________________
સંપાદકીય
આત્મા-અનાત્માની ભેદરેખા આંકવા સૂક્ષ્મ ભેદાંકન અગત્યનું અંગ બની રહે છે. અનાત્મ વિભાગ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહનો બનેલો છે. સૂક્ષ્મ દેહમાં અંતઃકરણનો સમાવેશ થાય છે. અંતઃકરણ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું બનેલું છે. પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી-૧૦ ગ્રંથ, બે વિભાગમાં વહેંચાયેલો છે. પૂર્વાર્ધમાં ખંડ-૧ અંતઃકરણ અને ખંડ-૨ મનનું વિજ્ઞાન સમાવેશ પામે છે. જ્યારે ઉત્તરાર્ધમાં ખંડ-૩ બુદ્ધિ, ખંડ-૪ ચિત્ત અને ખંડ-૫ અહંકાર, આ સંબંધે સાયન્ટિફિક ફોડ સમાવેશ થાય છે.
મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની યથાર્થ અવિરોધાભાસ સમજ સાંપડવી બહુ મુશ્કેલ છે. શાસ્ત્રમાં ઝલક મળે છે, પણ તેનાથી અંતરનો ઉઘાડ ને દૃષ્ટિમાં આવવું બનતું નથી. અરે, કેટલીક જગ્યાએ તો ઓર ગૂંચવાડા વધી જાય છે. ત્યાં શબ્દ જ્ઞાન નહીં, પણ અનુભવ જ્ઞાન જ એકમેવ આધાર બને છે, સાચી સમજ અને ઉઘાડ માટે. ૧૯૫૮માં જ્યારે સુરતના સ્ટેશને દાદાશ્રીને અંતર ઉઘાડ થયો, આત્મજ્ઞાન પ્રકાશ ઝળહળી ઊઠ્યો, તેમાં વિશ્વની તમામ વાસ્તવિકતાના ફોડ દેખ્યા, અનુભવ્યા. તેમાં આ દેહમાં સતત ચાલી રહેલી આંતરક્રિયા અંતઃકરણ સ્વરૂપને ઓળખ્યું, દેખ્યું અને જગતને તેના હકીકત સ્વરૂપે ખુલાસા
પ્રાપ્ત કરાવ્યા.
અંતઃકરણ શું છે ? તેની પ્રક્રિયા શું છે ? શેનું બનેલું છે ? તેના ડેવલપમેન્ટની ઉત્ક્રાંતિ કેવા પ્રકારે રહેલી છે ? જાનવરોમાં, દેવગતિમાં, મનુષ્યોમાં તેમજ નાના બાળકમાં, નાના જીવોમાં અંતઃકરણનું સ્વરૂપ શું છે, કેવું છે તે સમગ્ર ફોડ જીજ્ઞાસુ-મુમુક્ષુઓને જ્ઞાનવાણી દ્વારા સાંપડે છે. અને ખૂબીની વાત તો એ છે કે અજ્ઞાની દશામાં અંતઃકરણમાં તાદાત્મ્યપણું વર્તવું, જ્યારે જ્ઞાની દશામાં અંતઃકરણથી, દેહથી, સમગ્ર પૌદ્ગલિક ભાવથી મુક્ત દશા હોઈ આ અંતઃકરણ સામે એની પ્રત્યેક અવસ્થા, ફેઝિઝ ને જ્ઞાનની જાગૃતિ એ પૃથક્કરણ પ્રાપ્ત થાય છે. જે ફોડ અપૂર્વ જ છે. આવા સૂક્ષ્મ ફોડ આપણે વાંચીએ ત્યારે
જ્ઞાનની ગહનતા અને દાદાશ્રીની જ્ઞાનસાક્ષાત્કારની ચરમ દશાની ઝલક વાચકને હૃદયસ્પર્શી જાય તેવી બને છે. અંતઃકરણના વિવરણ સ્વરૂપે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારના ફોડ જે અદ્ભુત છે, અભૂતપૂર્વ છે.
