________________
અંતઃકરણનો ધર્મ !
થઈ ગયેલું છે, એટલું ડિસ્ચાર્જ થવાનું બાકી રહે છે. એટલું દેવું આપવાનું બાકી રહેશે, જેટલું દેવું કરીને બેઠા છો તેટલું જ, નવું દેવું થાય નહીં. નવું કર્મ બંધાય નહીં. એટલે ચાર્જ થાય નહીં અને જૂનું ડિસ્ચાર્જ થયા કરે. એકાઉન્ટ (હિસાબ) બધાં ક્લીયર (ચોખ્ખા) થઈ જાય. એકાઉન્ટ જ ક્લીયર કરવાનાં છે.
જ્ઞાત પછીનું અંતઃકરણ ! પ્રશ્નકર્તા (મહાત્મા): મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ કોની સત્તામાં છે એ જણાવવા કૃપા કરશો.
દાદાશ્રી : આત્મા પ્રાપ્ત થયા પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધી સત્તા ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. આપણે તો આ ઇફેકટ જ ભોગવવાની. એટલે આપણે કહીએ છીએ ને, ‘વ્યવસ્થિત'ને સોંપ્યું
દેહમાં દરેકતા વિશેષ સ્થાન
આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કૂદાકૂદ થાય તો આપણે જાણવું કે અંદર શું ‘વ્યવસ્થિત' થઈ રહ્યું છે. આ દેહની બહારના ભાગનું ‘વ્યવસ્થિત' નહીં, બધુંય મહીં દેહની અંદરના ભાગનું, આ જેટલો ચંચળ ભાગ છે તેટલો બધો ‘વ્યવસ્થિત’ના તાબામાં છે ને અચળ ભાગ એકલો આપણો. અચળ સિવાય બધુંય ‘વ્યવસ્થિત’. ચંચળ ભાગ છે તે બધો ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. કારણ કે કશું ચલાયમાન કરી શકીએ એવું છે નહીં આપણામાં. આ અજ્ઞાનતાથી પ્રતિષ્ઠા થયા કરે છે. પ્રતિષ્ઠા બંધ થઈ જાય એટલે મુક્તિ થઈ જાય. અજ્ઞાનથી પ્રતિષ્ઠા કરે છે કે ‘મેં કર્યું” કે પ્રતિષ્ઠા ચાલુ. આત્માની વિભાવદશા થઈ છે, બીજું કશું છે નહીં.
એમનાં' ભૌગોલિક સ્થાનો ! પ્રશ્નકર્તા : તો પછી આ ચાર વસ્તુઓને (મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર) શરીરમાં કોઈ વિશિષ્ટ સ્થાન છે કે સમજ આપી છે ?
દાદાશ્રી : ના, વિશિષ્ટ સ્થાન છે. સ્થાન છે બધાંના. મને એ પોતે સૂક્ષ્મરૂપેય છે ને ધૂળરૂપેય છે. એના વિશિષ્ટ સ્થાન છે.
પ્રશ્નકર્તા : મનનું સ્થાન ક્યાં છે ?
દાદાશ્રી : સૂક્ષ્મ મનનું સ્થાન અહીંથી (બે ભ્રમર વચ્ચેથી) અઢી ઈચ છેટે છે. આ જગ્યાએથી અઢી ઈચ અંદર સૂક્ષ્મ મનનું સ્થાન છે. સ્થળ મનનું સ્થાન હૃદયમાં છે, હાર્ટમાં છે. પછી ધૂળ ચિત્ત અહીં આગળ છે.
પ્રશ્નકર્તા ઃ અહીં આગળ, એટલે આને ક્યો ભાગ કહેવાય ? બોચીનો ભાગ કહેવાય ?
દાદાશ્રી : ના. આ માથાના પાછળનો ભાગ, આ ભ્રમર હોય ને તેનાથી થોડે નીચે, પણ પાછળ, ત્યાં ચિત્ત હોય.
પ્રશ્નકર્તા : એ સ્થળ ચિત્ત ? દાદાશ્રી : હા, સ્થૂળ ચિત્ત. પ્રશ્નકર્તા: ફોટોગ્રાફી લઈ શકાય એવું ?