________________
૫%
આપ્તવાણી-૧૦ (પૂર્વાર્ધ) જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જ વશ થઈ જાય. જે પાણી છે ને, તે વાસણ હોય તો જ બંધાય, નહીં તો બંધાય નહીં ને ! વેરાઈ જાય. એવું આ જ્ઞાનથી જ મન બંધાય.
પ્રશ્નકર્તા : સ્વ અનુભવ માટે વિચાર, મનનમાં રહેવું જોઈએ ?
દાદાશ્રી : વિચાર, મનન હોય જ નહીં. દાદાના મહાત્માઓ કોનું નામ કહેવાય કે મન વશ થઈ ગયું હવે. એટલે ‘ચંદુભાઈ’ને મન હોય પણ ‘તમારે” તો એ મનને જોયા કરવાનું કે આવા વિચાર કરે છે. ખોટા વિચાર કરે છે એ જોયા કરવું. તમારું પદ જ્ઞાતા-દ્રષ્ટા છે. એટલે મન તમને વશ થઈ ગયું. અને મન વશ થઈ જાય તો જ આ સંસારમાં જીત્યા કહેવાય, નહીં તો મન વશ ના થાય તો જીત્યા નહીં.
પ્રશ્નકર્તા : વિચાર જ ના કરાય એવું કરો ને !
દાદાશ્રી : વિચાર કરવાનો નહીં, વિચારની રીત જ ના રહી. વિચાર ફક્ત કોણ કરશે ? આ ચંદુભાઈ કરશે. કારણ કે રિઝલ્ટ (પરિણામ) છે એ ભોગવવું પડશે. અને રિઝલ્ટ (પરિણામ) એટલે પોતાને બંધ કરવું હોય તોય ના થાય. અને તમારે શુદ્ધાત્માને તો વિચાર જ નહીં, તમારું મન ખલાસ થઈ ગયું, બધી રીતે જીતી ગયા.
જગત જીતવાનું છે. જો મન જીતે તો જંગત જીતાય. ‘તમે મન જીતી લીધું છે. અને મન જીતીને તમે જગત જીતવા નીકળ્યા છો. જગત જીતાય જ છે ને, જોવા જઈએ તો. જુઓ તો તમે એ સ્થિતિમાં છો. તમને એવી સ્થિતિનો જરાક ખ્યાલ આવવો જોઈએ, બસ. મારી જોડે બહુ ટાઈમ બેસો, તો ખ્યાલ આવી જાય, પછી ઠીક થઈ જાય. એ તો ઘણા ટાઈમ બેસતા જ નથી ને ઘણા ટાઈમ મારી જોડે બેસવાનો મેળ નહીં. એટલે એવું પુણ્ય જાગે નહીં ને ? પુણ્ય જાગે ત્યારની તો વાત જુદી છે.
જ્ઞાતીતે વર્તે, મત વશ હજારોતાં... જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું” એ જ્ઞાન, એ ભાન છે ત્યાં સુધી
વિજ્ઞાન, મન વશનું !
૫૦૧ મન જોડે લેવાદેવા છે. મન જોડે તન્મયાકાર થાય. હવે આપણે શુદ્ધાત્મા થયા એટલે મન જોડે લેવાદેવા જ ના રહી. જ્ઞાતા-દ્રષ્ટાપદ થયું એટલે મન વશ થઈ ગયું કહેવાય.
પ્રશ્નકર્તા : મન વશ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટાપદ સ્વાભાવિક વસ્તુ થઈ જાય ?
દાદાશ્રી : મન વશ જ થઈ ગયેલું છે આપણને, હવે પ્રેક્ટિસ કરવાની જરૂર. મારી પાસે વાત સાંભળેને, તેમ તેમ મજબૂત થતું થાય, અમારા વચનબળથી. અમારું વચનબળ કામ કર્યા કરે.
પ્રશ્નકર્તા: તે હજુ અમારું મન વશ રહેતું નથી. તો મન વશ કરવા માટેનો પુરુષાર્થ કર્યો હોય છે ?
દાદાશ્રી : એ જ્ઞાનથી વશ વર્તે. અમારું જે જ્ઞાન આપ્યું છે, એ મનને વશ જ કરનારું છે. એનાથી પછી તમને લોકોનાં મન વશ વર્તે.
પ્રશ્નકર્તા : નહીં દાદા, પહેલું અમને અમારું મન વશ વર્તવા દો.
દાદાશ્રી : તમને પહેલું તમારું મન વશ વર્તશે ને તમને તમારું મન વશ વર્યું એટલે બીજા લોકોનાં મન પણ તમને વશ વર્તે. જેટલાં બીજાનાં મન વશ તમને વત્યાં, એટલે તમને તમારું મન વશ વત્યું. બહારના પરથી પછી તમારું માપી જોવું.
પ્રશ્નકર્તા : એનો ટેસ્ટ એ છે કે અમારું મન અમને વશ વર્તે, તો બીજાનું મન અમારે વશ વર્તે ?
દાદાશ્રી : હા, બીજા કેટલાનાં મન તમને વશ વર્તે છે, કેટલે અંશે વશ વર્તે છે, તે બધું તમારે માપી જવું. આપણા મહાત્માઓમાં પચ્ચીસ હજાર માણસનાં મન અમને વશ વર્તે છે કે જેને ચોવીસેય કલાક દાદા સિવાય બીજું કંઈ નહીં. અને હું કહું એટલું જ કર્યા કરે. સ્ત્રીઓ અને પુરુષો, બધાયનાં. એમાં સ્ત્રીઓના વધારે રહ્યા કરે. સ્ત્રીઓ તો સાહજીક છે. સાહજીક એટલે જો સહજ થયા હોય તો જ વશ વર્તે, નહીં તો વશ વર્તે નહીં ને !