________________
અંતઃકરણનું સ્વરૂપ
કે આ ખરું કે તે ખરું ? અથવા તો આમ ખોટ જશે, આમ નફો આવશે ત્યારે એ બુદ્ધિનો ભાગ. બુદ્ધિ એના કામમાં હોય, નફા-ખોટના વેપારમાં હોય, તે ઘડીએ બુદ્ધિનું સામ્રાજ્ય હોય.
બીજું, બુદ્ધિ ડિસિઝન (નિર્ણય) આપે છે ફક્ત. હા, નફો-ખોટ જોઈ અને શું કરવું એ ડિસિઝન આપે છે. શાસ્ત્રકારોએ આ બુદ્ધિ ડિસિઝન લે છે, કહ્યું.
મન તો ખાલી વિચાર જ કર્યા કરે. ડિસિઝન ના હોય, એનું નામ મન. જ્યાં જે વિચારોનું ડિસિઝન ના હોય, અન્ડિસાઈડેડ (અનિશ્ચિત) વિચારો એનું નામ મન અને ડિસાઈડેડ (નિશ્ચિત) વિચારો એનું નામ બુદ્ધિ.
પ્રશ્નકર્તા : બુદ્ધિ અને ચિત્તમાં શો ફેર ?
દાદાશ્રી : બુદ્ધિ અને ચિત્તમાં એટલો ફેર છે કે બુદ્ધિ નવું જોઈ શકે નહીં. જે છે એટલાને જ છે તે ડિસિઝન આપે ફક્ત. ડિસિઝન આપે અને ચિત્તનું ડિસિઝન ના હોય.
અહંકારતો સ્વભાવ !
અહંકાર એટલે અહમ્ કાર, ‘મેં કર્યું’ એટલું જ, બસ. બીજું કશું નથી એ ભોગવતો, નથી કશું કરતો. ‘હું કરું છું' એટલું જ અહમ્ કાર. હું આ કરું છું, હું જ ચલાવું છું, એ જ એનો અહંકાર. માર હઉં ખાય છે પાછો.
અહંકારનો સ્વભાવ એટલે કો'કે આમ (હાથ જોડીને) કર્યું કે, ભઈ, કેમ છો ? આવો પધારો, પધારો !' એટલે એ તરત પાછો ટાઈટ (અક્કડ) થાય ! અને જો આમ ના કર્યું હોય તો પાછું ટાઢો બેસીયે જાય ! એ અહંકારનો સ્વભાવ. અહંકાર કાર્ય કરતો હોય ત્યારે
આપણે ઓળખી લેવું જોઈએ કે આ ભાગને અહંકાર કહે છે. શાથી આમ થઈ જાય, તે કોનું કાર્ય છે ? તે ઘડીએ મન એવું નથી, હેલ્પીંગ (મદદમાં) તો બધું હોય એ લોકોનું, પણ તે ઘડીએ મુખ્ય કાર્ય એનું !
८
ચીફ મિનિસ્ટર કોણ છે, એવું સમજી લેવું જોઈએ.
આ અહંકાર ધૃતરાષ્ટ્ર જેવો આંધળો છે. તે બુદ્ધિની આંખે ચાલે છે, છતાં માલિકી તેની જ છે. તેમાં અહંકારનો અર્થ શો ? પોતે કોઈ પણ ચીજ ના કરી હોય ને કહેશે, ‘મેં કર્યું’ ! અલ્યા, તું શી રીતે આવ્યો ? ગાડી લાવી નહીં ? ગાડી હતી તો આવ્યો ને ? એટલે બધા જ કહે છે ને, એ અહંકાર કહેવાય. હવે એ અહંકાર રાખ્યા સિવાય બોલો તો વાંધો નથી. ‘હું આવ્યો’ ભાષા બોલવામાં વાંધો નથી પણ અહમ્વાળી, આ નિર્અહંકારવાળી, સમજણ પડે કે ના પડે ? હેં ?! એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સમજાયું થોડું ઘણું ? હવે આગળ વાત કરું.
܀
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
܀