________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
૨૧
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) તે જ શુદ્ધાત્મા છે. શુદ્ધ ચિત્ત એ પર્યાય રૂપે છે અને શુદ્ધાત્મા દ્રવ્ય ગુણ રૂપે છે. પણ એકની એક જ વસ્તુ છે બધી.
મન-ચિત્ત-અહંકાર બધું પરમાણુનું બનેલું છે. એટલે એ જડ તત્ત્વનું બનેલું છે, એ ચેતન નથી. એ ફેરફાર થાય. એટલે એ ફિઝિકલ વસ્તુ છે. બુદ્ધિ ફિઝિકલ નથી. બુદ્ધિ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે, રિલેટીવ વસ્તુ છે, સ્વયં પ્રકાશ નથી. અને મેં તમને જ્ઞાન આપ્યું તે સ્વયં પ્રકાશિત જ્ઞાન છે.
એકલી પુદ્ગલ નથી. બુદ્ધિ તો આનો આ જ પ્રકાશ, આત્માનો પ્રકાશ, પણ અહંકારની શ્રુ પડે છે ને, એટલે એને બુદ્ધિ કહેવાય. વચ્ચે અહંકારનું મિડિયમ (માધ્યમ) છે, એની મારફત જાય છે એટલે બુદ્ધિ કહી. પુદ્ગલ હોય ત્યારે તો એ પૂરણ થયેલું ગલન થઈ જાય.
અહંકાર પુદ્ગલ કહેવાય. એટલે દહાડે દહાડે અહંકાર ઘટતો જાય. મૂળ અહંકાર તો (જ્ઞાન પછી) ઊડી ગયો. હવે દ્રવ્ય અહંકાર રહ્યો. એટલે આ પૌગલિક અહંકાર રહ્યો. એ જેમ જેમ પાતળો પડતો જશે તેમ તેમ બહાર અજવાળું વધારે થતું જશે.
પ્રશ્નકર્તા : બુદ્ધિનાં પરમાણુ ખરાં કે ?
દાદાશ્રી : પ્રકાશનાં પરમાણુ જે કહે છે ને, તે પરમાણુ કહેવાય પણ પૂરણ-ગલન ના થાય. પૂરણ-ગલન એનું નામ પુદ્ગલ. મન પૂરણ-ગલને કહેવાય, અહંકાર પૂરણ-ગલન કહેવાય, ચિત્તેય પૂરણગલન કહેવાય અને બુદ્ધિ એ પૂરણ-ગલન ના કહેવાય. બુદ્ધિ તો પ્રકાશ છે. આ પ્રકાશ અહંકારના મિડિયમ થ્રુ (દ્વારા) આવે છે. એક લાલ કપડું ધરીએ, એટલે નીચે લાલ અજવાળું પડે, પણ અજવાળું તો મૂળ આત્માનું જ ને !
પ્રશ્નકર્તા : ચિત્ત પુદ્ગલ કેવી રીતે ?
દાદાશ્રી : શુદ્ધ ચિત્તને તો આત્મા કહે છે. એટલે આ ચિત્ત કોને કહેવાય ? અશુદ્ધ ચિત્તને ચિત્ત કહે છે. એ અશુદ્ધ ચિત્ત ગલન થઈ જાય. આપણે જ્ઞાન આપીએ ત્યારે અશુદ્ધ ચિત્તનું ગલન થઈ જાય છે. થોડે ઘણે અંશે રહે તો પણ થોડા વખતમાં એ જતું રહે.
એ વૃત્તિઓ પાછી સ્વભાવમાં આવે. ચિત્તવૃત્તિઓ પરભાવમાં વહ્યા કરતી હતી, એ ચિત્તવૃત્તિઓ સ્વભાવમાં, નિજભાવમાં વહેવા માંડી છે. એટલે ગલન થઈ ગયું એનું અને એ ચિત્ત શુદ્ધ થઈ ગયું. શુદ્ધ ચિત્ત એ જ આત્મા. એટલે આત્મા બીજી કોઈ વસ્તુ નથી. શુદ્ધ ચિત્ત એ આત્માનો પર્યાય ગણાય છે, શુદ્ધ પર્યાય એ જ આત્મા છે,
- બુદ્ધિ, પ્રકાશ સ્વરૂપે ! પ્રશ્નકર્તા : અહીંયા એમ લખ્યું છે કે અહંકાર કામ કરતો બંધ થઈ જાય. જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ (ગલન) થાય. બુદ્ધિ પણ જૂની છે, એ ડિસ્ચાર્જ થયા કરે. નવી ઉત્પન્ન ના થાય. બીજી જગ્યાએ એમ લખ્યું છે કે બુદ્ધિનાં પરમાણુ ના હોય, પ્રકાશ છે. એ પૂરણ-ગલન ના થાય. મન ફિઝિકલ (ભૌતિક) છે, જડ છે, બુદ્ધિ ફિઝિકલ નથી એ સમજાવો.
દાદાશ્રી : બુદ્ધિ ફિઝિકલ નથી, એ તો પ્રકાશ છે. ફિઝિકલ તો ધીમે ધીમે ઓગળે. આ એવું ધીમે ધીમે ઓગળવાની વસ્તુ ન હોય. આ તો એકદમ બંધ થઈ જાય, એકદમ ચાલુ થઈ જાય.
પ્રશ્નકર્તા : પણ આ ડિસ્ચાર્જ લખ્યું છે ને, એટલે કે ચાર્જ અને ડિસ્ચાર્જ હોય. એટલે પૂરણ-ચલન ના હોય એનું ? તો અહીંયા તો પૂરણ-ચલન ન હોય એમ લખ્યું છે ને ? એ પૂરણ-ચલન નથી ?
દાદાશ્રી : પૂરણ-ચલન નથી. એ પણ ડિસ્ચાર્જ તો થઈ જ જાયને, ઓછી થતી જાય. એટલે આપણને મહીં ડખલ કરે નહીં. એ પુદ્ગલ નથી, પ્રકાશ સ્વરૂપ છે.
પ્રશ્નકર્તા : એટલે એ સંસારમાં રાખનારો પ્રકાશ છે ? દાદાશ્રી : સંસારનો પ્રકાશ. સંસારમાંથી બહાર નીકળવા જ ના