7
મન શું છે ? મનનું સ્વરૂપ શું છે ? એના લક્ષણો, એનો સ્વભાવ શું છે ? તેઓ કેવી રીતે કાર્યાન્વિત થતા હોય છે ? પ્રેક્ટિકલ લાઈફમાં તે કઈ રીતે સ્થૂળમાં રૂપકમાં આવતા હોય છે ? મન-બુદ્ધિચિત્ત અને અહંકાર, એકબીજા સાથે અને બાહ્યકરણ બધું કઈ રીતે સંકળાયેલું હોય છે. તેમજ મનનો સ્વભાવ ઓળખવા અને એ ઓળખ્યા પછી તેનાથી અખંડપણે મુક્ત રહી શકાય, તેની સમગ્ર કૂંચીઓ વાચકને પાને પાને પ્રસ્તુત ગ્રંથમાં પ્રાપ્ત થયા કરે છે. અને પોતે મુક્ત રહી મનને જ્ઞાને કરીને વશ કરવાનું, જ્ઞાને કરીને મનોગ્રંથિને વિલય કરવાના અદ્ભુત સમાધાની ફોડ સમાવેશ થયા છે.
મનના રોગમાં સપડાયા તો, મનના ચલાવ્યા ચાલીએ તો, શી દશા થાય ? તેમાંથી મુક્તિ થવા કઈ ગમે, મન સાથે વર્તવું. તો મનોમુક્તિ મળે ને મનવશ થાય. સુજ્ઞવાચકને જ્યારે મનઃવિજ્ઞાન ખુલ્લું થાય છે. તેના આદિથી અંત સુધીનો મન સ્વરૂપને જ કેન્દ્રસ્થાને સ્થાપન રાખી તે દિશાનો ઉઘાડ મળે છે. તેનું વ્યવહારમાં ક્રિયાકારીપણું અને તેના સ્વભાવિક અને એબનોર્મલ પરિણામોવાળી સ્થિતિ, તેના આત્મા સાથે કેવી રીતે સંકળાયેલા છે તે સૂક્ષ્મતમ સુધીના સાંધાઓ અને એથી આગળનો ફોડ દૃષ્ટિમાં પણ આવી જાય તો મુમુક્ષુ મુક્તદશાની અધ્યાત્મની શ્રેણીના કંઈ કેટલાય પગથિયાં ઊંચે ચઢી જાય, તેવું સ્પષ્ટ અનુભવ પ્રત્યેકને અનુભવાશે જ.
પ્રસ્તુત આપ્તવાણી શ્રેણી-૧૦ પૂર્વાર્ધ ગ્રંથ, પ્રગટ પરમાત્મ સ્વરૂપ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને આત્મજ્ઞાન પ્રાપ્તિ થયા બાદ તેમના વર્ષોના સમય દરમિયાન સત્સંગમાં ભિન્ન ભિન્ન નિમિત્તે, દેશવિદેશના જુદે જુદે ક્ષેત્રે નીકળેલી જ્ઞાનવાણીના સ્ત્રોતના સંગ્રહને સંકલન કરી અત્રે પુણ્યશાળી સુજ્ઞ વાચકના હાથોમાં આવે છે, જે વાણી વાંચતા જ જાણે આપણી સાથે જ વાતચીત કરી આપણને શ્રેણીઓ મંડાવે છે તેવું અનુભવાય છે. તેમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આધીન હજારો સત્સંગને સંકલિત કરવામાં ભાસિત ક્ષતિઓને ક્ષમ્ય ગણી સુજ્ઞવાચક જ્ઞાની પુરુષે જે વિજ્ઞાનને દર્શનમાં દેખ્યું, અનુભવ્યું, તે દૃષ્ટિ પામે અને પરિણામે સર્વક્ષેત્રે, સર્વકાળે મનનાં પઝલોમાંથી મુક્ત રહી શકે, એ જ અભ્યર્થના.
ડૉ. તીરુબહેત અમીતતા જય સચ્ચિદાનંદ
8