________________
અંતઃકરણનું સ્વરૂપ ઘડીએ બુદ્ધિ હોય અને ‘મેં કહ્યું, મેં કર્યું !' એ ઈગોઈઝમ હોય. સંડાસ જવાની શક્તિ નથી તોય કહે છે કે મેં ‘કર્યું, મેં કર્યું !” એટલે એના એ જ અંતઃકરણના ચાર ભાગ, જે વખતે જે કાર્ય કરે તે પ્રમાણે એના નામ અપાય.
મતનું સ્વરૂપ ! પ્રશ્નકર્તા : પણ આ તો આપે સ્થળ બતાવ્યું, અંદરથી ઊઠતા વિચારોમાં ડિસ્ટીંગ્વીશ (જુ) કરવાનું છે.
દાદાશ્રી : તેનું જ હું કહું છુંને આ. હવે આ તેની જ વાત કરું ! આપણા અંતઃકરણના ચાર ભાગ છે. અંતઃકરણ તો એક જ છે, પણ તે ઘડીએ જે કામ કરતું હોય તેનું જ આખું અંતઃકરણ ગણાય. જે વખતે વિચારણામાં ચઢે, તે ઘડીએ મનનું સામ્રાજ્ય હોય. એટલે આ મન કામ કરતું હોય તે ઘડીએ બસ વિચાર ઉપર વિચાર, વિચાર ઉપર વિચાર, વિચારોના નર્યા ગૂંચળા જ વાળ વાળ કરે. વિચાર સિવાય બીજું કંઈ નહીં, એનું નામ મન. મન બહારગામ જાય નહીં. આપણા લોક કહે છે ને, મારું મન મુંબઈ જાય છે, આમ ભટકે છે ને તેમ ભટકે છે. મન આવું ભટકે નહીં. ભટકે નહીં એનું નામ મને કહેવાય. એટલી ભૂલ છે લોકોની. આપણા લોક નથી કહેતા કે ઓફિસમાં હોઉં છું તોય મન ઘેર જતું રહે ? એ શું છે ? તને સમજણ પડી, મન કોને કહેવું છે ?
પ્રશ્નકર્તા : પણ વિચારો અંદરથી ઊઠતા હોય એમાં એટલા બધા ગૂંચવાડા હોય એ વિચારમાં બહાર જતો વિચાર છે કે અંદર જતો વિચાર છે અથવા ભટકતો વિચાર છે કે નથી ભટકતો વિચાર, એ જ સમજાતું નથી.
દાદાશ્રી : બહાર વિચાર હોતો જ નથી, અંદર જ વિચાર હોય છે. મન એવી વસ્તુ છે કે શરીરની બહાર નીકળે નહીં. અને નીકળે તો કેટલાક લોકો, સાયટિસ્ટો ને યોગીઓ એનું બારણું બંધ કરી દે, ફરી પેસવા ના દે. પણ મન આ શરીરની બહાર નીકળે જ નહીં
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) ને ! એટલે અંદર વિચાર જ કર્યા કરે. આમથી આમ, તેમથી તેમ વિચાર જ કર્યા કરે, નિરંતર. આ એની બાઉન્ડ્રી (હદ). બીજો કંઈ એનો ધંધો નહીં. વિચાર રૂપી ધર્મ એ મનનો ધર્મ છે, સહજ સ્વભાવી ધર્મ છે.
મનનો ધર્મ વિચારવાનો એકલો જ છે અને તે એક્ઝોસ્ટ (ગલન) થાય તે વખતે વિચારોના ગૂંચળા હોય. અને મૂળ સ્થિતિમાં પડી રહ્યું હોય મન, ત્યારે ગ્રંથિઓ, ગાંઠો તરીકે હોય. એ જાતજાતની ગ્રંથિઓ હોય. વિચાર જ કર્યા કરે એટલે આપણે જાણીએ કે આ કોણ વિચાર કરતું હશે આમાં ? એટલે એનું નામ મન પાડવું. વિચાર એકલા જ કર્યા કરતા હોય, બીજું કંઈ ન થતું હોય ત્યારે અંતઃકરણમાં મન એકલું જ કામ કરી રહ્યું છે. ત્યારે આખું અંત:કરણ મનનું કામ કરે છે. તમને સમજ પડી, આ ડિમાર્કશન લાઈન (ભેદરેખા) ?
ચિતનું સ્વરૂપ ! અને પછી વિચારણાનાં ગૂંચળા ના હોય, તે પછી અહીં બેઠા હોય ને ઘેર પહોંચી જાય, ઘેર બધી વાતો કરે તો જાણવું કે આ ચિત્ત ભટકે છે. ચિત્તનું કામ દેહમાં ભટકવું અને બહારેય ભટકવું. ભટકે એ મન ના કહેવાય, ચિત્ત કહેવાય.
આ લોકો કહે છે ? મારું મન અહીંથી મુંબઈ જતું રહે છે. એવું મન જતું ના રહે. એ ચિત્ત જતું રહે, ચિત્ત ભટકે. આ છોકરાઓ વાંચે ત્યારે એના મા-બાપ કહે છે ને, ‘અલ્યા, તું વાંચે છે પણ તારું ચિત્ત ઠેકાણે નથી.' ક્રિકેટમાં ગયો હોય, એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : અહીં આગળ તમે બેઠા છો, ભાદરણ હઉ ફરી આવે; અરે, બોરસદી કોર્ટમાં હઉ જઈ આવે, એ ચિત્ત કહેવાય. તે ઘડીએ આપણે જાણીએ કે અત્યારે ચિત્તનું કાર્ય છે.
હવે આખા હિન્દુસ્તાનમાં આ જ એક ભાંજગડ થઈ છે ને,