________________
૫૦૨
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : સ્ત્રીઓને બધા ડખા નહીં ને ? સમર્પણથી સ્ત્રીઓને વહેલું પહોંચી જવાય ને ?
દાદાશ્રી : પણ સ્ત્રીઓને જ મન વશ કરવું સહેલું નથી. પુરુષને તો સહેલું છે, સ્ત્રીઓને બહુ અઘરું છે. કારણ કે એ મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે.
એટલે આપણા હિન્દુસ્તાનમાં કોઈ પાંચ માણસનાં મન કોઈનેય વશ વત્યા નથી. એ પરથી બધું જોઈ લેજો ને ! આ તો આપણાં લોકોને ટેસ્ટ લેતા નથી આવડતું, એટલે શી રીતે આ સમજાય ? બાકી, આ રીતે ટેસ્ટ લેવા જાય ને તો ખબર પડે.
પ્રશ્નકર્તા : આ તમે જે ટેસ્ટ મૂક્યો ને, એમાં તો એકેય પાસ ના થાય.
દાદાશ્રી : આ એટલા માટે ટેસ્ટ મૂક્યો, નહીં તો આ તો બધા એમ જ જાણે કે પોતાને મન વશ થવા જ માંડ્યું છે. છતાં આ જ્ઞાન પછી તમને અમુક અંશે મન વશ થયું છે, તે આટલા વર્ષમાં આટલું થયું તો બીજા એટલા વર્ષમાં તો ઝપાટાબંધ થઈ જવાનું. ગમ્યું કે તમને ?
પ્રશ્નકર્તા : અરે, બહુ ગમ્યું.
દાદાશ્રી : અમારી વાત તો બધાયને ગમે જ ને ! અભેદ રહેવાય છે કે દાદાની જોડે ? એ ઘરનાં માણસની જોડે અભેદ હોય કે ના હોય પણ દાદાની જોડે બધાં એક હોય.
વિજ્ઞાન, મન વશનું !
૫૩ પ્રશ્નકર્તા : આપને આ બધી ખબર પડે ?
દાદાશ્રી : બધી જ ખબર પડે ને, કે આ માણસને સંપૂર્ણ મન વશ વર્તે છે. સંપૂર્ણ મન વશ વર્તી એટલે શું કે આપણે જે કહીએ, તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય.
જ્યાં એટીકેટ ના હોય, જ્યાં સહજભાવ હોય ત્યાં ધર્મ હોય. સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ, સહજાસહજ જે બની આવે ને એ.
પ્રશ્નકર્તા : આ તમે જરા વિસ્તારથી દાખલા સાથે કહો ને તો બધા એક્ઝટક્લી (જેમ છે તેમ) સમજશે.
દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, જ્યાં દશ મોટા માણસો ભણેલા, પી.એચ.ડી. હોય, દશ માણસો ગ્રેજયુએટ થયેલા, દશ માણસો મેટિક થયેલા, દશ માણસો ગુજરાતી જ ભણેલા, દશ માણસો બિલકુલ ભણેલા જ નહીં, દશ નાનાં દોઢ-બે વર્ષનાં એવાં છોકરાંઓ, ઘરડા ડોસા સાઠ-પાંસઠ વર્ષના, સીત્તેર વર્ષના, એ બધાં ભેગાં થતાં હોય, તો ત્યાં ધર્મ છે. એટલે જ્યાં આગળ નાનાં બાળકોય બેસી રહે, સ્ત્રીઓ બેસી રહે, પૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. પોતાનું મન વશ થયેલું હોય તો જ સામાનું મન વશ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે ત્યાં કામ થાય.
મન વશ થાય તો તમે બધું જ કરી શકો. લોક તમારા કહેવા પ્રમાણે ચાલે અને નહીં તો તમે શીખવાડવા જાવ તો કોઈ અક્ષરેય નહીં શીખે ને ઊંધો ચાલશે. આ કળિયુગની હવા એવી છે કે ઊંધું ચાલવાનું. કોઈ ઊંધું ચાલ્યો હોય તે, એ ઊંધું-ચતું બોલે તોય અમે સાથ ના છોડીએ.
પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે સાથ ના છોડો? શું રાખો તમે ? દાદાશ્રી : એને પડવા ના દઈએ. પ્રશ્નકર્તા : એની જોડે કેવી રીતે જોઈન્ટ રાખો ?
પ્રશ્નકર્તા : દાદા, આટલાં બધાં માણસોને દાદા જોડે અભેદતા રહે, એ કેવી રીતે બધું થતું હશે ?
દાદાશ્રી : એ જ અજાયબી છે ને ! અને લગભગ પચ્ચીસ હજાર માણસો અભેદતા રાખે છે. પણ બધાંય માણસોનાં સંપૂર્ણ મન વશ વર્તતાં નથી. ત્રણ-ચાર હજાર માણસનાં સંપૂર્ણ મન વશ વર્તે છે.