________________
ઉપોદ્ઘાત
ખંડ - ૧
અંતઃકરણ
(૧.૧) અંતઃકરણનું સ્વરૂપ
માનવ દેહનાં સ્થૂળ અને સૂક્ષ્મ, બે અંગો એટલે બાહ્યકરણ અને અંતઃકરણ. અંતઃકરણના ચાર ભાગ ઃ મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર. ચારેય જુદાં જુદાં હોવા છતાં, વન એટ એ ટાઈમ (એક વખતે એક જ) કાર્યાન્વિત હોય. અને દરેકનાં ફંક્શન જુદાં જુદાં છે તેમજ ગુણધર્મો પણ. જ્યારે મન કાર્યાન્વિત હોય તે સમયે મનરૂપી અંતઃકરણ હોય, તેવું જ બુદ્ધિ, ચિત્ત, અહંકાર માટે પણ.
‘મન ભટકે છે’ એ વિધાન વૈજ્ઞાનિક નથી, ભટકે છે તે ચિત્ત છે. શરીરની બહાર મન કદી ના જઈ શકે.
અંતઃકરણમાં ચિત્ત સૂક્ષ્મ છે. ગમે ત્યાંથી આરપાર નીકળી જાય ને મન સ્થૂળ છે. એમાં ચિત્તનું કામ ફોટોગ્રાફી લેવાનું. અહીં બેઠાં હોઈએ સત્સંગમાં, તોય ઓફિસની બધી અગત્યની ફાઈલો ક્યાં છે તે દેખાય કે ના દેખાય ? હા, જે દેખાય છે તે ચિત્ત જુએ છે. અહીં રહ્યા રહ્યા જે જે જોયેલું છે તે બધું જ એક્ઝેક્ટ જોઈ શકે ને ? એ ચિત્તનું કાર્ય. મન બહાર જઈ ના શકે કે બહારનું કશું જોઈ ના શકે.
બુદ્ધિનું કાર્ય નિર્ણય લેવાનું તેમજ નફો ને ખોટ દેખાડ દેખાડ કરે, જ્યાં જાય ત્યાં ! ગાડીમાંય પેસતાં બારીની જગ્યા ખોળે !
અનડિસાઈડેડ (અનિર્ણિત) વિચારો એનું નામ મન અને ડિસાઈડેડ (નિર્ણિત) એનું નામ બુદ્ધિ. અને જેમ છે તેમ ફોટો પાડે તે ચિત્ત.
અહકાર, મેં કર્યું, કર્તાભાવમાં આવ્યો તે અહંકાર. કોઈ સહેજ ‘આવો, આવો’ કહે કે તરત પાછો અહંકાર ટાઈટ થઈ જાય ! ને કોઈ અપમાન કરે તો પાછો તે ડિપ્રેસ (હતાશ) હઉ થઈ જાય ! અહંકાર કહે, ‘હું આવ્યો સત્સંગમાં !' અલ્યા, તું આવ્યો કે કાર તેડી લાવી ?
9
(૧.૨) અંતઃકરણતી કાર્યપદ્ધતિ !
અંતઃકરણની કાર્યપદ્ધતિ, તે ભારતની પાર્લામેન્ટરી પદ્ધતિ જેવી છે. સ્ટેશને જવું છે તો, ટેક્ષીમાં જઈશું ? ટ્રેઈનમાં જઈશું ? બસમાં જઈશું ? એમ જાતજાતનાં મહીં પેમ્ફલેટ્સ દેખાડે તે મન, એટલું જ એનું કાર્ય ! પછી ચિત્ત એનું ગમતું દેખાડે, તે રીક્ષા કે ચાલતા જવાની ફિલ્મ દેખાડે. હવે બુદ્ધિ આ બન્નેના જુદા જુદા વોટોમાંથી પોતાને તે સમયના ‘વ્યવસ્થિત’ પ્રમાણે ડિસિઝન (નિર્ણય) લે. જેનું સાંભળે, તે તરફી બુદ્ધિ બની જાય ને બીજો પછી ચૂપ થઈ જાય.
બુદ્ધિ પ્રાઈમ મિનિસ્ટર (વડાપ્રધાન)ની જેમ ડિસિઝન લે કે તુર્ત જ અહંકાર ‘પ્રેસિડન્ટ’ (રાષ્ટ્રપતિની) જેમ આંખો બંધ કરીને સહી કરી આપે. અહંકાર સહી કરે કે પછી તુર્ત જ બાહ્યકરણમાં વર્તનમાં આવે. અહંકાર સહી ના કરે તો બાહ્યકરણમાં આવે જ નહીં, ને વાત આખી
ઊડી જાય !
અહંકાર આંધળો છે, તે બુદ્ધિની આંખે જુએ છે ! ચલણ બધું બુદ્ધિનું, પણ રોફ આખો મારી ખાય અહંકાર ! અહંકાર લોભમાં પડે તો લોભાંધ, માનમાં પડે તો માનોંધ, વિષયમાં પડે તો વિષયાંધ કહેવાય. તે જેમાં પડે તેનો અંધ કહેવાય. કારણ કે મૂળમાં જ પોતે છે અંધ. સામ્રાજ્ય આખું અહંકારનું. એ ધર્મય કરાવડાવે ને અધર્મય કરાવડાવે.
બુદ્ધિ અને અહંકાર, બે જોડે જ હોય. છતાં ક્યારેક સામસામા પણ આવી જાય. છતાંય સહી તો બુદ્ધિ કહે ત્યાં જ એ કરે. અહંકાર અને બુદ્ધિને જુદાં પાડવાં એ રિલેટિવ પુરુષાર્થ છે.
અંતઃકરણનું ડિસિઝન એટલે પાર્લામેન્ટરી ડિસિઝન ! કોઈ એકનું સ્વતંત્ર ડિસિઝન નહીં. અહંકાર વીટો પાવર વાપરી સહી ના કરે તો બુદ્ધિનું પછી ચલણ ના રહે.
પાંચ ઈન્દ્રિયોનું નિયંત્રણ બધું મનના હાથમાં છે. મન આંખને કહે કે ‘જોવા જેવું છે' તો આંખ જુએ ને મન કહે કે, ‘ના, નથી
10