________________
આપ્તવાણી શ્રેણી - ૧૦ ( પૂર્વાર્ધ)
ખંડ - ૧ અંતઃકરણ
(૧)
અંતઃકરણનું સ્વરૂપ વિભાજત, અંતઃકરણતું !
પ્રશ્નકર્તા : મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારની, ચારેયની ડિમાર્કેશન લાઈન (ભેદરેખા) કઈ રીતે દોરવી ? અંદરથી ઊઠતો અવાજ એ અહંકારનો અવાજ છે, શુદ્ધાત્મા બોલે છે કે બુદ્ધિની દલીલો છે ?
દાદાશ્રી : આ ડિમાર્કેશન લાઈન ‘જ્ઞાની’ સિવાય કોઈ નાખી શકે જ નહીં ને ! લોકો જાણે જ નહીં ને એટલે ડિમાર્કેશન લાઈન શી રીતે નાખે ? અંતઃકરણમાં કોણ કોણ છે ?
પ્રશ્નકર્તા : મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર.
દાદાશ્રી : હા, આ ચાર જણ અંતઃકરણના ભાગમાં છે. આ ચાર જણ અંતક્રિયા કરે છે અને એવું જ બાહ્યકરણ ઉત્પન્ન થાય. પહેલું અંતઃકરણ થઈ જાય, એ જ પ્રમાણે બાહ્યકરણ થાય. માટે અંતઃકરણ પરથી આપણે ઓળખી જવાનું કે હમણે આમ થઈ જશે.
૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
અંતઃકરણતી પ્રક્રિયા !
પ્રશ્નકર્તા : આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ અંતઃકરણનાં અંગ છે કે ચારેય અલગ અલગ છે ?
દાદાશ્રી : જુદા છે. આ ચાર ભેગા રહે છે, એ ભાગને અંતઃકરણ કહેવામાં આવે છે. તે જે વખતે એક જણ કામ કરતો હોય, તે વખતે બીજા કામ ના કરે. એ ચારેય ભાગ જુદા જુદા હોય છે. પ્રશ્નકર્તા : તો આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બધી જુદી જુદી વસ્તુઓ છે ?
દાદાશ્રી : હા, જુદી જુદી વસ્તુઓ છે. ગુણધર્મ જુદા છે એટલે. આમ અંતઃકરણ તરીકે એક જ છે. પણ ગુણધર્મ જુદા છે એટલે જુદા જુદા છે. અંદર અંતઃકરણ વસ્તુ એવી છે ને કે ચાર ભાગે અંતઃકરણ છે. પણ આ ચાર એનાં જુદા જુદા ટુકડા નથી હોતા. જે વખતે મન કામ કરે છે, તે ઘડીએ મનરૂપી અંતઃકરણ હોય છે. પછી બુદ્ધિ કામ કરે છે, તે બુદ્ધિરૂપી અંતઃકરણ હોય છે અને જ્યારે ચિત્ત કામ કરે છે ને, ત્યારે ચિત્તરૂપી અંતઃકરણ હોય છે. આમ છે ચાર ભાગ, પણ તે વખતે સ્વતંત્ર એક જ કામ કરે છે. હવે એ અંતઃકરણમાં આ બધા કામ કરે છે.
પ્રશ્નકર્તા : હા, એ પ્રક્રિયા શું છે ? પેલી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની ક્રિયા બધી કહેલી છે ને, તે શું છે ? એ સમજવું છે.
દાદાશ્રી : એવું છે ને, એ અંતઃકરણમાં ચાર જાતની ક્રિયાઓ થયા કરે. તે જે વખતે જે ક્રિયા ચાલતી હોય, તે જ અંતઃકરણ રોકે આખું. એટલે અંતઃકરણ છે તે જ્યારે વિચારમાં જ પડ્યું હોય, જે વખતે વિચાર કરવા માંડે તો એ માઈન્ડ (મન) કહેવાય. બહાર ભટકવા ગયું હોય ત્યારે ચિત્ત કહેવાય અને ડિસિઝન (નિર્ણય) કરતું હોય તે ઘડીએ બુદ્ધિ કહેવાય. વ્હેર ઈઝ પ્રોફિટ એન્ડ વ્હેર ઈઝ લોસ, (ક્યાં નફો છે ને ક્યાં નુકસાન છે) એવું ડિસિઝન ખોળતું હોય તે