________________
અંતઃકરણની કાર્યપદ્ધતિ
આવે, પણ જે જાતનું છે તે જાતનાં વિચારો આવે, તે મન કહેવાય છે. અને મન જે ઘડીએ ચાલુ થયું એટલે ત્યાં આગળ જો ચિત્ત બહારના અંગેનું હોય તો ચિત્ત ત્યાં જાય પાછું ને ઘરનાં અંગેનું હોય તો ઘરમાં નીચે જાય, ઉપર જાય, ચિત્ત તે ઘડીએ ફર્યા કરે. ત્યારે બુદ્ધિ ડિસિઝન આપવાની તૈયારી કરે. હવે જો ચિત્ત આમાં ઊભું ના રહે, ચિત્ત સામવાળિયું થઈ પડ્યું હોય, તો બુદ્ધિ મનને ભેગી થઈ જાય. મનનાં વિચારો અને બુદ્ધિ એક થઈ જાય તો અહંકાર સહી કરી આપે. જ્યાં બુદ્ધિ ભેગી થઈ જાય ત્યાં અહંકાર સહી કરી આપે. આ રીતે પાર્લામેન્ટ ચારની ! તેમાંથી એક ચિત્ત જો ખસી ગયું હોય તો તેનો વિરોધ રાખી અને કામ આગળ ચાલ્યા કરે. અહંકાર તો ફક્ત જ્યાં બુદ્ધિ કહે ત્યાં સહી કરી આપે એ એનો નિયમ છે. અગર તો કોઈ ફેરો છે તે ચિત્તને ગમે કે અમુક જાત્રા મને બહુ ગમી ગઈ એટલે બુદ્ધિ જો એમાં ભળે, બુદ્ધિ એક્સેપ્ટ (સ્વીકાર) કરે એટલે ડીસાઈડ (નક્કી) કરે એટલે એક બાજુ ત્રણ થઈ જાય એટલે મન રખડી પડે.
એ બન્ને જાણે કે વડાપ્રધાન તે પ્રેસિડન્ટ !
૧૧
પ્રશ્નકર્તા : બુદ્ધિ અને અહંકાર બેને સંબંધ કેવી રીતે છે ? દાદાશ્રી : બુદ્ધિ ને અહંકાર એ બેને સંબંધ છે, રિલેશન છે. અહંકાર પ્રેસિડન્ટ હોય અને બુદ્ધિ વડાપ્રધાન હોય, એવી રીતે છે આ. તો વડાપ્રધાન જેટલું કહે એટલું પેલાને સહી કરી આપવી પડે. વડાપ્રધાન જેમ નચાવે એમ નાચવું પડે. એટલે અહંકાર આંધળો છે, એને આંખ નથી, એ શી રીતે ખબર પડે ? ત્યારે કહે, જો લોભમાં પડે તો લોભાંધ કહેવાય. માનમાં પડે તો માનાંધ કહેવાય. તે જેમાં જેમાં પડે એ અંધ કહેવાય. મૂળ પોતે જ અંધ છે. અહંકાર વગર તો બુદ્ધિ ઊભી જ ના ને ! સ્વતંત્ર બુદ્ધિથી કામ ના થાય. એ તો સહી કરાવી લીધા પછી તો કામ કરે. આ પાર્લામેન્ટરી પદ્ધતિ છે. અહંકાર વગર તો કોઈ કાર્ય જ ના થાયને !
પ્રશ્નકર્તા : અહંકાર કેવી રીતે ઉત્પન્ન થાય છે અને મનમાં ક્યાં રહે છે ?
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : મનમાં નથી રહેતો. મન જુદું ને અહંકાર જુદો. બેની દુકાન જ જુદી, બેનો વેપાર જુદો, અહંકાર તો મોટો પ્રેસિડન્ટ કહેવાય. મનનું ધાર્યું કરાવવું હોય તો અહંકારની પાસે સહી થાય તો થાય. હિન્દુસ્તાનમાં પ્રેસિડન્ટ (રાષ્ટ્રપતિ) હોય છે ને, એવું એ. એનું જ સામ્રાજ્ય છે. વડાપ્રધાન બધાં એમનાં હાથ નીચે જ કામ કરે. ભગવાનની ભક્તિય એ કરાવડાવે અને બળવોય કરાવડાવે. ધર્મ થાય તૈય અહંકારથી. પણ જ્યાં ધર્મ છે ત્યાં અધર્મ હોય જ.
૧૨
પ્રશ્નકર્તા : આ ઇગોઈઝમને એવી બીક રહેતી હશે કે જો આ બુદ્ધિનું નહીં માનીએ તો આપણે પછડાઈ જઈશું.
દાદાશ્રી : બુદ્ધિના આધારે તો એ જીવી રહ્યો છે. બુદ્ધિનો આધાર તો એનું જીવન જ છે. એ બુદ્ધિ છે તો તું છે. તેથી અમે કહીએ છીએ ને કે અબુધ થઈ જાઓ. શા માટે કહીએ છીએ કે જો બુદ્ધિ નથી તો પેલો ભાઈ નથી. અને શાથી અબુધ કહીએ છીએ, કે જો તને જ્ઞાન પ્રકાશ મળ્યો છે, તો તારે આ કોડિયું લઈને ફરવાની શી જરૂર ? બુદ્ધિ છે તો એ ભાઈનું અસ્તિત્વ છે, નહીં તો અસ્તિત્વ જ નથી. પાછાં છે જુદાં, બુદ્ધિ ને એ બેઉ જુદાં છે. ઘણાં ફેરા તો બુદ્ધિ અને એ બેને મતભેદ પડે. બુદ્ધિ કહે, “આટલો અહંકાર કરવા જેવો નથી.’ ત્યારે પેલો કહે, ‘કરવાનો, બોલ.' એટલે આમ છે જુદાં. છતાં એ તો બુદ્ધિ કહે ત્યાં જ સહી કરે છે. આ પાર્લામેન્ટ તો બહુ જબરજસ્ત છે ! છે પાર્લામેન્ટ, એટલે બીજી મુશ્કેલી નથી અને ખોટુંય નથી.
વિગતવાર સમજ, એ પદ્ધતિતી !
એટલે મહીં આમ વાતો બધી ચાલતી હોય, પણ કોઈ પણ વસ્તુ ડિસિઝન આપે તે પાર્લામેન્ટરી ડિસિઝન હોય. અંતઃકરણ એટલે પાર્લામેન્ટ પદ્ધતિ ! મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, ચાર મેમ્બરો (સભ્યો)ની પાર્લામેન્ટ અંદર ભરાય છે. આ ચારમાં વધુ મતે કાર્ય થવાનું. એમાં પ્રેસિડન્ટ અહંકાર છે, બુદ્ધિ વડાપ્રધાન છે અને પેલા બે વોટ આપનારા છે.