________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
૨૩
દે. ‘આ’ જ્ઞાન લીધા પછી દેહમાં, મનમાં, વાણીમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં એ બધામાં પહેલાં જે ચેતનભાવ હતો, તે ચેતનભાવ તેમાંથી બધો ખેંચી લીધો. જે સજીવ ભાવ હતો તે ખેંચી લીધો. રહ્યો નિર્જીવ ભાવ. તે નિર્જીવ ભાવ ખાલી ફળ આપે. સૂર્યનારાયણ ગયા પછી જેવું તપેલું હોય તે ફળ આપે, એવી રીતે ફળ આપશે. પણ નિર્જીવ ભાવ છે. એટલે અહંકારેય નિર્જીવ રહ્યો છે.
મતનું વજન ? પ્રશ્નકર્તા : મનનું વજન હોય ?
દાદાશ્રી : હા, મનનું વજન હોય. પણ થોડું ઘણું, બહુ જૂજ. અહંકારનું વજન હોય, ચિત્તનું વજન હોય.
પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ કે ચિત્ત એ ફિઝિકલ છે ?
દાદાશ્રી : ના. ચિત્ત અડધું ચૈતન્ય છે, મિશ્રચેતન છે ને અશુદ્ધ થયેલું છે કે, તે વજનદાર થયેલું છે.
પ્રશ્નકર્તા : એટલે એ અશુદ્ધિને હિસાબે જ વજન છે ?
દાદાશ્રી : હા. આપણે આ બહાર જેને જ્ઞાન નથી ને, તેને આત્માનું વજન બાદ કરીને બોલવું હોય તો એને બે-ત્રણ ગ્રામ બાદ કરવું પડે. કારણ કે એમનો (વ્યવહાર) આત્મા વજનદાર હોય, બત્રણ ગ્રામનો.
એતે' તથી સંબંધ, મૂળ આત્મા સંગ ! પ્રશ્નકર્તા : આત્માને અંતઃકરણ સાથે કોઈ સંબંધ નથી ?
દાદાશ્રી : કશોય નહીં. ફક્ત આત્માનો પ્રકાશ એકલો મળ્યા કરે છે, પ્રકાશ આત્માનો છે. એ પ્રકાશ અંતઃકરણને મળે. એ પ્રકાશના આધારે અંતઃકરણ ચાલુ રહે.
એવું છે ને, આત્મા બે પ્રકારનાં છે. એક આત્મા જે વ્યવહારમાં
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) તમારે કામ કરે છે, વ્યવહાર ચલાવી લે છે, એ આત્મા છે. એ ‘આત્મા’માં ‘તમે અત્યારે છો. તમારો કર્તાભાવ છે ત્યાં સુધી તમે આ આત્મામાં છો. અને કતોભાવ છૂટી જાય ત્યારે ‘તમે’ ‘મૂળ આત્મા'માં આવો. કારણ કે મૂળ આત્મા અક્રિય છે. મૂળ જે દરઅસલ આત્મા છે એ અક્રિય છે. એટલે આપણું અક્રિયપણું થાય તો એમાં, મૂળ આત્મામાં તન્મયાકાર થાય. અને જ્યાં સુધી કર્તાભાવ છે ત્યાં સુધી ભ્રાંતિ છે આપણને, ત્યાં સુધી આ આત્મામાં રહેવાનું. તે દેહાધ્યાસનો દોષ બેસે આપણને અને કર્મો બંધાય. ‘હું કરું છું', એથી કર્મ બંધાય બધાં. તે આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું કર્મ બંધાવાથી ઉત્પન્ન થયું છે. એ કર્મ છૂટી જાય એટલે એ બધું ઊડી જાય.
પ્રશ્નકર્તા : ત્યારે મન-બુદ્ધિ ને ચિત્ત એ આત્મામાં રહે ?
દાદાશ્રી : ના, મૂળ આત્માને કશું લેવા-દેવા નથી. મૂળ આત્મામાં મનેય નથી, બુદ્ધિય નથી, ચિત્ત છે પણ જે આપણને ચિત્ત છે એવું ચિત્ત નથી. આપણે અશુદ્ધ ચિત્ત છે અને એ શુદ્ધ ચિત્ત છે. આ તમે જે ચિત્ત કહો છો ને, તે અશુદ્ધ ચિત્ત છે. બુદ્ધિ જોડે ચિત્ત હોય તે અશુદ્ધ ચિત્ત હોય. ચિત્તની અશુદ્ધિ થયેલી હોય અને પેલું શુદ્ધ ચિત્ત હોય. એટલે અશુદ્ધ ચિત્તવાળો, શરીર ખાય અને માને શું કે “મેં ખાધું.’ શરીર ઊંઘી જાય ત્યારે કહેશે, ‘હું ઊંઘી ગયો.” શરીર કામ કરે ત્યારે કહે છે, “હું કામ કરું છું.’ એ અશુદ્ધ ચિત્તના ગુણ બધા. ચિત્તની અશુદ્ધિને લઈને આ દોષ થાય છે, એટલે કર્મ બંધાય છે. એટલે આ કર્મ ના બંધાય ત્યારે છૂટા થઈએ, અક્રિયપણું આવે. જે કાર્ય થઈ રહ્યું છે એ સચર આત્મા છે અને મૂળ ખરો દરઅસલ આત્મા એ અચળ છે. સચર એટલે મિકેનિકલ (યાંત્રિક). સચરાચર શબ્દ સાંભળ્યો છે ? અને આ સચર છે, એ કોઈ દહાડો અચળ થાય નહીં.
મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે અંતઃકરણ છે ને, એ બધું પ્રતિષ્ઠિત આત્મામાં આવી જાય. પ્રતિષ્ઠિત આત્મા એટલે ‘આપણે’ પ્રતિષ્ઠા કરી ને જે તૈયાર થયો છે. તે અત્યારે આ પ્રતિષ્ઠાનું ફળ મળે છે. જેમ મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ તો પછી પ્રતિષ્ઠાનું ફળ મળે; તેવી