________________
૫૧૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
વિજ્ઞાન, મન વશનું !
૫૧૩
ત્યારે જુદા રહેવું. એવા પુરુષાર્થમાં જ રહેવું જોઈએ.
દાદાશ્રી : “એ” કડવું પીવે ત્યારે આપણે આમ તાલીઓ વગાડીએ, “હંઅ, હવે ઠેકાણે આવ્યા ! ત્યાર વગર તમે ઠેકાણે આવો એવા નહોતા !”
પ્રશ્નકર્તા : એવું જોડે બોલવું પડે અંદર ?
દાદાશ્રી : એવું બોલ્યા કે વધ્યો આગળ. પછી દુઃખ ના હોય. દુઃખ અડે નહીં. ‘બહુ રોફ મારતા’તાને કંઈ, લ્યો ને, સ્વાદ કાઢો !”
પ્રશ્નકર્તા : એવું બોલવાનું. એ બોલવાથી શું ઇફેક્ટ ઊભી થાય છે અંદર ?
દાદાશ્રી : બોલવાથી બધું મહીં ટાટું પડી જાય કે હવે આપણા હાથમાંથી લગામ ગઈ. મન-બન બધું ટાટું પડી જાય. મન જાણે કે હવે છૂપું રાખવાનું હતું તે ઊઘાડું કરી નાખ્યું. આબરૂ જશે હવે. આ તો છૂપું રાખવાનું હતું, ખાનગી રાખવાનું હતું, તે બધું ઊઘાડું કરી નાખે છે. આપણે પહેલું કહેવું પડે કે ઊઘાડું કરી નાખીશ, બા. તારે જે ઊંધું કરવું હોય તો કર. તે ચોરી કરી માટે કહી દેવું, ચોરી કરું છું. એ ફરી ના કરે એવું કહી દઈએ તો, પણ લોકો છૂપાવે, નહીં ?
ફરી ગુનો કરવાનું મન થાય ને ત્યારે ઓપન કરીએ એટલે મન ટાટું પડી જાય. એ જાણે કે હવે આ માણસને ત્યાં રહેવાય નહીં. મન શું કહે ? “જે રીતે ઊઘાડું કરી નાખે છે, હવે અહીં તો આપણે રહેવાય નહીં.’ એટલે બીજી જગ્યાએ જતું રહે, તો તું શું કરીશ પછી ? બીજી જગ્યાએ જતું રહે તો ચાલશે ? કારણ કે ઊઘાડું કરી નાખે એટલે મન રહે નહીં પછી. મન કંટાળી જાય કે આ તો કેવો માણસ છે ? મને બોલાવીને દગો કર્યો. ગુપ્ત રાખવાનું હતું, તેને ઊઘાડું કરી નાખવું, કહે છે. તને ગુપ્ત રાખવાનો બહુ શોખ ને ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ઓપન કરી નાખું છું ? ત્યારે સારું. મન વશ કરવું
હોય તો એકરારથી થાય. દરેક બાબતમાં પોતાની નબળાઈ એકરાર કરો ને, તો મન વશ થઈ જાય, નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય. મન કહેશે, ફાવતું ઘર છે આ !
પર મતથી જુદાઈ તો જુદાઈ કેવળજ્ઞાતથી !
કોઈનું મન આપણાથી જુદું પડવું ના જોઈએ. સામાવાળિયું ના થવું જોઈએ.
પ્રશ્નકર્તા : આજે તો એ સામાવાળિયું છે જ.
દાદાશ્રી : એમ નહીં, પણ જ્યારે ત્યારે એ સામાવાળિયું ના રહે, ત્યાં સુધી આવવાનું છે. મારે તો આ બધાંને, તમને બધાને સાચું કહેવું પડે છે, તમારા મનને જુદું કરવું પડે છે અને મનને પાછું લાવવું પડે છે, બેઉ ક્રિયાઓ કરવી પડે છે.
ડેવલપ મન ફક્ત મનુષ્યોમાં જ હોય છે. પેલું મન તો મનુષ્યો સિવાય બીજા લોકોને છે, તે તો ફક્ત સંજ્ઞા રૂપે છે, બીજી રીતે નહીં. કોઈનુંય મન તમારાથી જુદું પડ્યું તો એ તમે કેવળજ્ઞાનથી જુદા પડ્યા !
પ્રશ્નકર્તા : એટલે સામાના મનને આપણાથી જુદું ના પડાય, એના માટેની જબરજસ્ત જાગૃતિ જોઈએ ?
દાદાશ્રી : બહુ જબરજસ્ત જાગૃતિ રાખવી પડે.
આ વાત બધાં સમજે ને તો પુરુષાર્થ માંડવા જેવો છે. અને પુરુષાર્થ માંડશો તેથી કરીને આ સંસારમાં કશું આઘુંપાછું થવાનું નથી. આ આપણું વિજ્ઞાન છે. સંસારી કાર્યો જોડે જોડે થયા જ કરે છે. તમારે નથી કરવું એવું નક્કી ના કરવું. સંસારી કાર્યો મારે કરવાં જ છે એવું નક્કી રાખવું.
જરાય અડચણ ના થાય, એક ખૂણોય અડચણ ના પડે એવી રીતે મેં આ વિજ્ઞાન આપ્યું છે. અને તમે આટલા બળતામાંથી નીકળી શકશો. આ મોટા મોટા બાવાઓ હિમાલયમાંથીય નહીં નીકળી શકેલા, તે તમે અહીં સહેજે નીકળી જશો અને તમને અનુભવપૂર્વકનું આવી જશે. પણ