________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
૨૫
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
રીતે આ પ્રતિષ્ઠા કરી છે. દેહમાં ‘હું ’ એવી પ્રતિષ્ઠા કરી છે. આજે છે તે પહેલાંની પ્રતિષ્ઠાનું ફળ છે અને પાછું એમાંથી નવી પ્રતિષ્ઠા ઉત્પન્ન થાય છે. એટલે જ્યારે દેહાધ્યાસ છૂટી જાય ત્યારથી પ્રતિષ્ઠા બંધ થઈ જાય.
હવે આ શરીરમાં આત્મા બિલકુલ વપરાતો નથી. ફક્ત એનો પ્રકાશ જ શરીરમાં પડ્યા કરે છે. બાકી આત્મા કશું આમાં કરતો નથી. અને એ પ્રકાશથી આ બધું ચાલ્યા કરે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ બધાં આ પ્રકાશના આધારે બધું કામ કરી રહ્યાં છે અને આ બધું ડિસ્ચાર્જ છે.
પ્રશ્નકર્તા : આ બધું મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર જ કરે છે, તો પછી આત્માએ શું કરવાનું ?
દાદાશ્રી : આત્માએ જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહેવાનું છે. પણ પોતાના ગુણધર્મમાં આવવો જોઈએ. એ તો “જ્ઞાની પુરુષ’ ‘રિયલ’ અને ‘રિલેટિવ'ની લાઈન ઑફ ડિમાર્કશન નાખી આપે, ત્યાર પછી આત્મા પોતાના સ્વાભાવિક ધર્મમાં આવે. પોતાના સ્વાભાવિક ધર્મમાં આવ્યા પછી કશું રહેતું નથી. પછી એક અવતારમાં જ મોક્ષમાં જાય.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ, આત્મા અને સંસારનો સમન્વય થાય તો જ મોક્ષ મળે ને ?
દાદાશ્રી : ના. બુદ્ધિને અને મોક્ષને કશી લેવા-દેવા નથી. મોક્ષ તો પોતાનું અજ્ઞાન ફીટે તો થાય. મોક્ષ એ જ્ઞાનથી છે અને જ્ઞાન એ પ્રકાશ છે. અને તે પ્રકાશ ક્યારે થાય કે અંધારું બંધ થઈ જાય ત્યારે, અંધારું જાય ત્યારે. એટલે અજ્ઞાન ફીટે તો મોક્ષ થઈ જાય. હવે અજ્ઞાનમાં કોણ કોણ આવ્યું ? મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધુંય. એ છૂટી જાય, ભાગી જાય તો મોક્ષ થઈ જાય. મોક્ષ એટલે સંસારમાં રહેવા છતાંય સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિ કશું અડે નહીં, સંસારનું કશું દુઃખ અડે નહીં, એનું નામ મોક્ષ. મોક્ષની ઇચ્છા થાય ખરી ?
યાદશક્તિ કોની ભૂમિકામાં ? બુદ્ધિ તો સંસારમાં જ ભટકાવનારી છે, સંસારની બહાર નીકળવા ના દે.
પ્રશ્નકર્તા : તો યાદશક્તિ જે છે એ બુદ્ધિના જુરિસ્જિકશનમાં (તાબામાં) કે ચિત્તનાં ?
દાદાશ્રી : યાદશક્તિ એ ચિત્તની ભૂમિકા છે, અશુદ્ધ ચિત્તની. એટલે અમને અશુદ્ધ ચિત્ત ના રહ્યું એટલે અમને યાદશક્તિ હોય નહીં બિલકુલેય ! અમને કોઈ વસ્તુ યાદ ના હોય. આજ શું વાર છે, તમે સવારમાં કહ્યું હોય તોય અત્યારે યાદ ના હોય.
પ્રશ્નકર્તા : પણ વ્યવહાર નિભાવવા માટે એ તો જરૂરી છે.
દાદાશ્રી : વ્યવહારમાં જરૂરીને ! ત્યાર વગર વ્યવહારમાં ચાલે જ નહીં ને ! જેને જેટલો વ્યવહાર છે, તેને એટલું યાદ રહે જ. વ્યવહાર ઓછો હોય એટલું ઓછું યાદ રહે. બધું એડજસ્ટેબલ (સુમેળતાવાળું) છે. એકદમ બ્રેકડાઉન (ભાંગી પડ્યું) નથી આ.
પ્રશ્નકર્તા : પણ એ યાદ રાખવાનું એ અહંકાર વગર શક્ય નથી પાછું.
દાદાશ્રી : એ અહંકાર ખરો, પણ તે ડિસ્ચાર્જ (ખાલી થતો) અહંકાર છે. ડિસ્ચાર્જ અહંકાર એટલે જીવતો અહંકાર નથી. શેકેલું બીજ છે. હવે એ યાદશક્તિ એ શેના આધીન છે ? શાથી ઉત્પન્ન થાય છે ? ત્યારે કહે, રાગ-દ્વેષનો પ્રભાવ એ. જેને રાગ-દ્વેષ હોય તો જ યાદશક્તિ હોય. જેમાં રાગ હોય ને, તે બહુ યાદ રહે અને જબરજસ્ત દ્વેષ હોય, તે બહુ યાદ રહે. આ રાગ-દ્વેષ નથી, તે યાદ ના આવે. જેનું અજ્ઞાન ગયું, તેના પછી રાગ-દ્વેષ જાય.
...ત્યારે સ્થિતિ અંતઃકરણતી કેવી ? પ્રશ્નકર્તા: કોમામાં છે તે કઈ દશા કહેવાય ? કોમામાં મગજ