________________
૫૧૦
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
વિજ્ઞાન, મન વશનું !
૫૧૧
નહીં. મન ‘કરેક્ટ' જ્ઞાન સિવાય બંધાય એવું જ નથી. બિલકુલ કરેક્ટ, યથાર્થ જ્ઞાન સિવાય મન બંધાય એવું નથી. એટલે અમે તમને યથાર્થ જ્ઞાન આપીએ એટલે મન બંધાઈ જાય. અને મન બંધાયું એટલે મુક્તિ થાય. નહીં તો આ મન તો બહુ દુ:ખ દે, ઝાવાદાવા કરે. મન એ મોક્ષે લઈ જનારું છે.
જ્ઞાતે કરીને મત બંધાય.. પ્રશ્નકર્તા : જ્ઞાનમાં મનનો વિલય થાય એ કેવી રીતે થાય ?
દાદાશ્રી : જ્ઞાનમાં મનનો વિલય થવાનો નહીં. પણ મનનો સ્વભાવ કેવો છે કે કોઈ ચીજથી બંધાય એવું નથી. વખતે ધ્યાન કરશેને, અહીં ચક્રો પર ધ્યાન કરશે, એકાગ્રતા કરશે, તોય પણ મન બંધાય એવું નથી. કલાક, બે કલાક પછી છૂટી જશે પાછું. એટલે પાછો બીજો ખોરાક આયે જ છૂટકો છે. એ આપને સમજમાં આવી મારી વાત ? એ છૂટે એટલે પાછું શું આપવું પડે ? પાછો ખોરાક એને માટે, ટોપલા રાખી જ મલવા પડે, એ મહા દુ:ખદાયી. મનને માટે ટોપલા રાખ રાખ કરો અને ખવડાય ખવડાય કરો, પણ એ મહા દુ:ખદાયી ! - જ્ઞાન એક જ એવી વસ્તુ છે કે જ્ઞાનથી મન બંધાઈ જાય. પછી એને મન મુશ્કેલીમાં મૂકે નહીં કોઈ દહાડોય. અને જ્ઞાન મળ્યા પછી મન એક્ઝોસ્ટ (ખાલી) થતું જાય. સેવન્ટી પરસેન્ટ હોય તો સીકસ્ટી પરસેન્ટ થાય, પછી ફીફટીફાઇવ પરસેન્ટ થાય, ફીફટી પરસેન્ટ થાય, એમ એક્ઝોસ્ટ થતું જાય. નવું છે તે પછી ઉત્પન્ન ના થાય, જૂનું એક્ઝોસ્ટ થયા કરે.
પ્રશ્નકર્તા : કોઈ એવો મહાપુરુષ તો હશે ને, કે જેને મન ઉપર કંટ્રોલ થયો છે ?
દાદાશ્રી : ના, કોઈ નહીં. કોઈ જભ્યો જ નથી ને ! એ કંટ્રોલ એકલા જ્ઞાનથી થાય. જ્ઞાનીઓ એકલા જ એને જીતીને બેઠેલા. મન જ્ઞાનથી બંધાય એવું છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધાય એવું
નથી ને લોક છે અજ્ઞાનમાં, એટલે બંધાયેલું ના હોય અને જીતવાનો પ્રયત્ન કરે, તો કેટલાકને કલાક-કલાક સુધી સ્થિર પકડે, પણ ક્યારે સ્પ્રિંગ ઉછળશે એ કહેવાય નહીં. માટે સહીસલામતી નહીં. કોઈ માણસ કહેશે, “આ સહીસલામત છે', એ મનાય નહીં. કારણ કે અજ્ઞાન છે અને આત્માની શક્તિઓ અવળે રસ્તે વહી રહી છે એટલે.
મન એ ફિઝિકલ છે. એટલે આ લોકો મનને વશ કરવા નીકળે છે, પણ એ ફિઝિકલ વસ્તુ વશ થાય જ નહીં ને ! એ ફિઝિકલ વસ્તુ શેનાથી વશ થાય ? જ્ઞાન સિવાય વશ થાય નહીં. પોતે પોતાને સેલ્ફ રિયલાઈઝનું જ્ઞાન થાય ત્યારે જ વશ થાય, નહીં તો ત્યાં સુધી મન વશ થાય નહીં.
આ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે ત્રણેય કાળ પ્રફ થઈ શકે. સિદ્ધાંત છે, સિદ્ધ થઈ શકે એવું છે. આપણા સાયન્ટિસ્ટોએ પણ આને એક્સેપ્ટ કરવું જ પડે.
ગુનો ઉધાડો કરતાં મત ચૂપ ! દાદાની પાસે જઈને ખુલ્લી વાત કરે ને, એટલે તમારું મન ઊભું ના થાય પાછું. દાદાની પાસે કબૂલ કર્યું ને એટલે મન ટાટું થઈ જાય, ચૂપ થઈ જાય.
હમણાં આ ભાઈએ કોઈ ચોરી કરી, પછી અમને કહી દીધું, તે એનું મન શું કરે ફરી ચોરી કરવાને માટે ? ફરી કરવા માટે પાછું પડી જાય. મનની પછી હેલ્પ નહીં થાય. મન તો શું કહે છે કે કોઈને કહેશો જ નહીં ને કહેશો તો ફરી તમારું કામ નહીં કરું.
માટે ‘ગુપ્તતા ખુલ્લી કરી નાખો', અમારું સાયન્સ એવું કહે છે. જે તમારી અંદર ગુપ્ત ભાવો હોય એ બધાં ખૂલ્લા કરી નાખો. બોજો
ઓછો કરી નાખો. ક્યાં સુધી રાખી મૂકશો ? લાકડામાં જશો તોય બોજો રાખી મૂકવાનો ? ગુપ્તતા હોય કે નહીં લોકોને ? તમે શું કહો છો ?
પ્રશ્નકર્તા : ઊલટાનું આપે કહ્યું છે ને કે મનને કડવું પીવડાવો