________________
(૨)
અંતઃકરણતી કાર્યપદ્ધતિ
પાર્લામેન્ટરી પદ્ધતિ, અંતઃકરણમાં...
અહીંથી બહાર નીકળ્યા એટલે પહેલો મનને વિચાર આવે
‘ટેક્ષીમાં જઈશું કે ? સ્ટેશન અહીં નજીક છે, ચાલતા જઈશું ? નજીક છે માટે નકામા કોણ, બે રૂપિયા નાખીને શું કામ છે ?” પછી પાછો બીજો વિચાર કરે કે ‘ના, બસમાં ચાલો ને !' પછી ત્રીજો વિચાર કરે કે ‘ના, બસ કરતાં ટેક્ષી લઈને જઈએ તો આપણે બધા સાથે બેસીને જવાય.’ તે વખતે મન બહુ વિચારણામાં હોય છે. એટલે મન આમથી આમ વિચારે, તેમથી તેમ વિચારે, બધું વિચારે કે આમ કરીશું, તેમ કરીશું. ત્યારે બુદ્ધિ કહે પછી છેવટે કે ના, ટેક્ષીમાં જઈશું. જેણે નિર્ણય લાવી નાખ્યો એ બુદ્ધિનું કામ. એટલે પેલા બધા ચૂપ. મન નિર્ણય ના આપી શકે. ચિત્ત નિર્ણય ના આપી શકે. અહંકારેય નિર્ણય ના આપી શકે. બુદ્ધિ નિર્ણય આપે કે તરત અહંકાર સહી કરી આપે. સહી તો એની લેવી પડે. પાછી બુદ્ધિય જો એની સહી ના લે, તો ચાલે નહીં.
પ્રશ્નકર્તા : અહંકારની સહી ના લે ત્યાં સુધી શું થાય ? દાદાશ્રી : કામ બંધ રહે. અને તોય અહંકારનું ચલણ નહીં ને એની સહી વગેરેય ચાલે નહીં.
પ્રશ્નકર્તા : આ તો પેલા ઈંગ્લેન્ડના રાજા જેવું !
દાદાશ્રી : એ તો તમે જે કહો તે, જેની જોડે સિમિલી (તુલના)
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કરવી હોય એ કરજો પણ અહંકારનું ચાલે નહીં, ચાલે બુદ્ધિનું. પણ એકલી બુદ્ધિ ચાલે કેવી રીતે ? અહંકારની સહી લે તો કામ થાય. એટલે અંદર આખી પાર્લામેન્ટરી પદ્ધતિ ચાલી રહી છે.
૧૦
બુદ્ધિ જે ડિસિઝન આપે, એની પર ઇગોઈઝમ (અહંકાર) ખાલી સહી જ કરે. બીજું કશું એ કરે નહીં. જ્યાં જ્યાં બુદ્ધિ ડિસિઝન આપે ત્યાં ત્યાં એને અહંકાર કરવાનો એ જ એનો ધંધો. અહંકાર સહી કરે. ચિત્ત કહે ત્યાં એ સહી ના કરે. અરે, મન કહે તોય સહી ના કરે. પણ બુદ્ધિ કહે ત્યાં ઇગોઈઝમ સહી કરે. એટલે આ મન જે કહે છે ને, તેની પર આ બુદ્ધિ સહી કરાવડાવે. અને મન, બુદ્ધિ અને અહંકાર ભેગા થાય ત્યારે આ કાર્ય થાય. એટલે મન એકલું જ વસ્તુ નથી.
એટલે અહંકાર કોના તાબામાં છે ? બુદ્ધિના તાબામાં. એટલે બુદ્ધિ કહે એમ અહંકાર કર્યા કરે છે. બુદ્ધિ કહે કે અહીં સહી કરો એટલે કરી આપે. બુદ્ધિની આંખે બિચારો સહીઓ કરે છે, પણ રોફ તો એનો જ છે. ચલણ બુદ્ધિનું ને રોફ એનો ! સહી એની થાય ! પ્રેસિડન્ટ ઑફ ઇન્ડિયા (રાષ્ટ્રપ્રમુખ) જાણે હોય એવું ! અહંકાર મોટો છે અને બુદ્ધિ એની આસિસ્ટન્ટ (મદદનીશ) હોવા છતાં વડાપ્રધાન તરીકે કામ કરી રહી છે. હવે બુદ્ધિ જે કરી રહી છે તેના આધારે ચાલી રહ્યું છે. બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય જ. મન હોય ત્યાં અહંકાર હોય યા ના પણ હોય.
પ્રશ્નકર્તા : બુદ્ધિ અને અહંકાર, બેનું ભેગું ડિસિઝન હોય છે. જો એ મનમાં ભળે તો મનનું કાર્ય થાય અને ચિત્તમાં ભળે તો ચિત્તનું કામ થાય છે. એવું થયું ને ?
દાદાશ્રી : હા, ચારમાંથી ત્રણ જે ભેગા થાય ને, તે કાર્ય થઈ જાય. કોઈ ફેરો રાત્રે જાગ્યા હોય તો મનને સંયોગી પુરાવો ભેગો થઈ જાય તો મન તે ઘડીએ વિચારણામાં પડે. જે સંયોગી પુરાવો ભેગો થયો તે ટાઇમિંગ ખૂટતો હોય, પણ તે ભેગું થયું કે ફૂટ્યું. એટલે આપણને વિચારો તે જાતનાં આવ્યા કરે કે તે ઘડીએ ધંધાના એવા વિચારો ના