________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
વસ્તુ છે. જે વખતે જે પાર્ટ ભજવે, મહીં ખૂબ વિચારો જ કર્યા કરતું હોય, તે ઘડીએ મન છે મહીં. ભટક ભટક કરતું હોય ત્યારે ચિત્તની સ્થિતિ છે. કર્તૃત્વનો અહંકાર કરતું હોય તે ઘડીએ અહંકાર છે અને માન-તાન ખોળતું હોય તે ઘડીએ અહંકારનું સ્વરૂપ છે અને નિર્ણય કરતું હોય કે આમ કરવું કે તેમ કરવું, ત્યારે એ બુદ્ધિ સ્વરૂપ છે. કેમ તમને વાંધો આવ્યો ? એનું એ જ અંતઃકરણ, એક જ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : પાતંજલિ યોગમાં એ જ મૂક્યું છે.
દાદાશ્રી : હા. પણ વસ્તુ એક જ છે. આ તો જે પાર્ટ ભજવતું હોય તે વખતે એનું નામ કહેવાય.
૨૯
પ્રશ્નકર્તા : હા પણ ધીઝ આર ડિફરન્ટ આસ્પેક્ટર્સ (એ જુદી જુદી અપેક્ષાએ છે), પણ વસ્તુ એક જ એને માટે જે દાખલો આપ્યો, હાથીને પાંચ જણ જોવા ગયા. કોઈ કહે કે સૂપડા જેવો છે, કોઈ કહે એ તો થાંભલા જેવો છે, એના જેવું. પણ વસ્તુ સમગ્ર રીતે લઈએ તો એક જ છે.
દાદાશ્રી : પોતપોતાના વ્યૂ પોઈન્ટથી જુએ બધા. સમગ્ર વ્યૂ પોઈન્ટ નથી. સેન્ટરમાં રહીને જુએ એની વાત જુદી !
પ્રશ્નકર્તા : શિવસંકલ્પ ઉપનિષદનું પહેલું આ વાક્ય, ફરી પાછું પૂછું છું, “મન નથી તો કંઈ નથી, મન છે તો બધું છે.’” એ બે વસ્તુ, મન છે અને મન નથી એટલે શું ?
દાદાશ્રી: પણ ‘નથી’એવું કરીને આ લોકો સમજ્યા પણ મનની ક્યારે જરૂર ન હતી, એમ જાણવું જોઈએ. આ તો વચ્ચે ‘જરૂર નથી’ એમ કરવા ગયા ને તેથી આ કોળાં જેવા થઈ ગયા. મન નથી એ તો આપણે કિનારે ઉતર્યા પછી કહેવાનું કે હવે મનની જરૂર નથી. હજુ સમુદ્રમાં બેઠો છે મૂઓ ને મનની જરૂર નથી, તે મનને ખલાસ કરવા ગયો. તે બધું નાવડું તોડીને ખલાસ કરી નાખ્યું, મન રૂપી નાવડું !
૩૦
છે.
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એટલે શિવસ્વરૂપ બનાવવાનું છે ?
દાદાશ્રી : ના, શિવસ્વરૂપ જાણવાનું.
પ્રશ્નકર્તા : હા. અને પછી એ આપમેળે સહજ રીતે અનુભવાય
દાદાશ્રી : સહજ રીતે જાણવાનું છે, શિવસ્વરૂપ. આપણું આ જીવ સ્વરૂપ તો આપણે જાણીએ જ છીએ.
પ્રશ્નકર્તા : એટલે બનાવવા જઈશું તો ફેઈલ (નાપાસ) થઈશું.
દાદાશ્રી : બનાવે તો કોણ બનાવનાર ? હુ ઈઝ ધી ક્રીયેટર ? શિવસ્વરૂપનો ક્રીયેટર (બનાવનાર) કોઈ હોય નહીં. જ્ઞાન જ ‘એને’ શિવસ્વરૂપ કરે છે, બીજું કોઈ કરતું નથી.
પ્રશ્નકર્તા : ઉપનિષદ એમ કહે છે કે મન શિવસ્વરૂપ બનવું
જોઈએ.
દાદાશ્રી : આ જીવસ્વરૂપ અજ્ઞાનથી થઈ ગયું છે, એ શિવસ્વરૂપ જ્ઞાનથી થઈ જાય. આમાં બીજું શું ?
ગયેલા.
પ્રશ્નકર્તા : હજારો વર્ષથી આપણા દરેક શાસ્ત્રો મનને મારો, મનને મારો, પણ કોઈએ મનને માર્યું નથી.
દાદાશ્રી : નહીં, મારવા ગયેલા તે તો માર ખાઈ ખાઈને મરી
પ્રશ્નકર્તા : પણ એનું અસ્તિત્વ તો સ્વીકારોને કે મન તો છે. દાદાશ્રી : અસ્તિત્વ સ્વીકાર્યા વગર છૂટકો જ નહીં ને !
પ્રશ્નકર્તા : મન છે તો બધું છે, અહંકાર, બુદ્ધિ બધું. પણ એ જો મન છે તે શિવસ્વરૂપ થાય એટલે કે કલ્યાણ સ્વરૂપ થાય તો બધું સરખું થાય.