________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
તો ચાલતું હશેને ? મન ચાલુ જ હશેને ?
દાદાશ્રી : બંધ હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધુય બંધ થઈ જાય. ફક્ત આયુષ્ય કર્મ બાકી અને ભયંકર અશાતા વેદનીય કર્મ ભોગવે છે. અત્યારે.
પ્રશ્નકર્તા : માણસને હિપ્નોટાઈઝ કરે છે, એની અસર ક્યાં આવે ? મન ઉપર આવે કે ચિત્ત ઉપર આવે ? દાદાશ્રી : મન અને ચિત્ત બેઉ ઉપર.
બતે મત શું શિવસ્વરૂપ ? પ્રશ્નકર્તા: શિવસંકલ્પ ઉપનિષદમાં કહ્યું કે મન નથી તો કંઈ નથી. મન છે તો વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, અહંકાર છે. માટે મનને ઓળખીને શાંત કરી દો. મન શિવસ્વરૂપ થઈ જાય તો પછી કોઈની અસ્તિ નથી.
દાદાશ્રી : પણ મન શાંત થઈ જાયને, એટલે તો તડબૂચ રહ્યા. બહુ તડબૂચા જોયેલાં મેં. હેય ! આપણને એમ લાગે કે મહારાજ તો કહેવું પડે ! મોટું જોતાં જ સ્થિર થઈ જઈએ છીએ. એનામાં હાલે નહીં એટલે આપણું હાલતું બંધ થઈ જાય, પણ આવડાં આવડાં કોળાં જ જોઈ લો ને ! તડબૂચાં જ ! ભગવાને કહ્યું કે અહીં ક્યાં પેઠો, મનની નિર્વિચાર દશામાં ક્યાં પેઠો ? વિચાર જ બંધ કર્યા એટલે મન ઊડી ગયું, રસ્તે જતા. હજુ છે તો સમુદ્રમાં, ભરસમુદ્રમાં. પણ મન ઊડી ગયેલું, એવા મેં જોયેલા. મોઢાં આમ બિલકુલ ગમે. તમને તે ઘડીએ ખસવાનું જ મન ના થાય, વાતાવરણ એટલું સુંદર હોય. એના બાપના સમ, જો એક શબ્દ પણ બોલતાં આવડતું હોય તો ! મોક્ષ માટે એ કામ લાગે નહીં. એટલે હું તડબૂચાં કહું છું આમને કે આ તડબૂચની પેઠ બેસી રહ્યા છે. તડબૂચું હાલેય નહીં ને ચાલેય નહીં.
પ્રશ્નકર્તા : પણ શિવસંકલ્પ સ્વરૂપની વાત ઉપર જ કહો ને, મન શાંત થાય ?
દાદાશ્રી : મન શાંત થઈને આ લોકો તડબૂચ જેવાં થઈ ગયાં છે. મનને શાંત કરશો નહીં. મનને તો ના હોય તો સળી કરજો. કારણ કે એ નવી નવી વસ્તુઓ કાઢશે મહીંથી અને પછી એને થકવજો. થાક્યા પછી બહુ હેરાન કરતું હોય તો બે ગોળીઓ (ભાવતી ચીજ) ખવડાવી ઊંઘાડી દેજો. એને જો ગમતું હોય ને તો એને જરા દૂધબૂધ પીવડાવીને ખુશ કરી દેવું.
પ્રશ્નકર્તા : શિવસ્વરૂપનો બરોબર અર્થ શું છે ? દાદાશ્રી : શિવસ્વરૂપનો અર્થ એટલે શુદ્ધાત્મા સ્વરૂપ. પ્રશ્નકર્તા : મન શિવસ્વરૂપ કેવી રીતે થાય ?
દાદાશ્રી : આ મન હું છું, ‘હું ચંદુલાલ છું’ તેને બદલે ‘હું શુદ્ધાત્મા છું' એ મન શિવસ્વરૂપ થયું કહેવાય. પછી શું ?
પ્રશ્નકર્તા : એ કેમનું? આ ના બેઠું દાદા. ‘હું શુદ્ધાત્મા છું’ એ મન છે ?
દાદાશ્રી : આ મનથી ‘હું ચંદુલાલ સ્વરૂપ છું’ એમ માને છે. અને પછી એ જ મન છે તે “હું શુદ્ધાત્મા છું' માને છે. એટલે શિવસ્વરૂપ જ થઈ જાય છે. પછી રહ્યું શું ?
પ્રશ્નકર્તા : પણ ‘હું ચંદુલાલ છું એ અહંકાર છે ને ? દાદાશ્રી : પછી એ અહંકાર નથી. એ ઊડી ગયો. પ્રશ્નકર્તા : એને મન કહે છે કે અહંકાર કહે છે ?
દાદાશ્રી : એને મન કહે છે, મન એટલે ? અહંકાર, મન એક જ છે બધાં !
પ્રશ્નકર્તા: એવું હોતું હશે ? બે જુદું નહીં ?
દાદાશ્રી : ના, ના, ના સમજાતું હોય તો હજુ લખી લેજો કે મનબુદ્ધિ-ચિત્ત ને અહંકાર એક જ અંતઃકરણ છે. હા, અંતઃકરણ એક જ
જોઈ લો આ હાલતું બંધ જ થઈ જઈએ લાગે કે મારા રહ્યા.