________________
અંતઃકરણનું સ્વરૂપ
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
મનને અને ચિત્તને એક કરી નાખેલું છે. ખીચડું કરી નાખ્યું. ચિત્ત તો બહુ મોટામાં મોટી વસ્તુ છે આમાં. તે ચિત્ત જ્યારે બહાર ભટકે ને, ભટક, ભટક... એકાગ્રતા કરવી હોય તો થાય નહીં. એને ખીલે બાંધવું હોય તો બંધાય નહીં. મનની એકાગ્રતા નથી કરવાની, ચિત્તની એકાગ્રતા કરવાની છે.
ચિત્ત વાળ્યું વળે નહીં. તેથી તો યોગી લોકો અહીં આગળ ચક્કરો પર ચિત્ત ગોઠવે. એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે. પણ ચિત્ત અને મનને ઓળખવાની શક્તિ નહીં હોવાથી એ ચિત્તને જ મન બોલ્યા કરે છે. ચિત્તને તો શરીરની મહીં પેસવા ના દે તોય પેસી જાય એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે. ગમે ત્યાં આરપાર નીકળી જાય. મન ધૂળ વસ્તુ છે. એટલે ચિત્ત ને મન બે જુદા છે એવું તમને સમજાયું ? બેનાં કામ જુદાં છે.
પ્રશ્નકર્તા : બહાર નીકળે છે ત્યારે મનનું કામ ચિત્ત કરતું થઈ જાય છે કે મનનું રૂપાંતર ચિત્તમાં થઈ જાય છે ?
કહે, મન કોઈ વસ્તુ જોઈ શકે નહીં અને ચિત્ત તો બધું ત્યાં આગળ જોઈ આવે.
ચિત્તનું કામ બહારેય જવું. અહીંથી ઓફિસમાં જાય, ઓફિસમાં આપણી ખુરશીઓ-ટેબલ બધું જોઈને પછી પાછું આવે. ટેબલ-ખુરશી દેખાય કે ના દેખાય અહીં રહ્યું રહ્યું, ઓફિસનું ?
પ્રશ્નકર્તા : હા. દેખાય. દાદાશ્રી : જેવી છે એવી ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : મનનો સ્વભાવ જોઈ શકવાનો નથી. મનનો બહાર જવાનો સ્વભાવ નથી. ચિત્તમાં જોઈ શકવાનો સ્વભાવ છે.
મન અને ચિત્તનો ભેદ કોણ ખોળે ? કાં તો મનને જીતવા હારુ ફરતો હોય, એટલે કે મનને હરાવવા માટે કે કાં તો આત્મા પ્રાપ્ત કરવા માટે ખોળે. આત્મા જેને પ્રાપ્ત કરવો હોય તે મનનો ને ચિત્તનો ભેદ ખોળે.
બુદ્ધિના લક્ષણ ! પ્રશ્નકર્તા : હવે આપ બુદ્ધિ માટે જરા વિશેષ ફોડ પાડો.
દાદાશ્રી : હા, આપણા લોકો જેને બુદ્ધિ કહે છે, ખરેખર એ બુદ્ધિ નથી. નફો-ખોટ જુએ, એનું નામ બુદ્ધિ. બીજું તો બુદ્ધિના માથે આરોપ કરે છે, આપણા લોકો. અહીં પેસનારો માણસ શું જોતો હશે? જગ્યા જોતો હશે કે નફો-ખોટ ? ક્યાં આગળ મને બહુ નફો મળે અને ખોટ ના જાય. ત્યારે ટ્રેનમાં બેસનારો ?
પ્રશ્નકર્તા : બારી પહેલાં ખોળે.
દાદાશ્રી : બસમાં બેસનારો ? જ્યાં જાય ત્યાં નફો-ખોટ જોવાં, એનું નામ બુદ્ધિ. તમે નફો-ખોટ જોયેલાં કોઈ દહાડો ? નિર્ણય કરે
દાદાશ્રી : ના. બધીય જુદી જુદી વસ્તુઓ જ છે. આ જે ચિત્ત છે, એ અશુદ્ધ થયેલું ચિત્ત છે. હવે એ અશુદ્ધિ એની જતી રહે તો ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ જ થઈ ગયો. અને મન ને બુદ્ધિ કશું જાણે નહીં, ચિત્ત ઉપર જ બધો આધાર. અને ચિત્ત જ બગડેલું છે, તેની આ દશા થઈ છે. ચિત્ત એટલે શું ભાવનું બનેલું છે તે હું તમને કહું. ચિત્ત બે શબ્દનું બનેલું છે, એ એક શબ્દ નથી. જ્ઞાન અને દર્શન, એનો ભાવાર્થ ભેગો કરે એટલે એનું નામ ચિત્ત. જુએ અને જાણે, જુએ અને જાણે. એ જ ભટક ભટક કરવાની ટેવ. આ જોઈ આવે, તે જોઈ આવે, ફલાણું જોઈ આવે, આમ જોઈ આવે, તેમ જોઈ આવે. અહીંથી બેઠાં બેઠાં ક્રિકેટ હલ જોઈ આવે ! અને મનમાં તો જ્ઞાનય ના હોય ને દર્શનેય ના હોય. મનમાં જોવાની શક્તિ નથી અને ચિત્તમાં જોવાની શક્તિ છે. એટલે ચિત્તશક્તિ અને મનશક્તિ બે જુદી છે.
એટલે ચિત્તમાં ને મનમાં બીજો ડિફરન્સ (તફાવત) કયો ? ત્યારે