ્ધ પ્રકાશ. આ ચિત્તને શુદ્ધ કરવાથી મોક્ષે જાય. ચિત્ત ચૈતન્ય છે એ કયા આધારે ? ચિત્ત અશુદ્ધ થાય તો પાવર ચૈતન્ય અને ચિત્ત શુદ્ધ થાય તો સંપૂર્ણ ચેતન !
પ્રશ્નકર્તા : આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારના એ જે સ્થાન આપે બતાવ્યા, વૈજ્ઞાનિકોનાં ડેસ્ટીનેશન (સ્થાન) મુજબ, આ બધી જ જગ્યાએ એવા સેલ છે કોમ્યુટર જેવાં, કે જે આપેલી માહિતીને સંઘરે છે અને જરૂર પડે પાછી બહાર કાઢે છે, તો હવે આમાં વિચારોનું ડીસ્ટીંગ્લીશ (જુદા પાડવા) વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ અને આપની દૃષ્ટિએ જુદું પડે છે. તો એ પેલા લોકોની બિલકુલ ખોટી જ વાત છે, વૈજ્ઞાનિકોની ?
દાદાશ્રી : નહીં, ખોટી વાત નથી. એમને એવું ભાસે છે. જેમ કેટલાક લોકો ‘ગોડ ઈઝ ક્રીયેટર’ માને છે, તે એમનું દૃષ્ટિબિંદુ છે. અને આ આમને ભાસે છે કે આમ હોવું જોઈએ. અને તે વખતે એ બાબતમાં એમની કેટલીક બાબત ખરીય નીકળે. કારણ કે એના ફોટા પાડી શકે તેમ છે. એના સૂક્ષ્મ ફોટા લઈ શકાય એવા છે. આ લોકો સમજી શકે. કારણ કે એમની ગિફટ (બક્ષિસ) છે આ બધી. એ જ્ઞાની નથી છતાં પણ ગિફટ છે એમની. આ ગિફટ દર્શનમાં દેખાય. હા, એટલે સૂઝ પડી જાય બધી.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : આપે જે બતાવ્યું કે મન-બુદ્ધિ-ચિત્ત, આ ત્રણ જે બતાવ્યા, ત્રણે ત્રણની પ્રક્રિયાનું ડિમાર્કશન અંદર તો કોઈ જગ્યાએ છે જ નહીં. એ તો એક આખો મેળ જ છે એવો કે જે માહિતી સંઘરે છે ને બહાર કાઢે છે, કોમ્યુટર જ થયું એક જાતનું ?
દાદાશ્રી : એટલે આ મેં જે કહ્યુંને, અંતઃકરણ તે એની પ્રક્રિયા છે આ ! એની પ્રક્રિયા જે સ્થળ હોય ને, તે અમે તમને બતાવી શકીએ કે આની આ પ્રક્રિયા આમ છે. ચિત્ત આમ જ કર્યા કરે છે, મન આવું જ કર્યા કરે છે. એટલે આપણે ઓળખવું હોય તો મનને નિરંતર વિચાર આવે એટલે જાણવું કે અત્યારે મનનું સામ્રાજય છે. એવી રીતે બધું સમજી શકાય છે.
ભેદ, સ્થળ અને સૂક્ષ્મતા ! પ્રશ્નકર્તા : હવે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, આ ચારેય તત્ત્વો આમ આપણે ચાર ગણીએ ખરા પણ એ એક શક્તિ જુદી જુદી રીતે આવિષ્કાર થાય છે ?
દાદાશ્રી : એવું નથી. એઝેક્ટલી (ચોક્કસપણે) સ્થળમાં પણ ચાર છે. તે સ્થૂળથી સૂક્ષ્મ સુધીનો બધો ભાગ છે. ચિત્ત સ્થળેય છે ને સૂક્ષ્મ પણ છે. એ સ્થળની મહીં સૂક્ષ્મ રહેલું છે. સ્થળ એટલે એનો ફોટો પડે એવો છે. અહંકારનો પણ ફોટો પડે એવો છે. એને આ લોકો ‘ચક્ર' કહે છે.
પ્રશ્નકર્તા : ચિત્તનો ફોટો પડે છે, પણ ચિત્ત તો જ્ઞાન-દર્શન સ્વરૂપ છે ને ?
દાદાશ્રી : જ્ઞાન-દર્શન સ્વરૂપ છે, પણ જે બેટરી છે ને, તે બેટરીનો ફોટો પડી શકે છે; એટલે જે બેટરીથી ચાર્જ થાય છે ને તે ! હવે ચાર્જ ક્યારે થાય છે ? એવિડન્સ (સંયોગ) ભેગા થાય છે ત્યારે જે ડિસ્ચાર્જ થાય છે, એ ડિસ્ચાર્જમાંથી ફરી પાછો પોતે બ્રાંતિમાં હોય, એટલે ‘હું જ ચંદુભાઈ છું” તો પાછું નવું ચાર્જ કરે. એને આરોપિત ભાવ,