________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
જુદો ! એવું છે આ બધું.
તૈજસ શરીર - અંતઃકરણ તે આત્મા !
પ્રશ્નકર્તા ઃ સૂક્ષ્મ દેહ (તૈજસ શરીર, ઈલેક્ટ્રિકલ બોડી) જોડે આખું અંતઃકરણ જતું હશે ને ?
જાય ?
૧૭
દાદાશ્રી : જૂનું અંતઃકરણ અહીં ખલાસ થઈ ગયું. પાછું નવું અંતઃકરણ ઊભું કર્યું તે જોડે જાય. જૂનું અંતઃકરણ તો બધું ઊડી ગયું હડહડાટ, ડીસ્પોઝ (નિકાલ) થઈ ગયું.
પ્રશ્નકર્તા : તૈજસ શરીરમાં મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર અંદર આવી
દાદાશ્રી : ના. જ્યાં સુધી આ સ્થૂળ શરીર છે ત્યાં સુધી તૈજસ શરીર ખરું અને સ્થૂળ શરીર ગયું અને મોક્ષમાં જવાનો થયો કે તૈજસ
શરીર ખલાસ !
સાથે ?
પ્રશ્નકર્તા : તૈજસ શરીર એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર ?
દાદાશ્રી : ના, ના.
પ્રશ્નકર્તા : તો તૈજસ શરીર કોને કહેવાય ?
દાદાશ્રી : તૈજસ શરીરનું કામ જુદું જ હોય. તૈજસ શરીર તો જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી સ્થૂળ શરીર સાથે અવશ્ય હોય જ. આ શરીરમાં બધું ખાવાનું પચાવવું, લોહી ઉપરથી નીચે લઈ જવું એ બધું એનું કામ છે.
પ્રશ્નકર્તા : આત્મા અને મન એ ભિન્ન છે ?
દાદાશ્રી : મન તદન જુદું છે, લેવાદેવા નથી. બેને કોઈ કન્સર્ન (લેવાદેવા) જ નથી.
પ્રશ્નકર્તા : મન કોની સાથે છે ? દેહની સાથે છે કે આત્માની
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : આત્માની સાથે લેવા-દેવા નથી. મન તો બિલકુલ ફિઝિકલ (ભૌતિક) છે અને આત્મા બિલકુલ શુદ્ધ ચેતન છે. બેને કશું લેવા-દેવા નથી.
૧૮
પ્રશ્નકર્તા : મગજ અને આત્મા એ બન્ને વચ્ચેનો ભેદ શો ? દાદાશ્રી : મગજ તો ફિઝિકલ છે, એમાં ચેતન નામેય નથી. આત્મા એ ચેતન છે.
પ્રશ્નકર્તા : ઈન્ટલેક્ટ (બુદ્ધિ) અને માઈન્ડ (મન) બે વચ્ચે શું ફરક છે ?
દાદાશ્રી : એ બેને તો કોઈ જાતના રિલેશન (સંબંધ) જ નથી. એ બેને બ્લડ રિલેશન (લોહીની સગાઈ) હોતને થોડું પણ, તો આપણે કહેત કે એ બ્લડ રિલેશન છે. પણ કોઈ જાતનું રિલેશન જ નથી. બુદ્ધિ તો અર્ધચેતન કહેવાય અને આ મન તો બિલકુલ ચેતન જ નહીં. મત એ છે ફિઝિકલ !
એટલે મન શું છે ? એ નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન એમ એકલું નથી કહેતો અને એ ચેતન પણ નથી પણ એ નિશ્ચેતન ચેતન છે. એટલે શું?
પ્રશ્નકર્તા : આપ બતાવો.
દાદાશ્રી : એ ચેતન જેવું લાગે છે ખરું, પણ ખરેખર એ ચેતન નથી. લક્ષણ બધાં ચેતનનાં જેવાં જ છે પણ બધાં ડિસ્ચાર્જ સ્વરૂપે છે. કોઈ વસ્તુને ચાર્જ કરેલી હોય, એ ડિસ્ચાર્જ થાય તે ઘડીએ ચેતન જેવાં લક્ષણ ના દેખાય ? આ દારૂખાનાનાં ટેટા હોય છે, તે દુકાનમાં પડી રહે છે, ત્યાં સુધી એ કૂદાકૂદ કરે છે ? પછી આપણે એને સળગાવીએ તો ?
પ્રશ્નકર્તા ઃ તો એ કૂદાકૂદ કરે.
દાદાશ્રી : તે મહીં ચેતન હોય છે તે ઘડીએ ? ચેતન જેવું