________________
અંતઃકરણનો ધર્મ !
અસીલ જરા વધારે પૈસા આપે એવો હોય તો એની જોડે વધારે બેસી રહે, એના સ્વભાવને અટકાવીને. પછી એ સંડાસનો સ્વભાવ છે તે ચિડાય પછી. એ પ્રકૃતિ રિએક્શન (પ્રતિકા૨) મારે. અને પછી કહેશે, ‘મને બંધકોશ થઈ ગયો.' દરેકને પોતપોતાના સ્વભાવમાં રહેવા દો, એના સ્વભાવને હેલ્પ કરો. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો ને પાંચ કર્મેન્દ્રિયોની વાત થઈ ગઈ.
૩૩
હવે બીજી વસ્તુ અંદરની વાત આવી. મન એના સ્વભાવમાં છે. તમારે ના વિચારવું હોય તોય, કશુંક દેખ્યું કે વિચારવા મંડી પડશે. એના હાથમાં આવવું જોઈએ. એટલે એ એના મનના સ્વભાવમાં છે. મનનો સ્વભાવ વિચારવું.
ચિત્ત તમારી ઇચ્છા ના હોય તોય ત્યાં આગળ ઓફિસમાં જાય. અને ઓફિસનું ટેબલ, બધું દેખાય. એ ચિત્તનો સ્વભાવ ભટકવાનો છે. દરેક પોતપોતાનાં સ્વભાવ બતાવી રહ્યા છે. ફક્ત (વ્યવહાર) આત્મા એકલો જ પોતાનો સ્વભાવ છોડી અને બીજાં બધાંના સ્વભાવને કહે છે, ‘હું કરું છું.’ એકલા (વ્યવહાર) આત્માએ પોતાનો સ્વભાવ છોડી દીધો અને બીજાના સ્વભાવને ‘મેં કર્યું’, આ વિચાર કર્યા, તો ‘મેં કર્યા’ એમ કહે. ‘આ ચિત્ત ભટકે છે’ તેને કહે ‘હું ભટકું છું.' ઓહોહો ! સાંભળ્યું તો ‘મેં સાંભળ્યું.’ ‘સંડાસ હું જઈ આવ્યો. મેં ખાધું,' કહેશે. અલ્યા, કઈ જાતનો માણસ છે તું ? દરેક પોતપોતાના સ્વભાવમાં છે. આ વાત સાયન્ટિફિક (વૈજ્ઞાનિક) નથી લાગતી ? હવે ફક્ત આત્માનો સ્વભાવ ઓળખવાની જરૂર છે. બીજું કશું ઓળખવાની જરૂર નથી. એ છે ડિસ્ચાર્જ પરિણામ !
પ્રશ્નકર્તા : તો આ બધું કોણ કરતું હશે ? આ બધાં જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિયની આ મુવમેન્ટસ્ (ગતિ) અને એના મેનેજમેન્ટ (સંચાલન)નું કંટ્રોલીંગ પાવર (કાબૂમાં રાખવાની શક્તિ) કોણ છે ?
દાદાશ્રી : એનો કંટ્રોલ (કાબૂ કરનાર) એ રીએક્શનરી પાવર (પરિણામિક શક્તિ) છે, ડિસ્ચાર્જ પાવર છે. હવે એ અંતઃકરણની
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મુવમેન્ટસ્ છે જ, પણ એ કોઈને ચલાવવું પડે નહીં. એ ડિસ્ચાર્જ (નિર્જરા) થતું છે. ડિસ્ચાર્જમાં તો કોઈને કશું કરવું પડે નહીં ને !
પ્રશ્નકર્તા : અંતઃકરણ સ્વસંચાલિત છે ?
૩૪
દાદાશ્રી : સ્વસંચાલિત, પણ તે ડિસ્ચાર્જ છે. સ્વસંચાલિત એટલે આ કોઈ ગપ્પે નથી; ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એટલે હમણે પાંચ રતલ હોય તો સ્વસંચાલિત તો વધતું પાંચના દસ રતલેય થાય, એ વસ્તુ ઘટે નહીં. અને આ તો ઘટે. એટલે પાંચ રતલનું ચાર થાય, ચારનું ત્રણ થાય, ત્રણનું બે થાય, એક થાય પછી ઝીરો થાય ને અહીંથી નનામી નીકળી જાય છે.
પ્રશ્નકર્તા : એટલે ઓછું થતું જાય ?
દાદાશ્રી : ડિસ્ચાર્જ થતું જાય. ‘ડિસ્ચાર્જ’ શબ્દ ચાલે એવો છે કે એને બદલે કોઈ બીજો મૂકવા જેવો છે ? આ તો અંદરથી નીકળ્યો છે, સ્વાભાવિક. આ જેટલા ઇંગ્લીશ શબ્દ નીકળ્યા છે ને, એ મારી સમજણની બહારના છે. હું તો મેટ્રિક ફેઈલ છું.
એટલે અંતઃકરણને આમ સ્વસંચાલિત કહેવામાં આવે છે. એ સ્વસંચાલિત થાય છે પણ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. જેમ ટાંકીનું પાણી, સ્વસંચાલિત પડ્યા જ કરે છે, તેનો અર્થ એ કે ખાલી થઈ રહ્યું છે. એટલે ટાંકી ડિસ્ચાર્જ થઈ રહી છે એમ કહેવાય ને !
પ્રશ્નકર્તા ઃ ચાર્જ કરનાર હોય તો જ ડિસ્ચાર્જ થાય ને ?
દાદાશ્રી : ચાર્જ તો થઈ ગયેલું છે. અત્યાર સુધી તમે જે સાંભળ્યું ને બધું કર્યું એ બધું ચાર્જ (પૂરણ) થઈ ગયેલું કે નહીં ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હવે એ ચાર્જ થઈ ગયેલું છે. હવે હું ‘તમને’ તમારા સ્વભાવમાં મૂકી દઉં અને આત્માના ધર્મમાં ‘તમે’ આવી જાવ. અને આ બધાંના ધર્મોને તમે જોયા કરો, તો પછી તમારે જે પહેલાં ચાર્જ