________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
દાદાશ્રી : શિવસ્વરૂપ ? હા, તો પછી રહ્યું જ શું છે ? મન શિવસ્વરૂપ થવું એટલે ભગવાન જ થઈ ગયો ને ! જીવસ્વરૂપ છૂટે ને શિવસ્વરૂપ થઈ જાય એટલે પછી મન વશ થઈ જાય, સંપૂર્ણ પ્રકારે. બુદ્ધિ ધીમે ધીમે ડિમિનિશ (ખલાસ) થતી જાય અને જીવતો અહંકાર ખલાસ થઈ ગયેલો હોય. પછી મડદાલ અહંકાર રહે, અજીવ અહંકાર ! અહંકારના બે ભાગ છે : એક સજીવ અહંકાર અને એક અજીવ અહંકાર છે. તે અજીવ અહંકાર રહે.
પ્રશ્નકર્તા : તે દાદા, ત્યારે આ સજીવ અહંકાર આપ લઈ લો
(3) અંતઃકરણનો ધર્મ !
છો ?
દાદાશ્રી : ત્યારે બીજું શું કરવાનું છે ? પછી બુદ્ધિ એકલી ખાલી ફરે છે. કશું ચાર્જ ના થાય ને !
ધર્મ, આત્માતો તે અંતઃકરણતો પ્રશ્નકર્તા : આત્માનો ધર્મ અને અંતઃકરણનો ધર્મ, એ ભેદ વિગતવાર સમજાવો.
દાદાશ્રી : જુઓ, આ કાન છે. તે આપણે ના સાંભળવું હોય, આમ દાબી દઈએ તોય થોડું ઘણું સાંભળી જાય ને ? સાંભળી જાય કે ના સાંભળી જાય ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે સાંભળવું એ કાનનો સ્વભાવ છે. આંખનો સ્વભાવ જોવાનો છે. આપણે ના જોવું હોય, આપણે નક્કી કરીએ કે નથી જોયું તોય આમ કરીને આંખ બાડી કરીને જરા જોઈ લે. આ નાકનો સ્વભાવ આપણે સુગંધ નથી સોડવી તોય મહીં પેસી જાય. આ જીભનો સ્વભાવ છે કે મરચું તીખું લાગે. આપણને તીખું ના લાગે એમ ઇચ્છા હોય તોય તરત અસર થાય છે. આ બૉડી (શરીર)નો સ્પર્શ સ્વભાવ છે. તે ઠંડી લાગે કે તરત આપણને અસર થાય. આ પાંચ ઇન્દ્રિયો એ જ્ઞાનેન્દ્રિયો છે. અને કર્મેન્દ્રિયો કોને કહેવાય ? આ પગ, હાથ, મોટું-ખાઈએ છીએ, સંડાસ-બાથરૂમ જઈએ છીએ, બધી થઈને પાંચ કર્મેન્દ્રિયો છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે; એ બધાં એમના સ્વભાવમાં છે. તે આપણે સંડાસ જવું હોય ને કોઈ