________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
દેખાય, પણ ચેતન નથી એ. એવું આમાં ચેતન જેવું દેખાય પણ ચેતન નથી. આ શરીરમાં આખી રાત મશીનરી ચાલે છે, એવું તમને ખબર
છે ? તમને ખબરેય ના હોય તોય ચાલે છે ને ?
૧૯
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આ દેહ એ ફિઝિકલ છે, તો આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ પણ ફિઝિકલ છે ?
દાદાશ્રી : મન એકલું ફિઝિકલ કહેવાય. પેલું બધું તો મિશ્રચેતન કહેવાય. મિશ્રચેતન એટલે શું ? પાવર ચેતન. જેમાં પાવર ભરેલો છે. એ પાવર જ્યાં સુધી છે ત્યાં સુધી એ કામ કરશે ને પાવર નહીં હોય તો ખલાસ થઈ જશે. એટલે પાવર હોય ત્યાં સુધી ચિત્ત ને બુદ્ધિ એ બધા કામ કરે. અને મન તો પોતે ફિઝિકલ છે. એને કંઈ પાવરની જરૂર નથી.
પ્રશ્નકર્તા : બુદ્ધિ અને ચિત્ત જડ ના કહેવાય ?
દાદાશ્રી : બુદ્ધિ અને ચિત્ત બિલકુલ જડ નથી, પાવર ચેતન છે. એટલે ચેતન જેવું જ કામ કરે અને ચેતન હોય નહીં. જેમ બેટરીમાં પાવર હોય છે ને તે મહીં ઘાલીએ પાવર, તો લાઈટ થાય આમ દબાવીએ એટલે. ક્યાં સુધી ? ત્યારે કહે, પાવર હોય ત્યાં સુધી. પાવર ખલાસ થાય એટલે પછી ના થાય. આ પાવર ભરેલો છે, જે કામ કરી રહ્યો છે. આ પાવર ખલાસ થઈ જશે પછી મન-બુદ્ધિ-ચિત્તઅહંકાર કશું કામ ના કરે. ફરી પાવર પાછો બીજો ભર્યો કે બેટરી પાછી ચાલુ અને આત્મા તો તેનો તે જ રહે છે. એની હાજરીમાં પાવર ભરાય છે આ. પાવર ભરવાની કંઈ મશીનરી-બશીનરી કશુંય નહિ, ખાલી હાજરીથી જ પાવર ભરાય છે !
પ્રશ્નકર્તા : આપે કીધેલું કે મન ફિઝિકલ પણ છે અને પાવર ચેતનય છે. એ પાવરવાળું કેવી રીતે છે ?
દાદાશ્રી : પાવર કહેવું હોય તો કહેવાય પણ ડિસ્ચાર્જ પાવર. બાકી મન ફિઝિકલ છે, મન નવું ના કરી શકે. બુદ્ધિ નવું કરી શકે.
૨૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : માટે ફિઝિકલ કહ્યું ?
દાદાશ્રી : એ ડિસ્ચાર્જ પાવર છે. ચાર્જ કશું ના કરી શકે એટલે ફિઝિકલ ને પેલાં બધાં મિશ્રચેતન કહેવાય. મિશ્રચેતનમાં ચેતન નામેય નથી પણ મિશ્રચેતન એટલે ભાવ પેલામાં નંખાયેલા છે, એ બદલ થયેલું છે. એ ભાવ આપણે નિકાલ કરી નાખીએ, તો પેલું ચોખ્ખું થઈને જતું રહે. ડિસ્ચાર્જ એટલે જેમ કોઈ વસ્તુ આપણે લાવવા માંડીએ ને ત્યાર પછી એ ડિસ્ચાર્જ થયા કરે ને, એમાં ફેરફાર થયા કરે છે ને ! તે વસ્તુ એના ફેરફારને ભજે છે. એ એની ઇફેક્ટ છે.
પ્રશ્નકર્તા : મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એમાં વધારેમાં વધારે શક્તિ તો ચિત્તની છે ને ?
દાદાશ્રી : એવું છે ને, ચિત્ત મિશ્રચેતન છે અને મન તો પુદ્ગલ જ છે સ્વભાવે.
પ્રશ્નકર્તા ઃ અંતઃકરણની ક્રિયાઓ એ નિશ્ચેતન ચેતનની કે મિશ્રચેતનની ?
દાદાશ્રી : એ મિશ્રચેતન છે, નિશ્ચેતન ચેતન નહિ. નિશ્ચેતન ચેતન તો આ શરીર બધું, ખાઈએ છીએ, પીએ છીએ, આ શ્વાસ લઈએ છીએ, જોઈએ છીએ, કરીએ છીએ, સાંભળીએ છીએ, તે બધું. પેટમાં દુઃખે-કરે, ખાવાનું પચે-કરે, સંડાસ-બંડાસ એ બધું નિશ્ચેતન ચેતન. એમાં ચેતન જેવી વસ્તુ નથી.
પ્રશ્નકર્તા : મિશ્રચેતન પહેલું હતું, તે હવે નિશ્ચેતન ચેતન થયું ને અમારે ?
દાદાશ્રી : ના. મિશ્રચેતનનું સીધું જ છે તે ચોખ્ખું જડ થઈ જાય પછી. જડ એટલે નિશ્ચેતન ચેતન.
તથી બુદ્ધિ એકલી ‘પુદ્ગલ' !
મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર એ અંતઃકરણનો હિસાબ છે બધો. એ બધુંય પુદ્ગલ છે. શુદ્ધાત્મા સિવાય બીજું બધું પુદ્ગલ છે. બુદ્ધિ