________________
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
કોઈનું મન છે તે આપણાથી ઓછામાં ઓછું જુદું રહે એટલું રાખજો. પ્રશ્નકર્તા : એ ટેસ્ટ જેવો તેવો ટેસ્ટ નથી.
૫૧૪
દાદાશ્રી : એટલે આ તો બહુ મોટામાં મોટો ટેસ્ટ છે. આ દુનિયામાં, આ જે ઘરમાં ચાર માણસ હોય છે તે ચારેયનાં મન જુદાં હોય છે. આટલું જ હું આપણા મહાત્માઓને કહેવા માગું છું. કોઈની જોડે મન જુદું થતું નથી ને હવે ?
પ્રશ્નકર્તા : આત્મીયતા લાગે.
દાદાશ્રી : હા, પણ મન જુદું થાય ત્યારે આપણે જાણીએ કે આ અહીં આગળ પ્રકૃતિનો બહુ મોટો દોષ પડી ગયો કહેવાય. જરા મતભેદ પડી જાય વખતે ઘડીવાર માટે, તો સવારે પાછું કશું ના હોય. એવું તો ચાલ્યા જ કરે માણસનું. એ તો કમજોરી જાય નહીં ને !
આપણાથી લોકોનાં મન ઓછામાં ઓછા તૂટવાં જોઈએ. તમને સમજાઈ એ વાત ? જ્ઞાન લેતાં પહેલાં જે મન તૂટી જતાં હતાં લોકોનાં, એવાં નથી તૂટી જતાંને હવે ? જ્યારે ત્યારે સાચી વાત તો સમજવી પડશે ને ? કોઈનું મન જુદું પડે નહીં, એવી આપણે જાગૃતિ રાખીએ. ત્યાં સુધી મુક્ત હાસ્ય આવી શકશે નહીં. મુક્ત હાસ્ય સિવાય જગત વશ થાય નહીં. મુક્ત હાસ્ય આવશે ત્યારે ઘણા લોકોને લાભ થશે. જ્ઞાતીનું મત !
મન હોય તો મતભેદ પડે. અમારે મન જ નથી, એટલા માટે મતભેદ જ નથી ને !
પ્રશ્નકર્તા : પણ મન ના હોય એટલે મત પણ ના હોય ને ?
દાદાશ્રી : હા, મત જ ના હોય. પણ અમને મત છે જ નહીં
હવે. અમારું મન એવા સ્ટેજ ઉપર આવેલું છે કે મત રહ્યો નથી. આ અમારો મત ને પેલો તમારો મત, એવું કશું અમને છે નહીં.
વિચાર તો જુદા હોય. વિચાર તો દૃષ્ટિભેદ છે, ત્યાં સુધી
વિજ્ઞાન, મન વશનું !
વિચારભેદ હોય. જ્યાં સુધી સંપૂર્ણ દૃષ્ટિ, કેવળજ્ઞાનને ના ધારણ કરે, ત્યાં સુધી કંઈને કંઈ વિચાર ભેદ રહે અને કેવળદૃષ્ટિએ કેવળદષ્ટિ બે મળે પછી વિચારભેદ ના રહે. ત્યાં સુધી વિચારભેદ રહેવાનો. અને વિચારભેદને કંઈ ઝઘડો નથી. વિચારભેદ મનભેદ કરાવતો નથી.
૫૧૫
એનું મન તૂટી જાય, સામાવાળાનું મન તૂટી જાય, એ તો મને પોષાય નહીં. હું મન તોડુંય નહીં અને મારું મન તોડેય નહીં કોઈ. અને જો મારું તોડે તો પણ હું એનું તોડું નહીં. હું જાણું કે એની ભૂલ છે, પણ મારી ભૂલ ના થવી જોઈએ.
પ્રશ્નકર્તા : પ્યોરીટી (ચોખ્ખો) અને પારદર્શક એમાં શું ફરક ? દાદાશ્રી : પ્યોરીટી કરતાં આગળ પારદર્શક થાય. પ્યોરીટી વધી જાય એટલે પારદર્શક થાય.
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : એટલે મનને કશો કોઈ વિચાર જ ના આવે. કોઈના અહિતના, કોઈ જીવને કશું, કિંચિત્માત્ર પણ હિંસાના વિચાર જ ના આવે. બુદ્ધિયે એવી સરળ ચાલે. એ ડિસ્ચાર્જ અહંકાર પણ સરસ ચાલે. પણ તે ડિસ્ચાર્જ બધું ખરું, ધીમે ધીમે, જતું જતું ખલાસ થાય ત્યારે એ પારદર્શક થાય.
પ્રશ્નકર્તા : એ એકદમ ના થાય, દાદા ?
દાદાશ્રી : એકદમ તો કોઈને થાય જ નહીં ને !
અમારું મન બ્રહ્માંડનો ભાર ઊંચકે એવું હોય. અમારી જોડે બેસી રહે તો તમારું મન એવું થઈ જાય. પણ બેસી રહો નહીં ને તમે ! પાકા લોક ! ઘેર ડૉલરની ભીંત ચણવા જાવને ! ડૉલરની ભીંત ચણે. દાદાના મન જેવું મન થઈ જાય ને, તો કામ થઈ જાય. આખી દુનિયાનો ભાર ઝીલે !!!
જય સચ્ચિદાનંદ